SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ નામ-રૂપને સમુદાય એ પુદ્ગલ-જીવ છે. એક નામ-રૂ ૫થી બીજુ નામરૂ૫ ઉત્પન્ન થાય છે. જે નામ-રૂપે કર્મ કર્યું તે તો વિનષ્ટ થઈ જાય છે, પણ તેનાથી બીજુ નામરૂપ-ઉત્પન્ન થાય છે તે પૂર્વોક્ત કર્મને ભોક્તા બને છે. આ પ્રમાણે સંતતિની અપેક્ષાએ પુદ્ગલમાં કતૃત્વ અને ભકતૃત્વ છે. સં યુત્તનિકાયમાં કાશ્યપે ભગવાન બુદ્ધ સાથે આ વિશે ચર્ચા કરી છે. તેણે ભગવાનને પૂછયું કે દ:ખ સ્વકત છે ? પરકત છે ? –પરત છે ? કે અસ્વ-૫૨કૃત છે ? એ બધા પ્રશ્નોના ઉત્તરમાં ભગવાને નકાર ભર્યો એટલે તેણે ભગવાનને એ વિશે સ્પષ્ટીકરણ કરવા કહ્યું. ભગવાને ઉત્તરમાં જણાવ્યું કે દુઃ ખ વકત છે એમ કહેવાનો અર્થ એ થાય કે જેણે કર્યું તે જ ભગવે પરંતુ આના અર્થ એ થ ય કે આત્મા શાશ્વત છે. અને જો એમ કહું કે દુ:ખ સ્વકૃત નથી પણ પરકૃત છે એટલે કે કમકર્તા કોઈ બીજો છે અને ભગવે છે કેઈ બીજે, તે તેને અર્થ એમ થાય કે આત્માનો ઉરછેદ થાય છે પણ તથાગતને શાશ્વતવાદ પણ ઈષ્ટ નથી અને ઉરછેદવાદ પણ ઈટ નથી, પણ પ્રતીત્યસમપાદવાદ ઇષ્ટ છે એટલે કે પ્રથમનું નામ-૨૫ હતું એટલે ઉત્તરનું નામ-રૂપ થયું, બીજ' પ્રથમથી ઉત્પન્ન થયું છે તેથી તેને કરેલા કર્મને ભગવે છે, આ જ વસ્તુ અનેક દૃષ્ટાંતથી નાગનેને રાજ મિલિન્દને સમાવી છે. તેમાંનું એક દષ્ટાંત આ પ્રમાણે છે : ઘાસ-ક્સની ઝૂંપડીમાં કઈ દી સળગાવીને ભોજન કરવા બેઠા. અચાનક એ દીવાથી કંપડીને આગ લાગી. એ આગ પરંપરાએ ફેલાતી આ ખા ગામને પહોંચી વળી, અને આખા ગામને બાળી નાખ્યું. ભજન કરનારના દીવાથી તે માત્ર ઝૂંપડી જ સળગી હતી, પણ તેમાંથી ઉત્તરોત્તર આગને જે પ્રવાહ ચા તેથી ગામ બળી ગયું. આથી દીવાના અગ્નિથી પરંપરાએ ઉત્પન્ન થનાર અન્ય અગ્નિ ભિન્ન છતાં એ દીવાએ જ ગામ બાળ્યું એમ મનાય છે તેને અને માટે તે દીવ કરનાર દેષિત ગણાય છે; તેમ પુગલ વિશે પણ છે. જે કર્મ જે પૂર્વ પગલે કર્યું તે પુદ્ગલ ભલે નષ્ટ થઈ જાય, પણ એ જ પુગલને કારણે નવો પુગલ ઉ૫ને થાય છે અને તે ફલ ભેગવે છે: એટલે કતૃત્વ અને ભકતૃત્વ આ પ્રમાણે સંતતિમ ઘટતાં હોવાથી કોઈ કમ ભેગવ્યા વિનાનું રહેતું નથી, અને જેણે કર્યું હોય છે તેને તેનું ફળ પણ સંતતિની દષ્ટિએ મળી જાય છે. બૌદ્ધોની આ કારિકા સુપ્રસિદ્ધ છે - यस्मिन्नेव हि सताने आहिता कर्म वासना । फलं तत्रैव सन्धत्ते कापासे रक्तता यथा ॥3 જે સંતાનમાં કર્મની વાસનાને પુટ આપવામાં આવે છે એ જ સંતાનમાં ફલ પણ કપાસની રક્તતાની જેમ મળે છે. ધમપદમાં જે એમ કહ્યું છે કે જે પાપ છે તે આમાએ જ કર્યું છે, આત્માથી જ ઉત્પન થયેલું, જે પાપ કરે છે તેનું ફળ પણ તેને જ અનુભવવું પડે છે, એ આ સંસારમાં એવો કઈ ૧. સંયુત્તિનિકાય ૧૨. ૧૭, ૧૨, ૨૪. વિશુદ્ધિમગ ૧૭. ૧૬૮-૧૭૪ ૨ મિલિન્દ પ્રશ્ન ૨. ૩૧ પૃ૦ ૪૮; ન્યાયમંજરી પૂર ૪૪૩ ૩. સ્યાદ્વાદમંજરીમાં ઉદ્ધત કાળ ૧૮; ન્યાયમંજરી પૃ૦ ૪૪૩ ૪. અત્તન વ થતં પાપં અત્તત્ર મરણં મ ધમપદ ૧૬૧ ૫. ધમ્મપદ ૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy