SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યકત] : - શુન્યવાદનિરામ [e૫ છે અને તે પરપક્ષ છે; આ બધા વ્યવહારે સંસારમાં જે સર્વશૂન્યના હોય તો શાથી પ્રવૃત્ત થાય ? વળી, પૃથ્વીમાં સ્થિરત્વ, પાણીમાં દ્રવત્વ, અગ્નિમાં ઉoણત્વ, વાયુમાં ચલત્વ અને આકાશમાં અરૂપિ– આ બધું નિયત કેવી રીતે થાય ? વળી, શબ્દાદિ વિષાએ ગ્રાહ્ય છે અને શ્રોત્રાદિ ઈદ્રિય ગ્રાહક છે એ નિયમ કે શી રીતે બને? ઉક્ત બધી બાબતે એકસરખી કેમ નથી બની જતી, અર્થાત જેવું સ્વપ્ન તેવું જ અસવ પણ કેમ નથી મનાતું, ઇત્યાદિ ઉક્ત બધી બાબતોમાં અસમાનતાનું કારણ શું છે? અથવા સ્વપ્ન એ અસ્વપ્નરૂપે પ્રતીત થાય એ વિપર્યય વ્યવહાર કેમ નથી થતો ? અને જે બધું જ શન્ય હોય તે પછી સર્વાગ્રહણ કેમ ન થાય ? અર્થાત કેઈપણ વસ્તુનું ગ્રહણ-જ્ઞાન ન જ થાય. વ્યકત–ભ્રાન્તિને કારણે આ સ્વપ્ન છે અને આ અસ્વપ્ન છે એવે વ્યવહાર પ્રવૃત્ત થાય છે. ભગવાન–બધાં જ્ઞાનને બ્રાતિમૂલક માની શકાય નહિ, કારણ કે દેશકાલ-સ્વ ભાવ આદિ વડે કરીને તે જ્ઞાને નિયત છે. વળી બ્રાતિ પિતે બધા જ્ઞાને વિદ્યમાન છે કે અવિદ્યમાન? બ્રાન્તિને જે વિદ્યમાન માનો તો ભાત નથી સર્વશન્યતા ન ઘટે અને બ્રાતિને અવિદ્યમાન માનો તે ભાવગ્રાહક જ્ઞાનેને અબ્રાન્ત માનવાં પડશે, તેથી સર્વશૂન્યતા નહિ, પણ સર્વસત્તા જ માનવી જોઈએ. વળી, શન્યતાનું જ્ઞાન જ સમ્યફ જ્ઞાન છે અને ભાવસત્તાગ્રાહી જ્ઞાન મિથ્યા છે , એવો ભેદ પણ શાથી કરશે? કારણ કે તમારે મને બધું જ શન્ય છે તો એ ભેદ - થવાનો સંભવ જ નથી. (૧eo૫-૮) વ્યક્ત–વતા, પરતઃ, ઉભયતા, અને અનુભવતઃ એ ચારે પ્રકારે વસ્તુની સિદ્ધિ નથી તેથી અને સર્વ સાપેક્ષ છે તેથી સર્વશૂન્યતાને સિદ્ધ માનવી જોઈએ. ભગવાન–આ સ્વ છે અને તે પર છે-આવી ભેદબુદ્ધિ પણ જે બધું શૂન્ય હેય તો કેવી રીતે ઘટે? અને એ સ્વ-પાદિવિષયક બુદ્ધિ જ જે ન હોય તે સ્વતઃ–પરતઃ ઈત્યાદિ વિકલપ કરીને વસ્તુની જે પરસ્પરથી અસિદ્ધિ સિદ્ધ કરી તે પણ કેમ બને ? વળી, એક તરફ એમ માનવું કે વસ્તુની સિદ્ધિ હસ્વ-દીની જેમ સાપેક્ષ, છે અને બીજી તરફ એમ કહેવું કે વસ્તુની સિદ્ધિ સ્વ-પર આદિ કશાથી પણ થતી નથી તે તે પરસ્પર વિરુદ્ધ કથન છે. વળી વસ્તુની સત્તા માત્ર આપેક્ષિક જ એમ પણ એકાત માની શકાય નહિ, - કારણ કે સ્વવિષયક જ્ઞાનને ઉત્પન્ન કરવા વગેરે જેવી અWક્રિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy