________________
ચક્ષિણ
૮૯ નાથની આ યક્ષિણી છે. આ યક્ષિણીની નાનીમોટી કેટલીક મૂર્તિઓ વિમલનાથ ભગવાનના પરિકરોમાંથી મળવા સંભવ છે.
૧૪. અંકુશા અથવા અનઃમતી : મૂર્તિશાસ્ત્રના નિયમ પ્રમાણે વેતામ્બરની યક્ષિણી અંકુશા કમલાસન ઉપર બિરાજે છે અને તે ગૌરવણું છે તેને ચાર હાથ હેાય છે તેમાં તે તલવાર–ખડ્રગ પાશ, ઢાલ અને અકુંશ ધારણ કરે છે. તેથી તે અંકુશા પણ કહેવાય છે. દિગમ્બર સંપ્રદાયમાં આ યક્ષિણી અનઃમતીના નામે જાણીતી છે અને તેના વર્ણનમાં તેને હંસવાહિની કહેલી છે. તેના હાથમાં ધનુષ, બાણ, ફળ અને વરદ હોય છે, યક્ષિણી અંકુશા–અનન્તમતી અનંતનાથ જિનની શાસનદેવતા છે. આથી અનન્તમતી નામ જિનના નામ અનન્તનાથમાંથી સ્પષ્ટપણે પડેલું જણાય છે. બીજી યક્ષિણીઓની જેમ આ યક્ષિણી પણ વિદ્યાદેવી છે. બ્રાહ્મણ ધર્મમાં બ્રહ્માની પત્ની સરસ્વતી ગણાય છે (?) તેનું વાહન હંસ છે. અનન્તમતી વિદ્યાદેવી હેઈને તેને હંસવાહિની તરીકે ઓળખવામાં આવે છે. યક્ષિણ અંકુશા 'પાતાલ નામના યક્ષ સાથે સંકળાયેલી છે.
૧૫. કંદ-માનસી : કિન્નર યક્ષ સાથેની યક્ષિણી કંદર્પ છે. તે ગૌરવણ છે. વેતામ્બર ગ્રંથે તેનું અશ્વવાહન અથવા મસ્યવાહન બતાવે છે. શિલ્પમાં તેના ચાર હાથ કરવામાં આવે છે. તેમાં ઉત્પલ, અંકુશ, પદ્મ અને અભય શોભે છે. આ યક્ષિણીને દિગમ્બર ગ્રંથ ધર્મનાથની યક્ષિણી તરીકે માનસીને જણાવીને તેનું વાહન વ્યાધ્ર બતાવે છે. તેને છ હાથ હોય છે તેમાં તે પદ્મ, ધનુષ, વરદ, અંકુશ, બાણ અને ઉત્પલ ધારણ કરે છે. યક્ષિણીનું પ્રતીક મર્યા છે કારણ દિગંબર ગ્રંથે પ્રમાણે તેને યક્ષ કિન્નરનું વાતુન પણ મત્સ્ય છે. (ધર્મસ્થ શિશ વહત.મીનવાહન) કંદર્પ અને બ્રાહ્મણધર્મના દેવ કંદર્પ અથવા કામદેવની સાથે તેને કાંઈક સંબંધ હોય એમ લાગે છે. તેવી જ રીતે માનસીને પણ “મનસીજ” સાથે મેળ જણાય છે. બંનેને સમાન અર્થ થાય છે. આ રીતે બીજું નામ પન્નગાદેવી–સર્પોની દેવી પણ મનસામાંથી ઉદ્ભવેલી જણાય છે. મનસા સર્પોની દેવી છે. માનસીની ગણના વિદ્યાદેવીમાં પણ કરવામાં આવી છે. તેનું પ્રતીક સર્ષ છે. તેનું વ્યાધ્રવાહન–વાગીશ્વરી વિદ્યાદેવીની સાથે બંધબેસતું આવે છે. આ યક્ષિણી જિન ધર્મનાથની છે.
૧. નિર્વાણ અથવા મહામાનસી ગરૂડ યક્ષની આ યક્ષિણી છે. Aવેતામ્બર ગ્રંથના અહેવાલ પ્રમાણે ગૌર અંગવાળી નિર્વાણ પદ્માસનમાં હોય છે તેને ચાર ભુજા કરવામાં આવે છે તેમાં તે પુસ્તક, ઉત્પલ, કમંડલું અને કમળ ધારણ કરે છે. દિગંબર ગ્રંથો મહામાનસીનું વર્ણન આપે છે તે પ્રમાણે તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org