SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યકત] શુન્યવાદનિરાસ [૭૩ ભગવાન – વ્યક્ત ! આ પ્રકારે તારે સંશય કરવો ચોગ્ય નથી, કારણ કે સંસારમાં જે ભૂત હોય જ નહિ તે તેમના વિશે આકાશકુસુમ અને સંશનિવારણ ખરશંગની જેમ સંશય સંભવે જ નહિ. જે વસ્તુ વિદ્યમાન હોય તેના જ વિશે સ્થાણુ અને પુરુષ વિશે થાય છે તેમ સંશય થાય છે. (૧૬૯૭) એવી કઈ વિશેષતા છે જેને કારણે સર્વશન્ય હોવા છતાં રથાણુ-પુરુષ વિશે સંદેહ થાય છે અને આકાશકુસુમ–ખરશંગ આદિ વિશે નથી થતો ? તે તું ભૂત વિશે સંશય જ કહે. અથવા એમ કેમ નથી બનતું કે આકાશકુસુમાદિ વિશે જ હોવાથી જ તેમની સંશય થાય અને સ્થાણુ-પુરુષ આદિ વિશે સંશય કદી જ થાય સત્તા છે. નહિ ? આવો વિપર્યય કેમ નથી બનતો? તે તું જ કહે, માટે માનવું જોઈએ કે ખરશંગની જેમ બધું જ સમાનભાવે શન્ય નથી. (૧૬૮૯) વ્યકત–આપ જ બતાવે કે સ્થાણુ-પુરુષમાં કઈ વિશેષતાને કારણે સંશય થાય છે. ભગવાન–પ્રત્યક્ષ અનુમાન આગમ-આ પ્રમાણ વડે પદાર્થની સિદ્ધિ થાય છે. તેથી એ પ્રમાણેના વિષયભૂત પદાર્થો વિશે સંશય કેવી રીતે થાય? એટલે જ સ્થાણુઆદિ પદાર્થો વિશે સંદેહ થાય છે અને આકાશકુસુમાદિ વિશે નથી થતું. (૧૬૯૯) વળી સંશયાદિ એ જ્ઞાન પર્યાય છે અને જ્ઞાનની ઉત્પત્તિ સેયથી છે. એથી પણ જે કશું જ ય ન હોય તે સંશય પણ કેવી રીતે થાય? (૧૭૦૦) એટલે સંશય થાય છે એ જ કારણે પણ શેયનું અસ્તિત્વ અનુમાનસિદ્ધ માનવું જોઈએ. તે આ પ્રમાણે—એ બધા પદાર્થો વિદ્યમાન છે, કારણ કે તેમને વિશે સંદેહ થાય છે. જેને વિશે સંદેહ થાય છે તે સ્થાણુ-પુરુષની જેમ વિદ્યમાન હોય છે, માટે સંશય હોવાથી પદાર્થોનું અસ્તિત્વ માનવું જોઈએ. વ્યક્ત-બધું જ જે શૂન્ય હોય તે સ્થાણુ-પુરુષ પણ અસત્ જ છે તેથી તે પણ પ્રમાણથી સિદ્ધ ન હોવાથી દષ્ટાત કેમ બને ? ભગવાન તો પછી સંશયને પણ અભાવ જ તે રીતે મારે માનવો પડશે, કારણ જે સર્વને અભાવ હોય તો સંશયને પણ અભાવ થયો. અને જે તને ભૂતો વિશે સંદેહ જ ન હોય તો પછી તે બધાં વિદ્યમાન જ માનવાં પડશે. (૧૯૦૧) વ્યક્ત-એવો નિયમ તો નથી કે જે સર્વને અભાવ હોય તો સંશય થાય નહિ. સૂતેલા પુરુષની પાસે કશું જ હોય નહિ છતાં સ્વપ્નમાં તે “આ ગજરાજ છે ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy