SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ નથી તેમ, સાંખ્યમતે લિંગશરીર પણ ભાવ વિના નથી અને ભાવ લિંગ વિના નથી. જૈન મને કામણ શરીરને પ્રતિઘાત નથી તેમ સાંખ્યમતે પણ લિંગશરીર અવ્યાહત ગતિવાળું છે, તેને કયાંય રૂકાવટ નથી. જૈન મતે કામણ શરીર ઉપભેગ કરવામાં સમર્થ નથી, પણ દારિક શરીર વડે ઈન્દ્રિયો દ્વારા ઉપભેગા થાય છે, તેમ સાંખ્યમતે પણ લિંગ શરીર નિરુ પભોગ છે. - યદપિ સાંખ્યમત રણાદિભાવો એ પ્રકૃતિના વિકાર છે અને લિંગશરીર એ પણ પ્રકૃતિને વિકાર છે અને બીજા ભૌતિક પદાર્થો પણ પ્રકૃતિને વિકાર છે, પણ એ બધા વિકારોમાં જે જાતિગત ભેદ છે એને સાંખે ઇનકાર કરતા નથી, એટલે જ તેમણે ત્રણ પ્રકારના સંગે માન્યા છે–પ્રત્યયસર્ગ, તાનાત્રિકસર્ગ અને ભૌતિકસર્ગ. તેમાં રાગદ્વેષાદિ જે ભાવે છે તે પ્રત્યયસર્ગમાં સમાવષ્ટિ છે,૪ અને લિંગશરીર તાન્ઝાત્રિકસર્ગમાં સમાવિષ્ટ છે. આ જ પ્રકારે જેને મને પણ આત્માને જે રાગાદિભાવે છે તે પણ પુદ્ગલકૃત તો છે જ અને કામણ શરીર પણ પુદ્ગલકૃત છે, છતાં બનેમાં મોં લેક ભેદ છે. ભાવનું ઉપાદાન આત્મા છે અને નિમિત્ત પુદ્ગલ છે, જ્યારે કામણનું પ્રદૂગલ ઉપાદાન છે અને આત્મા નિમિત્ત છે. સાંખ્યોને મતે પ્રકૃતિ અચેતન છતાં ચેતનની જેમ પુરુષસંસર્ગથી વર્તે છે, તેમ જૈન મતે પણ પુદગલ દ્રવ્ય અચેતન છતાં જ્યારે આત્મસંસર્ગથી તે કર્મરૂપ બની જાય છે ત્યારે ચેતન જેમ વર્તે છે. સંસારી આત્માનું જૈનોએ શરીરાદિ જડ પદાર્થો સાથે ક્ષીર નીર જેમ એ માન્યું છે તેમ સાંખ્યોએ પણ પુરુષનું શરીર-ઇન્દ્રિય-બુદ્ધિ આદિ જડ પદાર્થો સાથે ક્ષીર-નીર જેમ અકથ માન્યું છે.' જૈનસંમત ભાવકર્મની તુલના સાંખ્યસંમત ભાવો સાથે, જૈનસંમત ભેગની તુલના સાંખ્યસંમત વૃત્તિ સાથે, અને જૈન સંમત દ્રવ્ય કર્મની અથવા કાર્મણ શરીરની તુલના લિંગશરીર સાથે છે. જેને અને સાંખે અને કર્મફલ કે કર્મનિષ્પત્તિમાં ઈશ્વર જેવા કારણને સ્વીકારતા નથી. જૈન મતે આત્મા એ વસ્તુતઃ મનુષ્ય પશુ, દેવ, નારક ઇત્યાદિરૂપ નથી, પણ આત્માધિઠિત કાર્પણ શરીર તે તે સ્થાને જઈને મનુષ્ય-દેવ-નારક ઇત્યાદિ રૂપનું નિર્માણ કરે છે, તે જ પ્રમાણ સાંખ્યમતે પણ મનુષ્ય-દેવ-તિર્યંચ એ બધા ભૂતસર્ગનું નિર્માણ લિંગશરીર પુરુષાધિષ્ઠિત થઈને કરે છે.૧૦ જૈન દર્શનની જેમ બૌદ્ધ દર્શનમાં પણ માનવામાં આવ્યું છે કે જીવની જે વિચિત્રતા છે તે કકત છે.૧૧ એ કમની ઉત્પત્તિમાં કારણ જૈનની જેમ બૌદ્ધોએ પણ ભ (રાગ), દ્વેષ, અને મહિને માન્યા છે. રાગ-દ્વેષ-મહયુક્ત થઈને પ્રાણી-સવ મન-વચન-કાયની પ્રવૃત્તિ કરે છે અને રાગ-દ્વેષ-મહને ઉત્પન કરે છે. અને એ પ્રમાણ સંસારચક્ર પ્રવર્તમાન છે ૧૨ એ ચક્રની આદિ નથી, પણ તે અનાદિ ૧. સાંખ્ય કા૦ ૪૧. ૨. સાંખ્યતત્તકામુદી ૪૦, ૩. સાંખ્ય કા૦ ૪૦. ૪. સાંખ્ય કા૦ ૪૬ ૫. સાંખ્યત) કાર પર ૬. માર વૃત્તિ પૃ૦ ૯. ૧૪, ૩૩. ૭, માઠરવૃત્તિ પૃ૦ ૨૯, કા. ૧૭ ૮, સાંખ્યકા. ૪૦ ૯. સાંખ્યકા, ૨૮, ૨૯, ૩૦ ૧૦. માઠર. કા૦ ૪૦, ૪૪, ૫૩ ११. "भासित पेत महाराज भगवता कम्मस्सका माणव, सत्ता, कम्मदायादा, कम्मयानी, कम्मबन्धू कम्मपटिसरणा, कम्म सत्ते विभजति, यदिदं हीनपणीतताय ति" मिलिन्द ३,२ कमज लोकगैचित्र्य-अभिધર્માષ. ૪.૧. ૧૨. અંગત્તરનિકાયતિકનિપાત સૂત્ર ૩૩, ૧, ભાગ ૧, પૃ૦ ૧૩૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy