________________
આ પ્રમાણે સંસારી આત્મા પૂરતું તે આત્માને વ્યાપક માનવામાં આવે કે શરીર પ્રમાણ, સંસારીપણું તો શરીરમર્યાદિત આત્મામાં જ છે.
આત્માને વ્યાપક માનનારાઓને મતે જીવની જુદી જુદી નારકાદિ ગતિ સંભવે છે, પણ તેઓને મતે ગતિને અર્થ જીવનું ગમન નથી પરંતુ તે સ્થાનમાં લિંગશરીરનું ગમન થાય છે, અને પછી જે વ્યાપક આત્માની સાથે નવા શરીરને ત્યાં સંબંધ થાય તેને જ જીવની ગતિ કહેવામાં આવે છે. તેથી વિપરીત દેડ પરિણમવાદી જૈનેને મતે જીવ પોતાના કામણ શરીરને સાથે લઈને તે તે સ્થાનમાં ગમન કરે છે અને નવા શરીરની રચના કરે છે. અશુપરિણામ જીવને જે લેકે માને છે તેઓને પણ તે જીવ લિંગશરીરને સાથે લઈને ગમન કરે છે અને નવા શરીરનું નિર્માણ કરે છે. બૌદ્ધને મતે ગતિનો અર્થ એ છે કે એક પુગલને મૃત્યુ સમયે નિરોધ થાય છે અને અન્યત્ર તેને જ લીધે ન પુદ્ગલ ઉત્પન્ન થાય છે એ જ પુદ્ગલની ગતિ કહેવાય છે.
ઉપનિષદોમાં પણ કવચિત મરણકાલે જીવની ગતિ-ગમનનું વર્ણન આવે છે તે ઉપરથી જણાય છે કે જીવની ગતિની માન્યતા પ્રાચીન કાળથી ચાલી આવે છે.'
જીવની નિત્યાનિત્યતા
જન અને મીમાંસક
ઉપનિષદનાં “વિજ્ઞાનઘન ઇત્યાદિ વાક્યની વ્યાખ્યા પ્રસંગે (ગા) ૧૫-૩-૬) અને બૌદ્ધસંમત ક્ષણિક વિજ્ઞાનના નિરાકરણ (ગા) ૧૬૩૧) પ્રસંગે તથા અન્યત્ર (ગા) ૧૮૪૩, ૧૯૬૧) આત્માને નિત્યાનિત્ય કહ્યો છે. આત્મા ચૈતન્ય દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, એટલે કે અનાત્મથી આત્મા કદી ઉત્પન્ન થતો નથી અને આત્મા કદી અનાત્મા બનતો નથી એ અપેક્ષાએ તે નિત્ય કહેવાય છે, પણ આત્મામાં જ્ઞાન-વિજ્ઞાનના પર્યાયે-અવસ્થાઓ બદલતી રહે છે તેથી તે અનિત્ય પણ છે એવું સ્પષ્ટીકરણ જૈન દષ્ટિએ કરવામાં આવ્યું છે. આ જ દૃષ્ટિ મીમાંસક કુમારિકને પણ માન્ય છે.
સાંખ્યોને ફૂટસ્થવાદ
(A) આ વિષયમાં દાર્શનિકેની જે પરંપરાઓ છે તે વિશે થોડો વિચાર જરૂરી છે. સાંખ્યયોગ આત્માને ફૂટસ્થ નિત્ય માને છે એટલે કે તેમાં કશું જ પરિણામ કે વિકાર માનતા નથી. સંસાર અને મોક્ષ પણ આત્માના નહિ પણ પ્રકૃતિના માને છે (સાંખ્ય કા૦ ૬૨). સુખ-દુઃખ-જ્ઞાન પણ આત્માના ધર્મો નથી પણ પ્રકૃતિના છે (સાંખ્ય કા૦ ૧૧) એમ માને છે. આમ કરીને આભાને સર્વથા અપરિ. ભુમી તેમણે માન્યો છે. પણ કર્તુત્વ નહિ છતાં ભેગ તે આત્મામાં માન્યો જ છે એ ભેગને લઈને પણ આત્મામાં પરિણામ ઘડી શકવાને સંભવ હોવાથી કેટલાક સાંખ્યોએ તે ભોગને પણ વસ્તુતઃ આત્મધર્મ મા
માન્યું નથી. અને એ રીતે આત્માના ફૂટસ્થત્વની રક્ષા કરવા પ્રયત્ન કર્યો છે.
... = મારા
Idવાત ના
૧, છાદોગ્ય–૮. ૬, ૫ ૨, જુઓ તસ્વસં, કા. ૨૨૩-૨૨૭; લેકવા૦ આત્મવાદ ૨૩-૩૨, ૩, સાંખ્યકા૦ ૧૭. ૪, સાંખ્યત૦ ૧૭,
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org