________________
તે પદેને ખરે અર્થ બતાવીશ.' અને છેવટે જ્યારે ઈન્દ્રભૂતિને સંશયનું નિવારણ થયું ત્યારે તેણે પિતાના ૫૦૦ શિષ્યો સાથે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. એ જ ઇન્દ્રભૂતિ ભગવાનના મુખ્ય ગણધર બન્યા. તેને દીક્ષિત થયેલા જાણીને અગ્નિભૂતિ આદિ બીજા દશ બ્રાહ્મણ પંડિતો પણ ક્રમશઃ ભગવાન પાસે આવ્યા. તેમને પણ તે જ પ્રમાણે તેમનાં નામ-ગોત્રથી ભગવાને આવકાર્યા અને તેમનાં મનમાં રહેલી જુદી જુદી શંકાએ પણ કહી બતાવી અને સમાધાન થયે તેઓ પણ ભગવાન પાસે પોતપોતાના શિષ્યો સાથે દીક્ષિત થયા અને ગણધરપદને પામ્યા.
પ્રથમ ઇન્દ્રભૂતિના મનમાં રહેલા સંશયકથનથી માંડીને અંતિમ અગિયારમાં પ્રભાસની દીક્ષાવિધિ સુધીના પ્રસંગની આવશ્યક નિર્ય ક્તિની ૪૨ ગાથા (૬૦૦-૬૪૧) ને વ્યાખ્યાન પ્રસંગે આચાર્ય જિનભદ્ર ગણધરવાદની રચના કરી છે અને એ માત્ર ૪૨ ગાથાઓના વ્યાખ્યાનમાં તેમણે અગિયાર ગણધરના વાદ વિશેની જે ગાથાઓ રચી છે તેની સંખ્યા આ પ્રમાણે છે-૧-૫૬; ૨-૩૫; ૩-૩૮; ૪-૭૯; ૫-૨૮; ૬-૫૮; ૭–૧૭, ૮-૧૬, ૯-૪૦; ૧૦–૧૯; ૧૧-૪૯,
ઉકત આવ. નિ. ની ૪૨ ગાથાઓમાં પણ અગિયારે ગણધરોનાં નામ શિષ્ય સંખ્યા, સંશયને વિષય, તેઓનું વેદપદોના અર્થનું અજ્ઞાન, અને “હું વેદપદોને સાચા અર્થ બતાવું છું” એવું ભાગવાનનું કથન–આટલી જ હકીકત છે. ગણધરોનાં મનમાં વેદનાં કયાં વાકને લઈને તે વિષયમાં કેવી રીતે સંશય થયે ? તે સંશય થવામાં તેમની શી દલીલો હતી ? ભગવાને તેમને શો જવાબ આપ્યો ? વેદપદોને ભગવાને શું અર્થે કર્યો ?-ઇત્યાદિ કશી જ હકીકત આવશ્યકનિયંતિમાં છે જ નહિ. એ બધી હકીકતની પૂર્તિ કરીને પૂર્વોત્તર પક્ષની રચના કરવાપૂર્વક આચાર્ય જિનભદ્દે પેતાના ભાગ્યમાં વિસ્તૃત ગણધારવાદની રચના કરી છે. સારાંશ એ છે કે, આવશ્યકનિયુક્તિમાં વસ્તુતઃ વાદ વિશેની કશી જ હકીકત વિશેષરૂપે આપવામાં આવી નથી, માત્ર વાદનું સૂચન છે. એ સૂચનને આધારે એક ટીકાકારને શોભે એ રીતે આચાર્ય જિનભદ્ર ગણધરવાદ’ની રચના કરી છે.
આ પ્રકારે પ્રસ્તુત અનુવાદ ગ્રન્થ સાથે આવશ્યક સૂત્ર, તેની ભદ્રબાહુકૃત ઉદ્દઘાતનિર્યુક્તિ, જિનભદ્રકૃત તેનું વિશેષાવશ્યક ભાષ્ય અને આચાર્ય હેમચંદ્ર મલધારી-કૃત બહવૃત્તિ એટલા ગ્રંથને સંબંધ છે. તેથી આ પ્રસ્તાવનામાં, તે તે ગ્રન્થના કર્તા, આચાર્યોને પરિચય આપવાનું ઉચિત ધાયું છે
અને અંતે ગણધરોને સામાન્ય પરિચય આપીને પ્રસ્તુત ગ્રન્થના પ્રવેશરૂપે આત્મવાદ, કર્મવાદ અને તેના વિધી વાદો અનાત્મવાદ અને અકર્મવાદ વિશે અતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે, જેથી ગણધરવાદને લગતી દાર્શનિક ભૂમિકા શી છે તે વાચકના ખ્યાલમાં આવે.
૨. આવશ્યસૂત્રના કર્તા કેણ?
જૈન આગમ શાસ્ત્રના બે ભેદ કરવામાં આવે છે; અર્થીગમ અને મૂત્રાગમ અર્થાત શબ્દાગમ, અનગઠારમાં કહ્યું છે કે તીર્થંકર આગમને ઉપદેશ કરે છે તેથી તે સ્વયં અર્થીગમના કર્તા છે. તે અર્થીગમ ગણધરને તીર્થંકર પાસેથી સાક્ષાત મળતા હોવાથી ગણધરની અપેક્ષાએ તે અનન્તરાગમ છે પણ તે અર્થાગમને આધારે ગણધરો સૂત્રની રચના કરતા હોવાથી ત્રાગમન અથવા શબ્દાગમના
૧. આવ. નિ. ૬૦૦ ૨. આવ. નિ. ૬૦૧ ૩. આવ. નિ. ૦૨-૬૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org