SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ છે. રાજા મિલિ આચાર્ય નાગસેનને પૂછયું કે જીવે કરેલાં કર્મ કયાં રહે છે તે તો બતાવો. તેના ઉત્તરમાં આચાર્યે જણાવ્યું કે કમ કયાં રહે છે તે દેખાડી શકાતું નથી. વિશુદ્ધિગમાં કર્મને અરૂપ કહેવામાં આવ્યાં છે—(૧૭. ૧૧૦), પણ અભિધર્મ કેષમાં અવિજ્ઞતિને રૂ૫ કહ્યું છે (૧. ૯;) અને એ રૂ૫ સપ્રતિધ નહિ પણ અપ્રતિધ છે. સૌત્રાતિકમતે કર્મનો સમાવેશ અરૂપમાં છે. તેઓ અવિજ્ઞપ્તિ નથી માનતા.૩ એ ઉપરથી જણાય છે કે જેનોની જેમ બૌદ્ધોએ પણ કમને સૂક્ષ્મ માન્યાં છે. મન-વચન-કાયની પ્રવૃત્તિને પણ કર્મ કહેવાય છે, પણ તે તે વિજ્ઞપ્તિરૂપ-પ્રત્યક્ષ છે એટલે કર્મ શબ્દ અહીં માત્ર પ્રત્યક્ષ પ્રવૃત્તિ અર્થમાં લેવાનું નથી, પણ એ પ્રત્યક્ષ કર્મ જન્ય સંસ્કારને અહીં કમ સમજવાનું છે. બૌદ્ધોની પરિભાષામાં તેને વાસના અને અવિનતિ કહેવામાં આવે છે. માનસિક ક્રિયાજન્ય સંસ્કારને-કમને વાસના, અને વચન અને કાયજન્ય જે સંસકાર કર્મ છે તેને અવિનતિ કહેવામાં આવે છે.* તુલના કરી હોય તે કરી શકાય કે બૌદ્ધસંમત કર્મનાં કારણ રાગ-દ્વેષ-મોહ એ જૈનસંમત ભાવકર્મ છે, મન-વચન-કાયનું પ્રત્યક્ષ કર્મ તે જૈન મતે એગ છે, અને એ પ્રત્યક્ષનર્મજન્ય વાસના અને અવિજ્ઞપ્તિ તે જૈનમતે દ્રવ્યકર્મ છે. વિજ્ઞાનવાદી બૌદ્ધોએ કર્મને “વાસના' શબ્દથી ઓળખાવ્યું છે. પ્રજ્ઞાકરે જણાવ્યું છે કે જેટલાં કાર્યો છે, તે બધાં વાસનાજન્ય છે. ઈશ્વર હોય કે કર્મ (ક્રિયા), પ્રધાન (પ્રકૃતિ) કે ગમે તે બીજુ, એ બધાનું મૂળ વાસનામાં છે. ન્યાયી ઈશ્વરને માનીને પણ જો વિશ્વચિઠ્ય ધટાવવું હોય તે 'વાસનાને માયા વિના ચાલતું નથી. એટલે ઈશ્વર, પ્રધાન, કર્મ એ બધી નદીઓને પ્રવાહ વાસના સમુદ્રમાં મળી જઈને એક થઈ જાય છે." શુન્યવાદીને મત વાસના એ માયાનું-અનાદિ અવિદ્યાનું જ બીજું નામ છે અને વેદાન્તમને પણ અનાદિ અવિદ્યા-માયાથી વિશ્વવૈચિત્ર્ય છે.? મીમાંસકોએ યાગાદિ કર્મજન્ય એક અપૂર્વ નામને પદાર્થ સ્વીકાર્યો છે. તેમની દલીલ એવી છે કે મનુષ્ય જે કાંઈ અનુષ્ઠાન કરે છે તે તે ક્રિયારૂપ હેવાથી ક્ષણિક હેય છે એટલે તે અનુષ્ઠાનથી અપૂર્વ નામનો પદાર્થ ઉત્પન્ન થાય છે જે યાગાદિ કર્મ-અનુષ્ઠાનનું ફળ આપે છે. એ અપૂર્વ પદાર્થની વ્યાખ્યા કુમારિને કરી છે કે અપૂર્વ એટલે યોગ્યતા. યાગાદિ કર્મનું અનુષ્ઠાન કરવામાં ન આવે ત્યાં સુધી તે યાગાદિ કર્મ અને પુરુષ એ બને સ્વર્ગરૂ૫ ફળ ઉત્પન કરવા માટે અસમર્થઅયોગ્ય હોય છે. પણ ૧. સંયુત્તનિકાય ૧૫. ૫. ૬ (ભાગ ૨, પૃ૦ ૧૮૧-૨) ૨. ન સ મહારાગ તાનિ વક્માન સેતું રૂપ વા ફળ વ તાનિ માનિ તિન્નતિ- મિલિન્દ પ્રશ્ન ૩-૧૫ પૃ, ૭૫, ૩. નવમી ઓરિયેન્ટલ કોન્ફરન્સ, પૃ. ૬૨૦ ૪. અભિધર્મકોષ ચતુર્થ પરિચ્છેદ; Keith-Buddhist Philosophy, p203, ૫, પ્રમાણ વાતિકાકાર પૂ૦ ૭૫-ન્યાયાવતાર વાર્તિક વૃત્તિનાં ટિપ્પણ પૃ. ૧૭૩-૧૭૮માં ઉદ્ધત ૬, બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય ૨. ૧. ૧૪. ૭. શાબર ભાષ્ય ૨. ૧, ૫. તવાર્તિક ૨, ૧, ૫, શાસ્ત્રદીપિકા. પૃ૦ ૮૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy