________________
ચક્ષિણીએ તેના પતિ વિજયની સાથે સામ્ય ધરાવે છે. વિજય બ્રાહ્મણ ધર્મમાં મહિષસ્વાર યમના સમાન જણાય છે. ચંદ્રપ્રભ ભગવાનના પરિકોમાંથી આ યક્ષિણીની કેટલીક મૂર્તિઓ મળે છે.
૯. સુતારા અથવા મહાકાલી ઃ શ્વેતામ્બર સંપ્રદાય પ્રમાણે સુતારા યક્ષિણ સુવિધિનાથ તીર્થકર સાથે સંકળાયેલી છે. આ ગ્રંથે પ્રમાણે તે વૃષભવાહન રાખે છે. તેને ચાર હાથ હોય છે જેમાં વરદ, અક્ષસૂત્ર, કુંભ અને અંકુશ ધારણ કરે છે. દિગમ્બર તેને મહાકાલીના નામે ઓળખે છે. તેનું વાહન કર્મ છે અને તેના હાથમાં વજ, મુગર, ફળ અને વરદમુદ્રા ધારણ કરે છે. યક્ષિણીની જેમ તેના પતિ અજિત યક્ષનું વાહન પણ કૂર્મ છે. તારા અથવા મહાકાલીના નામ પ્રમાણે તેનામાં યક્ષિણીના ગુણ છે. સુતાર કે મહાકાલી યક્ષિણીમાં શેવ લક્ષણે જણાય છે અને મહાકાલી યક્ષિણીમાં વિદ્યાદેવીના લક્ષણ છે અને તે પ્રમાણે તેના હાથમાં પ્રતીકે આપેલાં છે. આ યક્ષિણી સુવિધિનાથ પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ.
૧૦. અશે અથવા માનવી : તીર્થકર શીતલનાથની યક્ષિણીનું વર્ણન જૈન ધર્મનાં બંને સંપ્રદાયોમાં જુદું છે. વેતામ્બર ગ્રંથો પ્રમાણે યક્ષિણી અશેકાની મુર્તિ કમળ ઉપર બેઠેલી કરવામાં આવે છે અને તેના હાથમાં વરદ, પાશ, ફળ અને અંકુશ ધારણ કરે છે. દિગમ્બર ગ્રંથ બ્રહ્મયક્ષ સાથે માનવી યક્ષિણીને વરાહ ઉપર સ્વારી કરતી બતાવે છે. તેને વર્ણ હરિત છે અને તેના હાથમાં ફળ, વરદ, ધનુષ વગેરે હેવાનું નૈધે છે. મોટા ભાગની યક્ષિણીઓની જેમ આ યક્ષિણમાં પણ બે પ્રકારના લક્ષણ છે. એક યક્ષિણીનું અને બીજુ વિદ્યાદેવીનું લક્ષણ. વિદ્યાદેવી પ્રમાણે તેનું નામ માનવી છે અને તેને નીલેલ્પલ ઉપર બેઠેલી વર્ણવેલી છે. યક્ષિણી પ્રમાણે પણ શ્વેતામ્બર તેને વાદળી કમળ ઉપર બેસાડે છે. તેના યુદ્ધવિષયક શસ્ત્રો જેવાં કે અંકુશ, પશિ, ધનુષ વગેરે યક્ષિણના લક્ષણને બરાબર બંધ બેસે છે. વિદ્યાદેવીના સ્વરૂપે તેના હાથમાં યોગ્ય રીતે વરદ અને ફળ આપેલાં છે અને તે નીલ કમળ ઉપર બેસે છે. આ યક્ષિણી મૃગ જેવાં નીલવર્ણવાળી, મેઘના વાહનવાળી અને ચતુર્ભા છે. આ યક્ષિણી બ્રહ્મયક્ષની છે.
૧૧. માનવી અથવા ગોરી : આ અગિયારમી યક્ષિણી અગિયારમા તીર્થકર શ્રેયાંસનાથની શાસનદેવતા છે. દિગમ્બર પ્રમાણે યક્ષિણ ગૌરી મૃગ ઉપર વારી કરે છે. અને તેના હાથમાં મુગર પદ્મ, કુંભ, કળશ અને વરદ શોભે છે. વેતામ્બર પ્રમાણે જ આ યક્ષિણીનું નામ માનવી અથવા શ્રીવત્સાદેવી છે અને તે સિંહ ઉપર સ્વારી કરે છે. તે ગૌર વર્ણની છે તેના હાથમાં વરદ, મુગર, નકુલ, અને અંકુશ
૧. ત્રિષષ્ઠિશલાક પુરુષચરિત્ર પર્વ ૪ સર્ગ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org