________________
દેલવાડાનાં દેર
૨૯
રંગો ધરાવતી, સંમોહક છત છે. તો ચિત્ર ૮૧માં લંબચોરસ આકૃતિમાં પદૃબંધો વચ્ચે ઊંડાણમાં પર ખંડો પાડી તેમાં સાબુના લાટા જેવી અનલંકૃત પણ ઘાટદાર, ઘનાકાર, ઊપસતા મથાળાવાળી મંજૂષાઓ સમાન ભાસતી લૂમાઓવાળી સરસ છત છે (ચિત્ર ૮૨). પરંતુ અનન્ય કહી શકાય તેવો એક ક્ષિપ્તોક્લિપ્ત જાતિનો વિતાન પણ અહીં જ છે. સમુદ્રના અતલ ઊંડાણમાંથી ઉપર આવવા મથી રહેલ પરવાળાના ખડકોનું ભાવામૂર્ત (અને ભૌમિતિક નિયમોને અધીન હોય તેવી રચનાનું) દશ્ય જોતા હોઈએ તેવો ભાસ કરાવતી આ છતમાં ટાંકણાથી વિગતો ભરવાની થોડી અધુરાશ એના શિલ્પીએ રાખી દીધી ન હોત તો છત જગવિખ્યાત બની જાત (ચિત્ર ૮૨).
લૂણવસહીની યાત્રા તો અહીં પૂરી થાય છે, પણ ૧૫મી સદીના જૈન ગ્રન્થકારોએ આ વસહીમાં રહેલા વાસ્તુદોષો વિષે એક અનુશ્રુતિ નોંધી છે તેનો નિર્દેશ કરી લઈએ. તપાગચ્છીય જિનહર્ષસૂરિકૃત વસ્તુપાલચરિત્ર (સં. ૧૫૦૫ | ઈ. સ. ૧૪૪૯), ઉપદેશસાર-ટીકા, અને પુરાતન-પ્રબન્ય-સંગ્રહ (૧૫મી સદી મધ્યભાગ) અંતર્ગત થોડી વધતી વિગતોના ફરક સાથે તે નોંધાયેલી છે. આ દોષો મંત્રીશ્વરને એમના મુરબ્બી મિત્ર, જાબાલીપુરીય કવિ યશોવીરે બતાવેલા. તદનુસાર કસોટીના પથ્થરમાં કરેલી દ્વારશાખા, સ્તભો પર વિલાસિની(નાયિકાઓ)ની પૂતળીઓ, સૂત્રધાર શોભનદેવની માતાની મૂર્તિની ઉપસ્થિતિ, (રંગમંડપની છતમાં) મુનિ-મૂર્તિઓ બારે તપોવન, અને હસ્તિશાલાને પ્રાસાદની સન્મુખ રાખવાને બદલે તેનું પાછળના ભાગે સંયોજન ઇત્યાદિ અનૌચિત્યથી થનાર વિશેષ પૂજાનો નાશ, ઈત્યાદિ. આમાં હસ્તિશાલાને પાછળ મૂકવાન અનૌચિત્ય સંબંધના મુદ્દા સાથે તો આપણે પણ સહમત થઈ શકીએ તેમ છીએ.
જગપ્રવાસીઓનું યાત્રાધામ બનેલા દેલવાડાનાં આ બે મંદિરો પર જ કેટલું લખાયું છે ? પુરાન્વેષક કઝિન્સ એનાં સર્વેક્ષણ અને નિરીક્ષણ કર્યા છે. દા. સાંકળિયા સમા પાછલી પેઢીના અગ્રણી પુરાતત્ત્વવિદે એનાં સ્થાપત્યતત્ત્વોની સમીક્ષા કરી છે. વિલ્સન અને કિલ્હોર્ન, જિનવિજયજી, જયંતવિજયજી, અને કલ્યાણવિજયજીએ એના ઉત્કીર્ણ લેખો ઉકેલ્યા છે.
સ્વ. મુનિવર્ય શ્રી જયંતવિજયજીએ તો અથાક પરિશ્રમ લઈ આ મંદિરોમાંનાં કેટલાયે રૂપકો–ભાવદશ્યોનું પહેલી જ વાર અર્થઘટન કરી આરસમાં કંડારેલી જૈન કથાઓને વાચા આપી છે. આ બન્ને મંદિરોના કેટલાક ચુનંદા વિતાનોનું શાસ્ત્રીય વિવરણ શ્રી જયેન્દ્ર નાણાવટી અને સાંપ્રત લેખકે અન્યત્ર કર્યું છે. ૧૯મી સદીના અગ્રચારી શોધક અને ઈતિહાસરસિક ટૉડ આ બે દેવાલયોના આરસી સૌંદર્ય પર વારી ગયો છે. વિકટોરિયન યુગના ગ્યુસન સરખા મહાન કલામીમાંસકે એનું ઊંચું મૂલ્યાંકન કર્યું છે. ઇંગ્લેન્ડની અલંકારસંપન્ન ગૉથિક શૈલીનાં શોભનો કરતાં અહીંના સમદશ આવિષ્કારો એણે ઉચ્ચતર માન્યા છે. કઝિન્સને અહીંની કેટલીક ભાતો સુંદરતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org