________________
૮૪]
નથી.
ગણધરવાદ
[ગણધર થાય છે. વળી અભ્યપગમ પણ તો જ ઘટે જે તમે અભ્યગપત્તા–સ્વીકારનાર, અભ્યપગમ–સ્વીકાર, અને અભ્યાગમનીય–સ્વીકરણય વસ્તુ આ ત્રણે વસ્તુને સદ્ભાવ માનો. પણ સર્વ શૂન્યતા માને તો અભ્યપગમ પણ ઘટે નહિ; માટે સર્વશૂન્યતાનો આગ્રહ છેડી દેવું જોઈએ.
(૧૭૩૫) વળી જે સર્વશૂન્ય જ હોય તો લેકમાં જે વ્યવહારની વ્યવસ્થા છે તે લુપ્ત થઈ જશે; ભાવ અને અભાવ અને સરખાં જ માનવાં પડશે. તે પછી રેતીના કણમાં તેલ શા માટે ન હોય અને તેલની સામગ્રીમાં જ શા માટે હોય ? વળી બધું જ આકાશકુસુમની સામગ્રીથી જ શા માટે સિદ્ધ ન થઈ જાય ? આવું બનતું તો નથી; પણ પ્રતિનિયત કાર્યનું પ્રતિનિયત કારણ હોય છે તેથી માનવું જોઈએ કે સર્વશૂન્યતા
(૧૯૩૬) વળી સંસારમાં જે કાંઈ છે તે બધું જ સામગ્રીથી ઉત્પન્ન થાય છે એ કાંઈ એકાંતનિયમ નથી. હયણુકાદિ જેવા સકંધે સાવયવ હેઈ દ્વિ-આદિ પરમાણુ સામગ્રીથી ઉત્પન્ન થતાં હોવાથી તે સામગ્રીજન્ય કહેવાય છે, પણ નિરવય એવો પરમાણુ તે કેઈથી ઉત્પન્ન થતું નથી, તે તેને પણ હયણકાદિની જેમ સામગ્રીજન્ય કેવી રીતે કહેવાય ?
વ્યક્ત–પરમાણુ પણ સપ્રદેશ-સાવયવ જ છે, તેથી તે પણ સામગ્રીજન્ય જ કહેવાય.
ભગવાન–પણ તે પરમાણુના જે અવયવો હશે અથવા તે અવયના પણ જે અવયવ હશે અને એમ છેવટે જે અંતિમ નિરવય–અપ્રદેશી અવયવ હશે તેને તે સામગ્રીથી જન્ય નહિ જ માની શકાય; એટલે બધું જ સામગ્રી જન્ય છે એમ એકાંતનિયમ નથી.
વ્યક્ત પણ ધારો કે એવો કોઈ પરમાણુ ન જ માનીએ તો ?
ભગવાન - પરમાણુને સર્વથા અભાવ તે માની શકાય નહિ, કારણ કે તેનું કાર્ય દેખાય છે તેથી કાર્ય દ્વારા કારણનું અનુમાન થઈ શકે છે. કહ્યું પણ છે કે–
અમૂર્ત વસ્તુ વડે પરમાણુનું અનુમાન કરી શકાય છે. તે પરમાણુ અપ્રદેશ છે. નિરવયવ છે, અન્ય કારણ છે, નિત્ય છે અને તેમાં એક રસ, એક વર્ણ, એક ગધ અને બે પશ છે. તેનું કાર્ય દ્વારા અનુમાન થઈ શકે છે.”
૧૭૩૭) વ્યકત–પણ એ પરમાણુનું અસ્તિત્વ જ નથી, કારણ કે તે સામગ્રીથી ઉત્પન્ન થતા નથી. १. "मूर्तरणुरप्रदेशः कारणमन्त्य भवेत् तथा नित्यः ।
एकरसवर्णगन्धा स्पर्श: कार्य लिङ्गश्च ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org