________________
૩૨
સાતમી-આઠમી સદીમાં નથી બંધાયેલાં એ પણ લક્ષમાં રાખવું જોઈએ; અને મોઢેરાના મંદિર પરની લાલિત્યમયી, સુંદર મુખાકૃતિયુકત, શાંતિ રસથી દીપ્ત પ્રતિમાઓ અહીં નથી એમ નહીં પણ ઘણી થોડી અને તે વિમલના સમય પૂરતી મર્યાદિત છે. ૧૨મી-૧૩મી શતાબ્દીનું રૂપકામ એટલું સરસ ન થતું એ વાતની કોઈ ના નહીં પાડી શકે : પણ સાચું પૂછો તો દેલવાડામાં, અને એ યુગમાં, મહત્ત્વ રૂપકામનું નથી : એનો ભાગ તો સ્થાપત્યને અનુકૂળ બની એના અંગભૂત ઘટકરૂપે ગોઠવાઈ જવા પૂરતો જ છે. અહીં વિજય રૂપકામના શિલ્પીઓનો નહીં, વાસ્તવિશારદ આયોજનના નિષ્ણાત સ્થપતિનો છે. એની જયગાથા અહીંની સ્તમ્ભાવલી અને બેનમૂન વિતાનોમાં પ્રતિઘોષિત થતી જોઈ શકાય છે. કેવળ સાદા કે ઓછી કોરણીવાળા સ્તમ્ભો અહીં શોભત નહીં. ખજૂરાહો અને કલિંગના સૂત્રધારો જે ભૂલ કરી ગયા તે મારુ-ગુર્જર સ્થપતિઓએ નથી કરી; અને આ સ્તમ્ભોના સુશોભનની ભરચકતા ઊડસૂડ નથી જ. એના ઉદયની રચનામાં થતી કુંભિકા, જંઘા, અને અલંકારમય મેખલાઓના વિન્યાસમાં શિસ્તબદ્ઘ નિયોજન કામ કરી રહ્યું છે. ધ્યાન દઈને જોઈશું તો સ્તમ્ભો સ્તમ્ભો વચ્ચે પણ પ્રમાણભાર અને કોતરણીના સામંજસ્યનું વ્યવસ્થિત કલ્પનાતંત્ર કામ કરી રહેલું દેખાશે. વિતાન વિષે વિચાર કરીએ તો એ વાત સ્પષ્ટ જ છે કે, વિતાનની સમસ્ત લીલાનો આવિર્ભાવ જેટલા કૌશલથી, એની તમામ બારીક ખૂબીઓ સાથે આરસમાં થઈ શકે તેટલો વેળુકાપાષાણમાં ન તો થઈ શકે કે ન તો શોભે. રાજસ્થાન અને ગુજરાતના ધ્વસિત મંદિરોના કાટમાળમાંથી બનેલી મસ્જિદોમાં ઉપયોગમાં લેવાયેલા જૂના વેળુ પથ્થરના સમાન્તર વિતાનો આ હકીકતને ગવાહી દે છે : અને વિતાન-વિધાનનો ચરમ વિકાસ તો છેક ૧૩મી શતાબ્દીમાં થયો હોઈ આ બાબતમાં તો એ ૮મીથી ૧૧મીના ગાળામાં બંધાયેલાં મંદિરો તો શું પણ ગુપ્તકાલીન મંદિરોથી પણ ચઢી જાય એ વાતનો સ્વીકાર કરવો જ રહ્યો : અને અહીં વપરાયેલો આરસ એ કંઈ મકરાણાનો આંખને આંજી દે એવો કે તાજાં અસ્થિ જેવો શ્વેતકાંત નથી; કે નથી એ સોનાણાનો ધોળો કોડા જેવો અને લુખ્ખો સુકકો : એ તો છે આરાસણની ખાણનો, મઝાનો ઝીણા પોગરનો મુલાયમ આરસ, જેની આંતરત્વચામાં વિખેરાઈ જતા ઇન્દ્રધનુ શા આછા નિસર્ગદત્ત રંગો પરગયેલા છે : ને આ મંદિરોની માલિકોર વીતી ગયેલા જમાનાઓએ એને કોઈ ન કરી શકે એવો મધુર, પુરાણા ગજદંત શો, રંગ દીધો છે : તિલરસ જેવો મૃદુ ઓપ એના અંગ પર છવાયો છે. આ વાત પણ લક્ષમાં લઈએ તો આરસનો અહીં થયેલો ઉપયોગ અનુચિત ગણતાં પહેલાં વિચાર કરવો પડશે. વાસ્તવમાં તો નિર્પ્રન્થદર્શનના તત્ત્વજ્ઞાન સાથે અહીંના આરસની સપ્તરંગી ધવલતા, નિશ્ચલતા, અને સૌમ્યતાનો કેટલો સુમેળ છે ! જૈન તીર્થસ્થાનોની કલા માટે આરાસણનો આરસ કેવો અનુકૂળ છે ! નિર્વિકાર,
Jain Education International
દેલવાડાનાં દેરાં
For Private & Personal Use Only
www.jainelibrary.org