________________
હ૮
ગણધરવાદ
[ગણુધરે છે સ્વભાવની કલ્પના કરી શકાતી નથી. અર્થાત વિદ્યમાન અર્થોમાં જ તે કરવી પડે છે. તેમ કરવાથી શુન્યવાદને નિરાસ સ્પષ્ટ છે. (૧૭૧૩)
વળી, અપેક્ષા માનવામાં મને પણ વાંધે તો નથી; પણ મારું કહેવાનું એટલું જ છે કે વરતુમાં દીર્ઘ વાદિનાં વિજ્ઞાન અને વ્યવહાર એ કથંચિત અપેક્ષા જ હેવા છતાં પણ વસ્તુની સત્તા અપેક્ષા જન્ય નથી અને તે જ પ્રમાણે સૂપ-રસાદિ અન્ય વસ્તુધર્મો પણ આપેક્ષિત નથી. આથી વસ્તુની સત્તામાં બીજા કોઈની અપેક્ષા ન હોવાથી તેને અસત્ માની શકાય નહિ અને તેથી જ સર્વશન્ય પણ માની શકાય નહિ.
(૧૭૧૮) વ્યકત–વસ્તુસત્તા અને તેના રસાદિ ધર્મને અનિરપેક્ષ શા માટે માનવાં? ભગવાન–વસ્તુસત્તાદિ જે અન્યનિરપેક્ષ ન હોય તે હવે પદાર્થને નાશ
થવાથી દીર્ઘ પદાર્થને પણ સર્વથા નાશ થઈ જ જોઈએ, કારણ વસ્તુની કે દીર્ઘ પદાર્થની સત્તા હસ્વ પદાર્થ સાપેક્ષ છે. પણ તેવું બનતું અન્યનિરપેક્ષતા તે નથી. એટલે માનવું જોઈએ કે પદાર્થ માં હસ્વાદિ ધર્મનાં જ્ઞાન
અને વ્યવહાર એ જ પરસાપેક્ષ છે, તેના સત્તાદિ ધર્મો પરસાપેક્ષ નથી. તેઓ તે અન્ય નિરપેક્ષ જ છે, એટલે “બધું જ સાપેક્ષ હેવાથી શન્ય છે એવો નિયમ દૂષિત હોવાથી સર્વશન્યતા અસિદ્ધ જ છે. (૧૭૧૫)
વળી, સર્વશતાની સિદ્ધિમાં “અપેક્ષા હોવાથી” એ જે હેતુ આપ્યો છે તે વિરુદ્ધ પણ છે, કારણ કે તે સર્વશન્યતાને બદલે વસ્તુસત્તાને જ સિદ્ધ કરે છે.
વ્યકત તે કેવી રીતે ?
ભગવાન– અજ્ઞણરૂપ ક્રિયા, અપેક્ષકરૂપ કર્તા અને અપેક્ષણીય એવું કર્મ-એ ત્રણેથી નિરપેક્ષ એવી અપેક્ષા સંમવતી નથી; એટલે કે જે ક્રિયા-કર્મ–કર્તા એ ત્રણે વિદ્યમાન હોય તે જ અપેક્ષા સંભવે. આથી તો સર્વશન્યતાને બદલે વસ્તસત્તા જ સિદ્ધ થાય છે, તેથી ઉક્ત હેતુ વિરુદ્ધ છે. (૧૭૧૬) ખરી વાત એવી છે કે કેટલાક મેઘ આદિ જેવા પદાર્થો પિતાનાં કારણ દ્રવ્યોના
વિશેષ પરિણામરૂપ હાઈ કર્તા આદિ કેઈની પણ અપેક્ષા રાખતા ન સ્વત: પરતઃ આદિ હોવાથી સ્વતઃસિદ્ધ કહેવાય છે, કેટલાક ઘટાદિ કુંભકારાદિ કર્તાની પદાર્થોની સિદ્ધિ અપેક્ષા રાખતા હોવાથી પરતઃસિદ્ધ કહેવાય છે, કેટલાક પુરુષાદિ જેવા
પદાર્થો માતા-પિતા આદિ પર પદાર્થની અને સ્વીકૃત કર્મરૂપ સ્વપદાર્થની અપેક્ષા રાખતા હોવાથી ઉભયતા સિદ્ધ કહેવાય છે, અને કેટલાક આકાશાદિ પદાથે નિત્યસિદ્ધ કહેવાય છે. આ બધે વ્યવહાર વ્યવહારનયાશ્રિત છે એમ સમજવું જોઈએ. (૧૭૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org