________________
જનમૂતિવિધાન હોય છે. ત્રિષષ્ઠિકારે નકુલને બદલે વજા નોંધ્યું છે. જ્યારે શિલ્પરત્નાકર નકુલના બદલે કળશ હોવાનું કહે છે. ગૌરી નામ બ્રાહ્મણધર્મની ગૌરી શિવની પત્ની સાથે સામ્ય ધરાવે છે. અહીં ગૌરી દિગમ્બર પ્રમાણે યક્ષ ઈશ્વરની પત્ની છે તેનું બીજુ લક્ષણ વિદ્યાદેવીનું છે. વેતામ્બર તેનું નામ શ્રીવત્સા કમાવી આપે છે. આ નામ દિગમ્બર યક્ષિણી માનવી જે શાન્તિનાથની યક્ષિણી છે તેની સાથે વિરોધાભાસી જણાય છે. શીતલનાથનું પ્રતીક શ્રીવત્સ છે તેમાંથી તેનું નામ શ્રીવત્સા થયું હોય તેમ સંભવી શકે છે. દેવીના હાથમાં જે સાધન છે તે યુધ્ધવિષયક છે અને તે યક્ષિણીને લાયક છે અને બીજું સાધને વિદ્યાદેવીના પ્રતીક જેવાં છે. માનવીદેવીનાં ત્રણ જુદાં જુદાં વિધાનો જુદાં જુદાં અંબેમાંથી જાણવા મળે છે.
૧૨. ચંડ અથવા ગાંધારી ઃ તામ્બર તેને ચંડા અથવા પ્રચંડા નામે ઓળખે છે. તે કુમાર યક્ષ સાથે હોય છે તે નામ પ્રમાણે શ્યામવર્ણવાળી છે. તે અશ્વ ઉપર સ્વારી કરે છે. અને તેના હાથમાં વરદ, શક્તિ, પુષ્પ અને ગદા ધારણ કરે છે. દિગમ્બર પ્રમાણે આ યક્ષિણ મગર ઉપર સવારી કરે છે અને તેના હાથ ગદા, બે કમળ અને વરદમુદ્રાથી સજજ હોય છે. ઉપરની યક્ષિણીઓની જેમ આ યક્ષિણી પણ વિદ્યાદેવી તરીકે કામ કરે છે તેથી તેનું બીજું નામ ગાંધારી છે. યક્ષિણી ગાંધારીનું વાહન મગર અને જેની સોળ વિદ્યાદેવીઓમાં દશમી વિદ્યાદેવી ગાંધારીનું વાહન કુર્મ છે તેથી આ બંને વચ્ચે કોઈ સંબંધ હોય તેમ લાગે છે. ચંડા કે પ્રચંડા નામ બ્રાહ્મણધર્મના ચંડા કે ચંડીદુર્ગા સાથેના સામ્યને નિર્દેશ કરે છે. આ યક્ષિણી વાસુપૂજ્ય તીર્થકરની છે. ચંડા યક્ષિણીની કઈ સ્વતંત્ર મૂર્તિ મળ્યાનું જાણમાં નથી પણ તે વાસુપૂજ્યના પરિકરમાં યક્ષ સાથે હોય છે
૧૩. વિદિતા અથવા વિજયા અથવા વિટી : ષણમુખ યક્ષની નાયિકા વિદિતા છે જે વિજ્યા નામે પણ ઓળખાય છે. શ્વેતામ્બર આ યક્ષિણીને વિદિતા કે વિજ્યાને નામે ઓળખે છે. તેમના શાસ્ત્રીય ગ્રંથો પ્રમાણે તે હરિતાળના જેવાં વર્ણવાળી અને કમલાસના છે અને તેને ચાર હાથમાં બાણ, પાશ, ધનુષ અને સર્પ ધારણ કરે છે. દિગમ્બરો વિમલનાથની શાસનદેવી વટી જણાવે છે. વેરાટી સપ ઉપર સ્વાર થાય છે અને તેના બે હાથમાં સપ, ત્રીજામાં ધનુષ અને ચોથામાં બાણ ધારણ કરે છે. વોટી બીજી યક્ષિણીઓની જેમ વિદ્યાદેવી પણ છે. વિદિતાને અર્થ “જ્ઞાનયુક્ત” કરવામાં આવે છે આ અર્થ પણ વિદ્યાદેવીને મધ્યમવતી વિચાર બતાવે છે. વિદિતા અથવા વિજ્યા પીતવણી છે, તેના હાથમાં ધનુષ્ય બાણ, સર્પ, અને યક્ષ હોય છે તેનું વાહન સર્ષ દુર્ગાના પ્રતીકમાંથી લીધેલું લાગે છે. વિજ્યા તેનું પ્રાચીન વિજ્યા નામ જાળવી રાખે છે. તેમાં તીર્થકર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org