________________
૧૦૫
થઈ જાય
તરીકે ન્યાય-વૈશેષિ આત્મા અને તેના જ્ઞાન- સુખાદિ ગુણાને ભિન્ન માને છે અને આત્મામાં જ્ઞાનાદિની ઉત્પત્તિ શરીરાશ્રિત માને છે. આથી જ મુક્તિમાં જો શરીરના અભાવ થઈ જતા હોય તા “નયાયિક-વૈશેષિકાએ મુકતાત્મામાં જ્ઞાન-સુખાદિ ગુણ્ણાના પણ અભાવ માનવા જ પડે. એ જ કારણુ છે કે તેમણે સ્વીકાર્યુ કે મુકિતમાં જ્ઞાન સુખાદિ આત્માના ગુણાના અભાવ છે. માત્ર વિશુદ્ધ ચૈતન્ય તત્ત્વ શેષ રહે છે.૧ એ જ મુક્તિ છે. આમ જીવાત્મા મુક્તિમાં જ્ઞાન– સુખાર્પાદન્ય છે એમ માનવા છતાં પણ તેમને મતે જે ઈશ્વરાત્મા છે તે તા નિત્ય જ્ઞાન-સુખાદિયુક્ત છે.૨ આ પ્રકારે આત્મામાં નહિ તેા પરમાત્મામાં પણ છેવટે સર્વજ્ઞતા અને આત્યંતિક સુખ-આનંદ માનીને નૈયાયિક-વૈશેષિકા પણુ, અન્ય દાર્શ્વનિકા જેએક મુક્તાત્માને જ્ઞાન સુખાદિસમન્વિત માને છે તેઓની હરાળમાં બેસી જ ગયા છે.
બૌદ્ધોએ દીપનિર્વાણુની ઉપમા આપીને નિર્વાણુને વધ્યું છે, એટલે નિર્વાણમાં ચિત્ત લુપ્ત થઈ જાય છે એવી એક માન્યતા પ્રચાલિત થઈ. વળી નિરાધ૪ શબ્દના વ્યવહાર પણ દાર્શનિકાને ભ્રમમાં નાખી દે તેવા હતા, તેથી પણ મુક્તિમાં કશુ જ રહેતું નથી એવુ માન્યતાને બળ મળ્યું, પર ંતુ બૌદ્ધદનના સમગ્ર ભાવે વિચાર કરીએ તેા તેમાં પણ નિર્વાણનુ સ્વરૂપ એવું જ બતાવવામાં આવ્યુ છે, જેવું ઉપનિષદ કે ખીજું દશનામાં,પ વિશ્વની બધી વસ્તુને સ ંસ્કૃત એટલે કે ઉત્પત્તિશીવ હેાવાથી ણિક માની છે, પણ તેમાં નિર્વાણુના અપવાદ છે. નિર્વાણુ એ અસ ંસ્કૃત છે. તેના જનક કાઈ હેતુ નથી તેથી તેના વિનાશ પણ થતા નથી. તે અસ ંસ્કૃત હેાવાથી અજાત, અભૂત, અમૃત છે.૨ સસ્કૃત અનિત્ય, અશુભ, દુઃખરૂપ છે, પણ અસંસ્કૃત એ ધ્રુવ, શુભ અને સુખરૂપ છે. જેમ ઉપનિષદમાં બ્રહ્મા નન્દ એ આનંદની પરાકાષ્ઠા છે તેમ નિર્વાણુના આનંદ એ પણ આનંદની પરાકાષ્ઠા છે. પ્રકારે બૌદ્ધોની દૃષ્ટિએ પણ નિર્વાણમાં જ્ઞાન અને આનંદ છે જ. વળી એ જ્ઞાન અને આનદને અસંસ્કૃત -અજ કહેતા હેાવાર્થી વસ્તુતઃ નૈયાયિકાના ઈશ્વરના જ્ઞાન અને આનંદથી તેમાં કશા જ ભેદ પડતા નથી, એટલુ જ નહિ, પણ વેદાન્તસ ંમત બ્રહ્મની નિત્યતા અને જ્ઞાનાનન્દમયતા જે છે તેમાં અને બૌદ્દોના નિર્વાણુમાં પણ ભેદ નથી,
આ
સાંખ્યને મતે પણ નૈયાયિકના આત્માની જેમ વિશુદ્ધ ચૈતન્ય જ મુકતાવસ્થામાં શેષ રહે છે. જ્ઞાન–સુખાદિ એ નૈયાયિક મતે આત્માના ગુણુ છતાં તેની ઉત્પત્તિ શરીરાશ્રિત હતી; તેથી શરીરના અભાવમાં જેમ તેમણે તે ગુણેાના અભાવ માન્યા તેમ સાંખ્યાને મતે પણ જ્ઞાન, સુખાદિ એ પ્રાકૃતિક ધર્મી હોવાથી પ્રકૃતિના વિયાગ થતાં એ ગુણ્ણ અને પુરુષ માત્ર શુદ્ધ
મુક્તાત્મામાં રહે
૧.ન્યાયભાષ્ય ૧. ૧. ૨૧; ન્યાયમંજરી પૂ૦ ૫૦૮
૨. ન્યાયમંજરી પૃ૦ ૨૦૦-૨૦૧
૩. આ જ માન્યતાનું ખંડન પ્રસ્તુત ગણુધરવાદમાં કરવામાં આવ્યું છે. ગા૦ ૧૯૭૫ ૪. નિરાધને વાસ્તવિક અથ છે તૃષ્ણાક્ષય કે વિરાગ,-વિસુદ્ધિમગ્ગ ૮. ૨૪૭; ૧૬, ૬૪ ૫ એ અભાવરૂપ નથી એના સમર્થન માટે વિરુદ્ધિમગ્ન ૧૬, ૬૭
૬ ઉદાન ૭૩, તિસુદ્ધિમગ્ન ૧૬. ૭૪ ૭. ઉદાન ૮૦, વિસુદ્ધિમગ્ન ૧૬, ૭૧; ૧૬, ૯૦ ૮. તૈત્તિરીય ૨. ૮ ૯. મઝિમનિકાય-૫૭ (બહુવેદનીયસુત્ત ત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org