________________
૨૮]
ગણધરવાદ
[ગણધર આમતિ છે.” આ વાક્યમાં પુરુષમાં કયું તેજ છે એવા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે પુરુષ આત્મજાતિ છે. પ્રસ્તુતમાં પુરુષનો અર્થ આત્મા છે અને જતિને અર્થ જ્ઞાન છે. તાત્પર્ય એ થશે કે જ્યારે બાહ્ય બધે પ્રકાશ અસ્ત થઈ જાય છે, ત્યારે પણ આત્મામાં જ્ઞાનનો પ્રકાશ તે છે જ; કારણ, આત્મા સ્વયં જ્ઞાનરૂપ છે. આથી જ્ઞાનને ભૂતોને ધર્મ કહી શકાય નહિ. (૧૫૯૮)
વળી તે ભૂતોની સાથે જ્ઞાનનો અવય-વ્યતિરેક છે એમ કહ્યું પણ તે વાત બરાબર નથી; કારણ, ભૂતો હોવા છતાં મૃત શરીરમાં જ્ઞાન નથી અને ભૂતનો અભાવ છતાં મુક્તાવસ્થામાં જ્ઞાન છે. એટલે જ ભૂતોને જ્ઞાન સાથે અન્વય કે વ્યતિરેક અસિદ્ધ છે. તેથી જ્ઞાન એ ભૂતધર્મ ન સંભવે. જેમ ઘટનો સદ્દભાવ છતાં પટને સદ્ભાવ નિયમથી નથી હોતો અને ઘટનો અભાવ છતાંય પટનો સદ્દભાવ હોઈ શકે તેથી પટને ઘટથી ભિન્ન માનવામાં આવે, તે જ પ્રમાણે જ્ઞાનને પણ ભૂતોથી ભિન્ન માનવું જોઈએ, તે ભૂતોને ધર્મ સંભવે નહિ. (૧૫૯૯) આથી સિદ્ધ થાય છે કે ઉક્ત વેદપદોને અર્થ તું જાણતું નથી, અથવા તે
એમ જ કહેવું જોઈએ કે તું સર્વે વેદપદોનો અર્થ જાણતા નથી, પદને અર્થ છે કારણ કે તને વેદપ સાંભળતાં સંદેહ થાય છે કે એને અર્થ
શો હશે. શું વેદપદનો અર્થ પ્રતિમાત્ર છે? વિજ્ઞાનમાત્ર છે? કે વસ્તુભેદરૂપ છે? અર્થાત્ તે અર્થ શું શબ્દરૂપ છે? કે શબ્દથી થતા વિજ્ઞાનરૂપ છે? કે બાહ્ય વસ્તુ-વિશેષરૂપ છે ? વળી બાહ્ય વસ્તુ-વિશેષમાં પણ શું જાતિરૂપ અર્થ છે? દ્રવ્યરૂપ છે? ગુણરૂપ છે? કે કિયારૂપ છે? આ સંદેહ તને સર્વે વેદપદ વિશે છે તેથી એમ કહેવું જોઈએ કે તું વેદના કેઈ પણ પદને અર્થ સમ્યક જાણતો નથી. પણ તારો આ સંદેહ અયુક્ત છે, કારણ કે અમુક વસ્તુનો ધર્મ અમુક જ છે અને અન્ય નથી એવો નિશ્ચય કરી શકાતો નથી. (૧૬૦૦-૧૬૦૧) ,
ઇન્દ્રભૂતિ-એમ શાથી કહે છે? ભગવાન --કારણ કે સંસારની સમસ્ત વસ્તુઓ સર્વમય છે. ઇન્દ્રભૂતિ– તે કેવી રીતે? ભગવાન– વસ્તુના પર્યાય બે પ્રકારના છે–સ્વપર્યાય અને પરપર્યાય. એ બને
પર્યાયોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો વસ્તુ સામાન્યરૂપે વતની સર્વમયતા સમય સિદ્ધ થાય છે. પણ માત્ર સ્વ પર્યાની વિવક્ષા કરવામાં
આવે તો સર્વ વસ્તુ વિવિક્ત છે, સર્વ થી વ્યાવૃત્ત છે, અસમય છે. આ પ્રકારે વેદના પ્રત્યેક પદને જે વિવક્ષાધીન અર્થે વિચારવામાં આવે તો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org