SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ કેટલા જીવે વસે છે એ પ્રશ્ન સ્થાપનીય છે—તેને ઉત્તર દઈ શકાય તેમ નથી, તે જ પ્રમાણે નિર્વાણુ વિશે પણુ ઉકત પ્રશ્નની ખાખતમાં ઉત્તર દઈ શકાય તેમ છે નહિ, લૌકકદૃષ્ટિવાળા મનુષ્ય પાસે એને જાણવાનું સાધન નથી. એ ચક્ષુવિજ્ઞાનને વિષય નથી, એ કાનના વિષય નથી, ઘ્રાણુના વિષય નથી, સ્પર્શતા વિષય નથી, જિવાનો વિષય નથી,છતાં પણ નિર્વાણુ છે જ નહિં એમ તે! ન કહેવાય, કારણ કે તે વિશુદ્ધ મનેાવિજ્ઞાન વિષય છે. એ મનેવિજ્ઞાન વિશુદ્ધ એટલા માટે છે કે તે નિરાવરણ છે. ઉપનિષદમાં જેને વિશુદ્ધ સત્ત્વ કહ્યું છે એને જ નાગસેને વિશુદ્ધ મનેાવિજ્ઞાન કહ્યું છે. બ્રહ્મદશાને ઉપનિષદના ઋષિએ “નેતિ નેતિ” કહીને વણુવે છે અને એ જ વસ્તુ પૂર્વોક્ત પ્રકારે આચાર્ય નાગસેને પણ કહી છે. જે વસ્તુ અનુભવવા યોગ્ય છે તેનું વર્ણન કરી શકાય જ નહિ અને જો કરાય તેા તે અધૂરું જ રહે છે. એટલે શ્રેષ્ઠમાગ એ છે કે નિર્વાણુના સ્વરૂપનું જ્ઞાન કરવુ જ હોય તા તેના સાક્ષાત્કાર સ્વય' કરવા જોઈએ. વિશુદ્ધ આત્મા વિશે ભગવાન મહાવીરે પણ કહ્યું છે કે ત્યાં વાણીની પહોંચ નથી, તની ગતિ નથી, બુદ્ધિ-મતિ પણ પહેાંચી શકતી નથી; એ દી નથી, હસ્વ નથી, ગેાળ નથી, ત્રાણુ નથી, કૃષ્ણે નથી, નીલ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, એની ઉપમા કાઈ છે જ નહિ, એ અનિવચનીય છે.૪ આ પ્રકારે ભગવાન મહાવીરે પણુ ઉપનિષદ્ય અને બુદ્ધની જેમ “નેતિ નેતિ'ના જ આશ્રય લઈને વિશુદ્ધ અથવા તા મુક્ત આત્માને વર્ણવ્યા છે. એ મુક્તાત્માના સ્વરૂપના યથાર્થ અનુભવતા ત્યારે જ થાય જ્યારે તે દેહમુક્ત બનીને મુક્તિલાભ કરે વસ્તુસ્થિતિ આવી છતાં અવનીયને પણ વર્ણવવાના પ્રયત્ને દાર્શનિકોએ કર્યાં છે; અને તે વણ્ તામાં પરિભાષાએના ભેદ થઈ ગયા છે છતાં પણુ તત્ત્વમાં કરશે જ ભેદ નથી એવા અભિપ્રાય સુપ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રે ઉચ્ચાર્યાં છે. તેમણે જણાવ્યુ` છે કે સ ંસારાતીત તત્ત્વ જેતે નિર્વાણુ કહેવામાં આવે છે તે અનેક નામે પ્રસિદ્ધ છતાં તત્ત્વતઃ એક જ છે.પ એ એક જ તત્ત્વના સદાશિવ, પરમબ્રહ્મ, સિદ્ધાત્મા, તથતા ઈત્યાદિ નામે ભલે જુદાં હોય પણુ તે તત્ત્વ તા એક જ છે. આ જ વસ્તુ આચાય કુન્દકુન્દે પણ કહી છે. તેમણે કવિમુક્ત પરમાત્માના પર્યાયે જણાવ્યા છે તે આ પ્રમાણે છે-નાની, શિવ, પ્રમેષ્ઠી, સર્વજ્ઞ, વિષ્ણુ, ચતુર્મુખ, બુદ્ધ, પરમાત્મા-એથી જણાય છે કે પરમ તત્ત્વ તેા એક જ છે. નામ ભલે જુદાં હોય. આમ, ધ્યેયની દૃષ્ટિએ ભલે નિર્વાણુમાં ભેદ ન હોય, પણુ દાનિકોએ જ્યારે તેને વર્ણવ્યુ ત્યારે તેમાં જે પ્રકારના ભેદ થયા છે તેના આધાર તે તે દાર્શનિકાની તત્ત્વવ્યવસ્થા છે. એ તત્ત્વવ્યવસ્થાના પ્રકારમાં જેવા ભેદ છે તેવા ભેદ નિર્વાણના વનમાં પણ પડે તે સ્વભાવિક છે. દા ખલા ૧. મિલિન્દ પ્રશ્ન ૪. ૮. ૬૬-૬૭, પૃ૦ ૩૦૯ ૨. મિલિન્દ પ્રશ્ન ૪. ૭, ૧૫, પૃ૦ ૨૬૫, ઉદાન ૭૧ ૩. બૃહદા૦ ૪. ૫. ૧૫ ૪, આચારાંગ સૂ૦ ૧૭૦ યેગર્દષ્ટિસમુચ્ચય. ૧૨૯ ५. संसारातीततत्त्वं तु पर ६. सदाशिवः परं ब्रह्म सिद्धात्म । तथतेति च । शब्दस्तदुच्यतेऽन्वर्थादेवमेवैवमादिभिः ॥ યેાગદ૦ ૧૩૦, ષોડશક ૧૬, ૧-૪ ૭. ભાવાજીત ૧૪૯ Jain Education International निर्वाणस ज्ञितम् । तद्धयेकमेव नियमात् शब्दभेदेऽपि तत्त्वतः ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy