________________
જનભૂતિવિધાન વરદમુદ્રા ધારણ કરે છે. અત્ર્યતા અથવા શ્યામા નામને સંબંધ સ્વાભાવિક રીતે અયુત અથવા વિષ્ણુ અથવા શ્યામ સાથે જોડાયેલું જણાય છે. નિર્વાણકલિકાકાર બાણના બદલામાં તેના હાથમાં વીણું હોવાનું સૂચવે છે. તેનું વણાનું પ્રતીક તેને વિદ્યાદેવી તરીકે લાયક બનાવે છે. દિગબરની મનોવેગા જોડેસ્વાર હોય છે તેથી તેના હાથમાં તલવાર, તીર વગેરે ધારણ કરે છે. તેનું વાહન મનુષ્ય હોવાથી તે યક્ષિણીનું સ્વરૂપ બતાવે છે. યક્ષ પણ નરવાહન હોય છે. મનોવેગા એટલે
મનના જેવું ઝડપી” તે તેના અશ્વના વાહન સાથે બંધબેસતું આવે છે. અશ્વ ઝડપી હોય છે. યક્ષિણી અયુતા કુસુમ યક્ષ સાથેની છે. તે શ્યામ અંગવાળી, પુરુષના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ તથા બાણને ધારણ કરનારી અને બે વામ ભુજામાં કામુક તથા અભયને રાખનારી અય્યતા નામે યંક્ષણ પદ્મપ્રભુની શાસનદેવી થઈ.
૭. શાન્તા અથવા કાલી : તાબર ગ્રંથો પ્રમાણે શાન્તા હાથી ઉપર સ્વારી કરે છે. તેના હાથ વરદ, અક્ષત્ર, ત્રિશલ અને અભયથી શોભે છે. તે સુવર્ણ સરખી કાંતિવાળી છે. દિગમ્બર પ્રમાણે યક્ષિણીનું નામ કાલી છે. તે વૃષભ ઉપર સ્વારી કરે છે અને તેના હાથમાં ત્રિશૂળ, ફળ, વરદ અને ઘંટા ધારણ કરે છે. માતંગ એટલે હાથી, માતંગ યક્ષની પત્ની સ્વાભાવિક રીતે હાથ નું વાહન રાખે છે તે યોગ્ય છે. તેનાં બીજાં પ્રતીકે લડાયક યક્ષિણના તેમજ વિદ્યાદેવીના એટલે કે બંનેના લક્ષણને લાયક છે. કાલીએ પણ પોતાનું સ્થાન વિદ્યાદેવીઓમાં જમાવેલું છે તેના પ્રતીકે વૃષભ, ઘંટા, અને ત્રિશળ હિંદુ શેવ દેવી તરીકે તેનું સામ્ય બતાવે છે. જ્યારે બીજા હાથમાં રહેલું બિરૂ તેને અચૂક યક્ષિણીના લક્ષણ તરીકે ઓળખાવે છે. જિન સુપાર્શ્વની આ યક્ષિણ છે
૮. ભકુટિ અથવા વાલા માલિની : ભગવાન ચંદ્રપ્રભ પ્રભુની શાસનદેવી, હંસના વાહનવાળી અને પીળા અંગવાળી છે. તેને ચાર હાથમાં તલવાર, મુર્ગર પરશુ અને ઢાલ શોભે છે. દિગમ્બર પ્રમાણે આ શાસનદેવી જ્વાલામાલિની અથવા જવાલાના નામે ઓળખાય છે. તે મહિષ ઉપર સ્વારી કરે છે. તેને અષ્ટભુજા હોય છે. તેના હાથમાં ચક્ર, વજ, બાણ, પાશ, ઢાલ, ત્રિશલ, તલવાર અને ધનુષ વગેરે હોય છે. કેટલાક ગ્રંથકારે તેનું વાહન વરાહ, હંસ કે બિડાલ (બિલાડી) હોવાનું પણ કહે છે. શ્રી હેમચંદ્રાચાર્ય પ્રમાણે ભકુટિ હંસવાહિની છે. તેના પતિ યક્ષ વિજયનું પણ વાહન હંસ છે. તેના બીજા પ્રતીકોમાં કેટલાંક તેના હાથમાં યક્ષિણી – શાસનદેવતાને યોગ્ય આપે છે. વાલા માલિની કે જવાલિની અથવા મહાજવાલા વેતામ્બરમાં પણ જાણીતી છે અને તે વિદ્યાદેવીને કાર્યો કરે છે. તેનું પ્રતીક મહિષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org