SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ . આમ કરીને મવાચા સમસ્ત ઉપનિષદોના અત વલણને જ બદલી નાખ્યું છે. તેમના મતે જીવે અનેક છે, અણુપરિમાણ છે અને નિત્ય છે. જેમાં બ્રહ્મ સત્ય છે તેમ છે પણ સત્ય છે; માત્ર તે પરમાત્માને અધીન છે. (૧) વિજ્ઞાનભિક્ષુનો અવિભાગ ત—વિજ્ઞાનભિક્ષુને મત છે કે પ્રકૃતિ અને પુરુષ-છવ એ બ્રહ્મથી ભિન્ન છતાં છૂટાં-વિભક્ત રહી શકતાં નથી, પણ તેમાં તે બને અતહિંત-ગુપ્ત-અવિભક્ત છે; તેથી તેમના મતને “અવિભાગ દ્વત” કહે છે. પુરુષો-છ અનેક છે, નિત્ય છે, વ્યાપક છે, જીવ અને બ્રહ્મના સંબંધ પિતા-પુત્રના સંબંધ જેવો છે, અંશાંશભાવવાળા છે, પુત્ર જન્મ પહેલાં પિતામાં જ હતા તેમ જીવ બ્રહ્મમાં જ હતો અને બ્રહ્મમાંથી જ તે પ્રકટ થાય છે, અને પ્રલય વખતે બ્રહ્મમાં જ લીન થાય છે. ઈશ્વરની ઈચ્છાથી જીવને પ્રકૃતિ સાથે સંબંધ થાય છે અને જગતની ઉત્પત્તિ થાય છે () ચિતન્યને અચિંત્ય ભેદભેદવાદ–શ્રી રમૈતન્યને મતે શ્રીકૃષ્ણ જ પરમબ્રહ્મ છે. તેમની અનન્ત શક્તિઓમાં એક જીવશક્તિ પણ છે અને એ શક્તિમાંથી અનેક જીવને ઉગમ થાય છે. એ છો અપરિમાણ છે, બ્રહ્મના અંશરૂપ છે અને બ્રહ્મને અધીન છે. છો અને જગત પરમબ્રહ્મથી ભિને છે કે અભિન્ન છે એ વસ્તુ અચિંત્ય છે એમ રૌતન્ય માનતા હોવાથી તેમના મતને “અચિંત્યભેદભવાદ” કહેવામાં આવે છે. જીવ પરબ્રહ્મરૂપ કૃષ્ણથી જુદાં છતાં તેમની ભક્તિમાં તલ્લીન થઈને પિતાના સ્વરૂપને ભૂલીને કૃષ્ણસ્વરૂ૫ હેય એમ માનવા લાગી જાય એ જ ભક્તજીવનનું પરમ ધ્યેય સ્વીકારવામાં આવ્યું છે. (૮) વલભાચાર્યને શુદ્ધતમા–આચાર્ય વલભને મત જગત એ બ્રહ્મનું પરિણામ છતાં માં કોઈ પણ પ્રકારને વિકાર પ્રાપ્ત થતી નથી. બ્રહ્મ પિતે જ, શુદ્ધ બ્રહ્મ જ જગરૂપે પરિણમ્યું છે. એની સાથે માયાને સંબંધ નથી, અવિદ્યાને સંબંધ નથી તેથી તે શુદ્ધ કહેવાય છે અને એવું શદ્ધ બ્રહ્મ જ કારણ અને કાર્ય બને રૂપે છે, એટલે એ વાદને “શુદ્ધોદૈત” કહેવાય છે. આથી એ પણ ફિલિત થાય છે કે કારણબ્રહ્મની જેમ કાર્ય બ્રહ્મ જગત પણ સત્ય છે, મિથ્યા નથી. “અગ્નિમાંથી સ્કૂલિંગની જેમ બ્રહ્મમાંથી જીવોને ઉદ્દગમ છે. જીવમાં બ્રહ્મના સત અને ચિત્ એ બે અંશે પ્રક્ટ છે. જ્યારે આનંદ અંશ અપ્રકટ છે. જીવ નિત્ય અને અણુ છે, બ્રહ્મને અંશ છે અને બ્રહ્મથી અનન્ય છે.” જીવની અવિદ્યાથી તેને અહંતા-મમતાત્મક સંસાર નિર્મિત થાય છે. વિદ્યાથી અવિદ્યાને નાશ થઈ ઉક્ત સંસારને પણ નાશ થઈ જાય છે. (2) શૈોને મત વેદ અને ઉપનિષદોને પ્રમાણ માનીને અદ્વૈત બ્રહ્મ-પરમાત્માને સ્વીકારનારા વેદાન્તીએ જીવોના નાનાત્વ-અનકપણાની સંગતિ જે રીતે કરે છે તે આપણે ઉપર જોયું, હવે જેઓ વેદ અને ઉપનિષદોને પ્રમાણ માન્યા સિવાય અને વદિ દ્વારા ઉપદિષ્ટ વર્ણાશ્રમ ધર્મને અપનાવ્યા સિવાય અદ્વૈતમાર્ગને અપનાવે છે અને તેને આધારે અનેક જીવોની સંગતિ કરે છે તેવા શિવના અનુયાયી શેને મત વિચારીએ. આ મતને “પ્રત્યભિજ્ઞા દર્શન” પણ કહે છે, શૈોને મતે પરબ્રહ્મને બદલે અનુત્તર નામે એક તત્વ છે. એ તત્ત્વ સર્વશક્તિમાન નિત્ય પદાર્થ છે. તેને શિવ અને મહેકવર પણ કહેવામાં આવે છે. જીવો અને જગત એ બને શિવની ઇરછાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy