________________
અગ્નિભૂતિ કર્મના અસ્થિ વિશે ચર્ચા
[૩૫ દાનઆદિ, તો પછી આ૫ મન પ્રસાદનું અદૃષ્ટ ફળ કર્મ બતાવે છે તેને બદલે દષ્ટ ફળ દાનાદિ જ માનવું જોઈએ.
ભગવાન-આપણે કાર્યકારણની પરંપરાના મૂળમાં જઈએ તે નિશ્ચય થાય છે કે મન પ્રસાદરૂપ ક્રિયાનું દાન આદિ ક્રિયા એ કારણ છે, તેથી દાનઆદિ ક્રિયા મનઃપ્રસાદનું કાર્ય–ફળ ન બની શકે; જેમ મૃતપિંડ એ ઘડાનું કારણ છે તેથી તે ઘડાનું ફળ-કાર્ય નથી બનતો. અર્થાત જેમ મૃતપિંડમાંથી તે ઘડે ઉત્પન્ન થાય છે, પણ ઘડાથી પિંડ ઉત્પન્ન નથી થતું, તેમ સુપાત્રે દાન દેવાથી મનઃપ્રસાદ ઉત્પન્ન થત હોવાથી મન પ્રસાદથી દાન ઉત્પન થયું છે એમ ન કહી શકાય, કારણ કે જે જેનું કારણ હોય તે જ તેનું ફળ-કાર્ય છે એમ ન કહી શકાય. (૧૬૧૭)
અગ્નિભૂતિ–આપે કૃષિનું દષ્ટાંત આપ્યું છે અને એ દષ્ટાંતથી બધી સચેતનની ક્રિયાને ફલવતી સિદ્ધ કરવા માગે છે, પણ કૃષિનું ફલ ધા આદિ દષ્ટ ફળ છે તેથી સચેતનની બધી ક્રિયાનું ફળ કૃષિના ફળ ધાન્યની જેમ દષ્ટ માનવું જોઈએ; અદષ્ટ કર્મ માનવાની શી જરૂર? સંસારમાં આપણે જોઈએ છીએ કે લેકે પશુને વધ કરે છે તે કાંઈ અધર્મરૂપ અદષ્ટ કર્મ માટે નહિ, પણ તેમને માંસ ખાવા મળે માટે પશુહિંસા કરે છે. તે જ પ્રમાણે બધી ક્રિયાઓનું કઈને કઈ દષ્ટ ફળ જ માનવું જોઈએ. અદષ્ટ ફળ માનવું અનાવશ્યક છે. (૧૬૧૮)
વળી એ પણ આપણા અનુભવની વાત છે કે પ્રાય: લોકે જે કાંઈ કૃષિ, વ્યાપાર આદિ ક્રિયા કરે છે તે દષ્ટ ફળને માટે જ કરે છે, અદષ્ટ ફળને માટે દાનઆદિ ક્રિયા કરનારા તો જવલ્લે જ હોય છે. દષ્ટ યશ મળે તે માટે દાન આદિ જેવી ક્રિયા કરનારા જ વધારે લેકે છે અને બહુ જ થોડા લાકે અદ્રષ્ટ કર્મ માટે તે કરતા હશે, તેથી સચેતનની બધી ક્રિયાનું ફળ દષ્ટ જ માનવું જોઈએ. (૧૬૧૯)
ભગવાન સૌમ્ય ! અદષ્ટ ફળ માટે દાનાદિ શુભ કિયા તે બહુ જ છેડા લોકે કરે છે અને વધારે દષ્ટ ફળને માટે જ કૃષિ-વાણિજ્ય-હિંસા વગેરે જેવી
અશુભ ક્રિયાઓ કરનારા લેકે દેખાય છે એમ તું કહે છે, પરંતુ ક્રિયાનું ફલ તે ઉપરથી જ એ સિદ્ધ થાય છે કે કૃષિઆદિ ક્રિયાનું દષ્ટ ઉપરાંત અદષ્ટ છે અદષ્ટ પણ ફળ લેવું જોઈએ. ભલેને તેઓ અશુભ કિયા અદષ્ટ
અધર્મ માટે ન કરતા હોય છતાં તેમને તે ફળ મળ્યા વગર રહેતું જ નથી. અન્યથા તો આ સંસારમાં અનન્ત જીવન સદ્દભાવ ઘટી જ શકે નહિ, કારણકે તારે મતે પાપકર્મો કરનારા પણ નવાં કર્મો ગ્રહણ કરતા નથી તે પછી તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org