________________
- - ૭૪] ગણધરવાદ
: [ગણધર કે પર્વત? એ સંશય કરે છે. એથી સર્વવસ્તુ શન્ય હોય છતાં પણ સંદેહ ઘટી શકે છે.
ભગવાન–તારું કહેવું બરાબર નથી, કારણ કે સ્વપ્નમાં જે સંદેહ થાય છે તે પણ પૂર્વાનુભૂત વસ્તુના સમરણથી થાય છે. જે બધી વસ્તુને સર્વથા અભાવ જ હોય તો સ્વપ્નમાં પણ સંશય થાય નહિ. (૧૯૦૨)
વ્યકત–શું નિમિત્ત વિના સ્વપ્ન ન થાય? ભગવાનના નિમિત્ત વિના સ્વપ્ન કદી થતું નથી. વ્યક્ત-સ્વપ્નનાં ક્યાં નિમિત્તો છે?
. ભગવાન–અનુભવમાં આવેલ, જેવા કે, સ્નાન-ભજન-વિલેપન આદિ પદાર્થોનું
મરણ થવામાં અનુભવ નિમિત્ત છે. હસ્તી આદિ પદાર્થો દૃષ્ટ સ્વપ્નનાં નિમિત્ત હોય એ કારણે તે સ્વપ્નના વિષય બને છે. વળી ચિંતા એ પણ -
સ્વપ્નનું નિમિત્ત છે. જેમ પોતાની પ્રિયતમા વિશેની ચિંતા હોય તો તે સ્વપ્નમાં દેખાય છે, જેના વિશે સાંભળ્યું હોય તે પણ સ્વપ્નમાં આવે છે; પ્રકૃતિવિકાર અર્થાત્ વાત-પિત્ત-કફના વિકારથી પણ સ્વપ્ન આવે છે, અનુકૂલ અથવા પ્રતિકૂલ દેવતા, સજલ પ્રદેશ, પુણ્ય અને પાપ એ બધાં પણ સ્વપ્નનાં નિમિત્તો છે. પણ વસ્તુને સર્વથા અભાવ એ કાંઈ સ્વપ્નનું નિમિત્ત બની શકતો નથી. વળી સ્વપ્ન પણ ભાવરૂપ જ છે, તેથી સર્વશન્ય કેમ કહેવાય ? (૧૭૩૦)
વ્યક્ત–સ્વપ્નને વળી આપ ભાવરૂપ કેવી રીતે કહે છે?
ભગવાન–સ્વપ્ન એ ભાવરૂપ છે, કારણ કે ઘટવિજ્ઞાનાદિની જેમ તે પણ વિજ્ઞાનરૂપ છે. અથવા સ્વપ્ન એ ભાવરૂપ છે, કારણ કે તે પણ ઉક્ત નિમિત્તો વડે ઉત્પન્ન થાય છે. જેમ ઘટ પિતાના દંડાદિ નિમિત્તો વડે ઉત્પન્ન થતો હોવાથી ભાવરૂપ છે તેમ સ્વપ્ન પણ નિમિત્તો વડે ઉત્પન્ન થતું હોવાથી ભાવરૂપ છે. (૧૯૦૪)
વળી સર્વાભાવ હેય-સર્વશન્ય હોય તો જ્ઞાનમાં અમુક જ્ઞાન સ્વપ્ન છે અને
અમુક જ્ઞાન અસ્વપ્ન છે એ ભેદ શાથી થાય છે ? અને આ સર્વશૂન્યતામાં સત્ય છે અને આ જૂઠું છે; આ ગંધર્વનગર છે-માયાનગર વ્યવહા૨ભાવ છે અને આ પાટલિપુત્ર છે; આ તથ્ય છે- મુખ્ય છે અને આ
ઔપચારિક છે; આ કાર્ય છે અને આ કારણ છે; આ સાધ્ય છે અને આ કર્તા છે, આ વક્તા છે, આ તેનું વચન છે–આ ત્રિઅવયવવાળું વાક્ય છે, આ પંચઅવયવવાળું વાક્ય છે અને આ વાચ્ય અર્થાત વચનને અર્થ છે, આ સ્વપક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org