SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪] ગણધરવાદ [ગણધર ભગવાન—એ વસ્તુ તે તુ' સ્વીકારીશ જ કે બુદ્ધિમાન ચેતન જે ક્રિયા કરે છે તે તેને ફૂલવતી માનીને જ. છતાં જ્યાં ક્રિયાનું ફળ નથી પ્રાપ્ત થતું ત્યાં તેનુ અજ્ઞાન અથવા તે સામગ્રીની વિકલતા-ઊણપ એ કારણ હેાય છે. આથી સચેતને આચરેલ ક્રિયાને નિષ્ફળ માની શકાય નહિ; કારણ, જો તેમ હોય તેા પછી એવી નિષ્ફળ ક્રિયામાં સચેતન પુરુષ પ્રવૃત્ત જ શા માટે થાય ? વળી જો દાનઆદિ ક્રિયા પણ મનઃશુદ્ધિપૂર્વક નથી કરાતી તે તેનું પણ મૂળ કાંઈ નથી મળતું એમ તે હું પણ માનુ છું. એટલે મારા કહેવાનું તાત્પય' એ જ છે કે જો સામગ્રીનુ' સાકલ્ય-પૂણ તા હૈાય તે સચેતને આરંભેલી ક્રિયા નિષ્ફળ નથી જતી. અગ્નિભૂતિ—આપે કહ્યા પ્રમાણે દાનાદિ ક્રિયાનુ ફળ ભલે હાય; પણ જેમ કૃષિઆદિ ક્રિયાનુ દૃષ્ટ ફળ ધાન્યઆદિ છે, તેમ દાનઆદિ ક્રિયાનું પણ સૌના અનુભવથી સિદ્ધ એવુ' મનઃપ્રસાદરૂપે દેષ્ટ ફળ જ માનવું જોઈએ, પણ કર્માંરૂપ અદૃષ્ટ ફળ માનવુ ન જોઈએ. આ પ્રમાણે તમારા હેતુ અભિપ્રેત અષ્ટ કર્મીને બદલે દૃષ્ટ ફળને સિદ્ધ કરતા હેાવાથી વિરુદ્ધ હેત્વાભાસ જ છે. (૧૬૧૫) ભગવાન—તુ' ભૂલે છે. મન:પ્રસાદ એ પણ એક ક્રિયા છે; તેથી સચેતનની ખીજી ક્રિયાઓની જેમ તેનુ પણ ફળ હાવું જોઈએ, અને તે ક છે. આ પ્રમાણે જે મારા નિયમ કે, સચેતને આર'ભેલી ક્રિયા ફૂલવતી હાય છે તેમાં કશે જ દોષ નથી. અગ્નિભૂતિ——મનઃપ્રસાદનુ' પણ ફળ કમ છે તે આપ શાથી કહેા છે ? ભગવાન—કારણકે તે કન્નુ` કા` સુખ-દુ:ખ ફરી આગળ ઉપર આવે છે. અનુભવવામાં અગ્નિભૂતિ—આપે પ્રથમ દાનાદિક્રિયાને કમનું કારણ કહ્યું અને હવે મનઃપ્રસાદને કનુ કારણ કહેા છે, તેથી આપના કથનમાં પૂર્વાપર વિરોધ છે. ભગવાન~વાત એમ છે કે કનુ' કારણ તે મનઃપ્રસાદ છે, પણ એ મનઃપ્રસાદનુ કારણુ દાનાદિક્રિયા હાવાથી કર્મીના કારણના કારણમાં કારણના ઉપચાર કરીને દાનાદિક્રિયાને કના કારણ તરીકે કહી છે. આ પ્રકારે પૂર્વાપરિવરાધના પિરહાર થઈ જાય છે. (૧૬૧૬) અગ્નિભૂતિ—આ બધી ભાંજઘડ છેાડીને સરળ માર્ગે વિચારીએ તેા સ્પષ્ટ થશે કે મનુષ્ય જયારે મનમાં પ્રસન્ન હોય ત્યારે જ તે દાનઆદિ કરે છે અને દાનદિ કરતાં તેને પાછે મન:પ્રસાદ મળે છે, એટલે ફરી પાછે તે દાનાદિ કરે છે. આ પ્રકારે મન:પ્રસાદનું ફળ દાનઆદિ અને દાનઆદિનું ફળ મનઃપ્રસાદ; અને તેનુ... પણ ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy