SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શિવમાંથી જ પ્રકટે છે; એટલે તે બને પદાથે મિથ્યા નથી, પણ સત્ય છે. જીવને તત્ત્વતઃ અનેક સિદ્ધ કરવામાં પ્રસ્તુત ગ્રન્થમાં ઉક્ત બધા અદ્વૈતપક્ષથી વિરોધી મત ઉપસ્થિત કરવામાં આવ્યો છે. વેદાનતસૂત્રના વ્યાખ્યાતા મબ્રાચાર્ય આમાં અપવાદ છે. તેમણે બીજા વૈદિક દર્શનની જેમ જીવોને તવતઃ અનેક માનીને જ બ્રહ્મસૂત્રની વ્યાખ્યા કરી છે. પ્રસ્તુત ગ્રન્થના પ્રણેતાની સમક્ષ ઉક્ત બધા વેદાન્તના મતો હતા જ એમ કહેવાનું તાત્પર્ય નથી, પણ એ બધા વ્યાખ્યાભેદોને અનુસરીને જે મન્તવ્ય છે તેથી જુદું પડતું મન્તવ્ય પ્રસ્તુત ગ્રન્થમાં છે એટલું જ અહીં વક્તવ્ય છે. આત્માનું પરિમાણુ ઉપનિષદોમાં આત્માના પરિમાણ વિશે અનેક કલ્પનાઓ જોવા મળે છે. પણ એ બધી કલ્પનાને અંતે ઋષિએનું વલણ તેને વ્યાપક માનવા તરફ વિશેષરૂપે થયું. એ જ કારણ છે કે લગભગ બધાં વિદિક દર્શનેએ આત્માને વ્યાપક માને છે તેમાં અપવાદ માત્ર રામાનુજાદિ બ્રહ્મસૂત્રના શંકરેતર વ્યાખ્યાતાઓને છે, જેમણે બ્રહ્માત્માને વ્યાપક, પણ જીવાત્માને અણુપરિમાણ માન્ય છે. ચાવક ચૈતન્યને દેહ પરિમાણ માને અને બૌદ્ધો પણ પુદ્ગલને દેહ પરિમાણ માને એવી કલ્પના કરવી રહી. અને જેનાએ તે આત્માને દેહપરિમાણુ કહ્યો જ છે. આત્મા દેહપરિમાણ છે એ માન્યતા ઉપનિષદમાં પણ મળે છે. કૌષીતકી ઉપનિષદમાં કહ્યું છે કે જેમ છો તેને મ્યાનમાં, જેમ અગ્નિ તેને કુંડમાં વ્યાપ્ત છે, તેમ આત્મા શરીરમાં નખથી માંડીને શિખ સુધી વ્યાપ્ત છે. તેત્તરીય ઉપનિષદમાં અન્નમયપ્રાણમય, મનમય-વિજ્ઞાનમય, આનંદમય એ બધા આત્માને શરીર પ્રમાણુ કહ્યા છે. આ માને શરીરથી પણ સૂક્ષ્મપરિમાણ માનનારા હતા તેની સાક્ષી પણ ઉપનિષદો આપે છે. બૃહદારણ્યકમાં કહ્યું છે કે આત્મા એ ખા કે જવના દાણા જેવો છે. કેટલાકને મતે તે અંગષ્ઠપરિ. માગ છે ૫ તા ઇલાકને મતે તે વેંત જેવડો છે. મૈત્રી ઉપનિષદ (૬૩૮)માં તે તેને અણુથી પણ અણુ કહ્યો છે. વળી જ્યારે આત્મા અવષ્ણુ મનાય ત્યારે ઋષિઓએ તેને અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન કહીને સંતોષ પકડયો.૭ આત્માની વ્યાપકતા જ્યારે બધાં દર્શનાએ માની ત્યારે જૈને તેને દેહપરિમાણુ કહેવા છતાં કેવળજ્ઞાનની અપેક્ષાએ વ્યા૫ક કહેવા લાગ્યા. અથવા તે આત્મપ્રદેશને સમુદ્યાત-દિશામાં જે વિસ્તાર થાય છે તેની અપેક્ષાએ લેકવ્યાપ્ત કહેવા લાગ્યા. (ન્યાય ખંડખાઘ). આત્માને દેહપરિમાણ માનનારાઓની જે દલીલ છે તેને સાર પ્રસ્તુત (૧૫૮૫-૮૭) પ્રસ્થમાં આવે જ છે એટલે એ વિશે વધારે લખવું અનાવશ્યક છે. પણ એક વાત અહીં કહેવી જરૂરી છે અને તે એ કે જે દેશના આત્માને વ્યાપક માને છે તેઓને મતે ૫શુ સંસારી આત્માના જ્ઞાન, સુખ, દુઃખ ઇત્યાદિ ગુણે તો શરીરમર્યાદિત આત્મામાં જ અનુભવાય છે. શરીરની બહારના આત્મપ્રદેશમાં નહિ. ૧. મુંડક. ૧૧.૬ ૨. વૈશ૦ ૭૧.૨૨; ન્યાય મં૦ પૃ૦ ૪૬૮ (વિજય૦); પ્રકરણ ૫૦ પૃ૦ ૧૫૮, ૨ કૌષિક ૪.૨૦- ૩. તત્તરીય ૧,૨ ૪, બહા૨ ૫,૬,૧ ૫. કઠ ૨-૨,૧૨, ૬, છાન્દો, ૫, ૧૮, ૧ ૩. કઠું ૧.૨.૨૦: છોધે. ૩,૧૪,૩; તાર ૩૨૦ ૮, બ્રહ્મદેવ કૃત દ્રવ્યસં૦ ટી૦ ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy