SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યકત શૂન્યવાદનિરાસ [૮૩ વળી તે જે એમ વિચાર્યું હતું કે બધું સામગ્રીથી થાય છે, પણ જે સર્વશૂન્ય હોય તો સામગ્રીનો પ્રશ્ન જ કયાં રહ્યો ? આ બાબતમાં કહેવાનું કે તારું આવું માનવું તદ્દન પ્રત્યક્ષ વિરુદ્ધ છે, કારણ કે વચનજનક કઠ, ઓઠ, તાલું આદિ સામગ્રી પ્રત્યક્ષ છે અને તેનું કાર્ય વચન પણ પ્રત્યક્ષ છે, વ્યક્ત-જે વસ્તુ ન હોય છતાં તે અવિદ્યાજન્ય બ્રાન્તિથી દેખાય તો એથી કાંઈ વસ્તુની સત્તા સિદ્ધ ન થઈ શકે. કહ્યું પણ છે કે કામવાસના, સ્વપ્ન, ભય, ઉન્માદ અને અવિદ્યાજન્ય બ્રાન્તિથી મનુષ્ય અવિધ માન એવા અર્થને પણ, કેૉડકરની જેમ જુએ છે.” ભગવાન–જે એમ જ હોય તે પછી અન્યતા સમાનભાવે હોવા છતાં કાચબાના વાળની સામગ્રી શા માટે નથી દેખાતી ? અને વચનની જ સામગ્રી કેમ દેખાય છે ? બનેની દેખાવી જોઈએ અગર કોઈની ન દેખાવી જોઈએ કારણ કે તારે મતે બને સમાનભાવે શન્ય છે. (૧૭૩૨) વળી છાતી, માથું, કંઠ, એઠ, તાલુ, જીભ આદિ સામગ્રીરૂપ વકતા અને તેનું વચન એ સત છે કે નહિ? જે તે સત્ હોય તો સર્વશૂન્ય છે એમ કેમ કહેવાય ? અને જે વતા કે વચન અસત હોય તો “આ બધું શૂન્ય છે” એવું કોણે કહ્યું ? અને કોણે સાંભળ્યું ? કારણ કે સર્વશૂન્ય માનવા જતાં કોઈ વકતા નહિ રહે અને તેને સાંભળનાર શ્રોતા પણ નહિ રહે. (૧૭૩૩) વ્યકત–બરાબર છે. વકતા પણ નથી, વચન પણ નથી, અને તેથી જ વચનીય પદાર્થો પણ નથી. એટલે જ તે એ પ્રકારે સર્વશૂન્ય જ સિદ્ધ થાય છે. ભગવાન–પણ હું તને પૂછું છું કે તે જે એમ કહ્યું કે “વકતા વચન અને વચનીય અભાવ હોવાથી સર્વ શૂન્ય જ છે' તે તારું વચન સત્ય છે કે મિથ્યા? (૧૯૩૪) જે તું તારા એ વચનને સત્ય માનતો હે તો વચનનો સદભાવ સિદ્ધ થવાથી સર્વ વસ્તુનો અભાવ ન બને. અને જે તું તારા એ વચનને મિથ્યા માનતો હોય તે તે વચન અપ્રમાણ હોવાથી સર્વશૂન્યતાને સિદ્ધ કરવા અસમર્થ જ બને. વ્યક્ત – ભલે ને એ વચન શૂન્યતાને સિદ્ધ ન કરી શકે, છતાં અમે તે શૂન્યતાને સ્વીકારીએ જ છીએ. ભગવાન–તે પણ તારે એ અદ્ભુગમ–સ્વીકાર સત્ય છે કે મિથ્યા એવો પ્રશ્ન તેને વિશે પણ થઈ શકે છે. અને ઉત્તરમાં શૂન્યતા સ્વીકારવી ન જોઈએ એ જ ફલિત १. "कामस्वप्नभयोन्मादेर विद्योरप्लवात्तथा । पश्यन्त्यसन्तमप्यर्थ जनः केशोण्डुकादिवत् ॥ ૨, આકાશમાં કાંઈ ન હોય છતાં વાળના ઝૂમખા જેવું દેખાય છે તે કેશડુક કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy