________________
જેનમૂતિવિધાન વાહન મયૂર છે અને તેના હાથમાં ચક્ર, ફળ, તલવાર અને વરદમુદ્રા હોય છે. તેનું બીજુ નિર્વાણું નામ નિર્વાણને પણ ભાવ રજૂ કરે છે. તેના હાથમાંનું પુસ્તક, પદ્મ, કમડલું વગેરે બ્રહ્માની પત્ની સરસ્વતીના પ્રતીક. મહામાનસીને વિદ્યાદેવી તરીકે માનેલી છે તેથી મહામાનસી યક્ષિણે તેના હાથમાં જે વસ્તુઓ ધારણ કરે છે તેમાં સરસ્વતી મૃતદેવતા વિદ્યાદેવીને ખ્યાલ આવે છે. માનસી એટલે સરસ્વતી અને મહામાનસી એટલે કે “વિદ્યાની મહાનદેવ દેવીઓમાં સર્વશ્રેષ્ઠ દેવી, તેનું મયુરનું પ્રતીક સરસ્વતી સાથે સંકળાયેલું છે. સરસ્વતી નદીની દેવી છે. વિદ્યાદેવી તરીકે તેનું વાહન મયુર પક્ષી છે. સેળમા તીર્થકર શાન્તિનાથની આ યક્ષિણી છે.
૧૭. બલા અથવા વિજ્યા ? યક્ષ ગંધર્વની આ યક્ષિણ છે. વેતામ્બર ગ્રંથે પ્રમાણે ગૌરવણ, આ યક્ષિણી મયૂર ઉપર સ્વારી કરે છે અને તેના હાથમાં બિરૂ, ત્રિશૂળ, ભુશડી અને પદ્મ હોય છે. શિલ્પરત્નાકર તેને સુવર્ણ જેવા વર્ણવાળી જણાવે છે. દિગબર શાસ્ત્રો પ્રમાણે વિજ્યાનું વર્ણન જુદું જણાઈ આવે છે. વિજયાનું વર્ણન સાહિત્ય પ્રમાણે તે દિગંબરની યક્ષિણી છે અને તે શ્યામ વરાહ (wા રાવ8) ઉપર સવારી કરે છે. તેના હાથમાં શંખ, તલવાર, ચક્ર અને વરદમુદ્રા ધારણ કરે છે. શ્વેતામ્બરની યક્ષિણી બલા કે અયુતા મયુરવાહન ધરાવે છે. મયુર સરસ્વતીનું વાહન છે તેનો યક્ષ ગંધર્વ સૂર્ય ઉપર સ્વાર થાય છે અને તે દૈવી ગવૈયે છે. સરસ્વતી પણ સંગીતકલાની અધિષ્ઠાતા મનાય છે. બિજેરૂં પ્રતીક યક્ષનું લક્ષણ છે અને તે પતિ અને પત્ની બંને ધારણ કરે છે દિગંબરની વિજ્યા વરાહ ઉપર સ્વારી કરે છે તે હિંદુધર્મશાસ્ત્રની વારાહી દેવીની સાથે કેટલુંક સામ્ય ધરાવે છે આ યક્ષિણીનું સ્વરૂપ બૌદ્ધધર્મની મારીચીને પણ કેટલેક અંશે અનુસરે છે. તેનાં બીજાં પ્રતીકે દિગમ્બર ગ્રંથના આધારે ચક્ર, તલવાર, શંખ અને વરદ છે, જે વારાહીમાંથી લીધેલાં જણાય છે. જિન કુંથુનાથની આ યક્ષિણી છે.
૧૮. ધારિણી અથવા તારા યક્ષેન્દ્ર સાથેની આ યક્ષિણીને જૈનધર્મના બને સંપ્રદાય જુદી રીતે વર્ણવે છે. વેતામ્બર ગ્રંથ યક્ષિણી ધારિણીને કમળ ઉપર બેઠેલી, નીલવર્ણવાળી, ચાર હાથવાળી વર્ણવે છે તેના હાથમાં માતુલિંગ, બે કમળ અને અક્ષત્ર હોય છે. દિગબર પ્રમાણે યક્ષિણી તારા હંસવાહિની છે અને તેના હાથમાં સપ, વજ, મૃગ અને વરદમુદ્રા ધારણ કરે છે. યક્ષિણી ધારિણી યક્ષનું પ્રતીક બિજોરૂં બીજાં પ્રતીકેની સાથે ધારણ કરે છે. તારાને સંબંધ બ્રાહ્મણધર્મની તારા સાથે સાંકળી શકાય એમ છે. તેના હાથમાં સપનું પ્રતીક બીજ સંપ્રદાયના દેવતાના હાથમાં હોય છે તેમ બતાવેલું છે. અઢારમા તીર્થંકરઅરનાથની આ યક્ષિણી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org