________________
૧૨૫
અનુષ્ઠાન પછી એક એવી યોગ્યતા ઉત્પન્ન થાય છે કે જેથી કર્તાને સ્વર્ગફળ મળે છે. એ યોગ્યતા પુરુષની માનવી કે યજ્ઞની એ વિશે આગ્રહ કરવો નહિ, પણ તે ઉત્પન્ન થાય છે એટલું પર્યાપ્ત છે.'
બીજા દાર્શનિકે જેને સંસ્કાર યોગ્યતા, સામર્થ્ય, શક્તિ કહે છે તેને માટે જ મીમાંસકે એ “અપૂર્વ શબ્દનો પ્રયોગ કર્યો છે, છતાં તેમનું માનવું છે કે વેદવિહિત કર્મજન્ય જે સંસ્કાર કે શક્તિ ઉત્પન્ન થાય છે તેને માટે જ “અપૂર્વ' શબ્દનો પ્રયોગ કરવો, અન્ય કર્મજન્ય સંસ્કાર માટે નહિ. ૨
અપૂર્વ કે શક્તિને આશ્રય આત્મા છે એમ મીમાંસકે માને છે અને આત્માની જેમ અપૂર્વ પણ અમૂર્ત માને છે.*
મીમાંસકોના આ અપૂર્વની તુલના જૈનાના ભાવકર્મ સાથે એટલા માટે થઈ શકે છે કે તેને ભાવકર્મની જેમ અમત માનવામાં આવ્યું છે, પણ ખરી રીતે તે જેના દ્રવ્યકર્મને સ્થાને છે. કામનાજન્ય કર્મ -યાગાદિપ્રવૃત્તિ, અને યાગાદિપ્રવૃત્તિજન્ય અપૂર્વ, એ ક્રમ છે. એટલે ખરી રીતે કામ-તૃષ્ણ એ ભાવકર્મયાગાદિ પ્રવૃત્તિ એ જૈનસંમત યોગવ્યાપાર, અને અપૂર્વ એ દ્રવ્યકર્મને સ્થાને મૂકી શકાય છે. વળી અપૂર્વ એ મીમાંસકોને મતે સ્વતંત્ર પદાર્થ છે. એટલે વધારે સંગત તો એ છે કે તેને દ્રવ્યકમને સ્થાને જ મૂકવું જોઈએ. દ્રવ્યકર્મ અમૂર્ત તે નથી, પણ અપૂર્વની જેમ અતીન્દ્રિય તો છે જ.
એ અપૂર્વ વિશે પણ કુમારિકને એકાંત આગ્રહ નથી. યજ્ઞફલને ઘટાવવા માટે તેણે એ અપૂર્વ સમર્થન તે કર્યું છે, પણ એ કર્મફલની ઉપપત્તિ અપૂર્વ વિના પણ તેણે જ ઘટાવી છે. તેનું કહેવું છે કે કમ વડે ફલ સૂક્ષ્મ શક્તિરૂપે ઉપજ થઈ જ જાય છે. કોઈ પણ કાર્ય હઠાત ઉત્પન્ન થઈ જાય છે એમ તે નથી, પણ તે શક્તિરૂપે સૂક્ષ્મતમ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મ થઈ પછી ક્યૂલરૂપે અવિભૂત થાય છે. જેમ દૂધમાંથી દહીં મેળવણ નાખતાં જ નથી બની જતું, પણ અનેક પ્રકારે સૂક્ષ્મ રૂપોને પાર
ને અમુક સમયે સ્પષ્ટ દહીં-રૂપે વ્યક્ત થાય છે, તે જ પ્રમાણે યજ્ઞકર્મનું ફળ સ્વર્ગાદિ તેના સૂક્ષ્મ રૂ૫માં તત્કાળ ઉત્પન્ન થઈ પછી કાલને પરિપાક થયે સ્થૂલ રૂપે વ્યક્ત થાય છે. *
આચાર્ય શંકરે તે મીમાંસકસંમત એ અપૂર્વની ક૯૫ના કે સૂક્ષ્મ શકિતની કલ્પનાનું ખંડન જ કર્યું છે અને કર્માનુસાર ઈશ્વર ફળ આપે છે એમ સિદ્ધ કર્યું છે, અને કર્મથી ફળ નહિ પણ ઈશ્વરથી ફળ મળે છે એ પક્ષને સ્વીકાર કર્યો છે.
કર્મસ્વરૂપની આ લાંબી વિચારણાને સાર એ જ છે કે ભાવકર્મની બાબતમાં કોઈ પણ દાર્શ. નિકોને વિવાદ નથી. રાગ-દ્વેષ-મેહ એ જ સૌને મતે ભાવકર્મ અથવા તે કર્મનું કારણ છે. અને જતા જેને કથકમ કહે છે તેને જ બીજા દાર્શનિક કમ' નામે ઓળખે છે અને એનાં જ સંસ્કાર, १. कम भ्यः प्रागयोग्यस्य कर्मणः पुरुषस्य वा। योग्यता शास्त्रगम्या या पग साऽपूर्व मिष्यते ॥ तन्त्रवा० २. ૧. પ. ૨. ત–વાર્તિક પૂ૦ ૩૯૫-૩૯૬ ૩. ત—વાર્તિક પૂ૦ ૩૯૮, શાસ્ત્રદીપિકા પૃ૦ ૮૦ ૪. તન્નવાર્તિક પૂ૦ ૩૯૮ ૫. મેં ન્યાયાવતાર વાર્તિકમાં આ દષ્ટિએ તુલના કરી છે. ટિપ્પણ પૃ૦ ૧૮૧ ૬. #રાજસ્થાન વા તત મેપર-તત્રવા પૃ૦ રૂ. ૭. બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય, ૩. ૨. ૩૮-૪૧.
૧૫.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org