________________
પ્રકરણ ૪
યક્ષિણીઓ યક્ષોની જેમ યક્ષિણએ પણ જૈન ધર્મમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેઓ માત્ર કાલ્પનિક નથી પણ જૈન ગ્રંથ પ્રમાણે તીર્થકરની યક્ષિણુઓ શ્રાવિકાઓની અગ્રણીઓ હોઈ તીર્થકરેની અનુચારીઓ મનાય છે અને તેઓએ પણ યક્ષની જેમ અર્ધ દેવત્વ મેળવેલું છે. જૈન મૂર્તિઓમાં યક્ષિણીઓની રજૂઆત પ્રમાણે તેઓ દેવી તોની સાથે સંકળાયેલી છે અને તેઓને માટે વિવિધ પ્રતીક છે. યક્ષિણીઓની મૂર્તિઓમાં તેનું મૂલ્ય જોતાં કેટલાંકમાં જૈન અને બ્રાહ્મણધર્મનું મિશ્રણ જણાય છે. કેટલીક શાસનદેવીના નામ અને પ્રતીકે જેમ કે ચક્રેશ્વરી, નિર્વાણી દેવી, અંબિકા વગેરેમાં પ્રાચીન બ્રાહ્મણ ધર્મની દેવીઓના મૂળ વિચારે જણાય છે. યક્ષિણીઓમાંની મોટી સંખ્યા જૈન વિદ્યાદેવીઓના વર્ગમાં સમાયેલી જણાય છે. આ દેવીઓ બ્રાહ્મણ-સ્ત્રીદેવતાઓ સાથે ઘણું સામ્ય ધરાવે છે. ટૂંકમાં, બ્રાહ્મણ ધર્મના દેવછંદમાંથી જૈન યક્ષિણીઓની કલ્પના કરવામાં આવેલી છે. યક્ષિણીઓ અને તેઓના યાની મૂર્તિઓ ધ્યાનપૂર્વક શિલ્પીઓએ તીર્થકરની મૂર્તિઓ જોડે કોરેલી જણાય છે.
૧. ચકેશ્વરી: ગોમુખ યક્ષ સાથેની શાસનદેવી ચક્રેશ્વરી છે. વેતામ્બર અને દિગબરે યક્ષિણ ચક્રેશ્વરીને બંને હાથમાં ચક્ર આપે છે અને તેની સાથે ગરૂડ ઉપર સ્વાર થયેલી વર્ણવે છે. તેને વર્ણ ગોમુખની માફક સુવર્ણ જેવી કાંતિવાળા કરવામાં આવે છે. વેતામ્બર પ્રમાણે આ યક્ષિણને આઠ હાથ હોય છે અને તેમાં વરદ, બાણ, ચક, પાશ, ધનુષ, વજ, ચક અને અંકુશ ધારણ કરે છે. રૂપમંડન, રૂપાવતાર, નિર્વાણકલિકા, ત્રિષષ્ઠિશલાકા પુરુષ, પ્રવચનસારોદ્ધાર વગેરે તેનું વાહન ગરૂડ હોવાનું જણાવે છે. દિગમ્બર ચકેશ્વરીને બાર અથવા ચાર હાથ હોવાનું કહે છે. જે બાર હાથ હોય તો તેમાં નીચે પ્રમાણે વસ્તુઓ હોય છેઃ આઠમાં ચક્રો, એકમાં બિરું એકમાં અભયમુદ્રા અને બેમાં વજે. જે ચાર હાથ હેય તે તેના ચારહાથમાં ચક્રો ધારણ કરે છે. ચક્રેશ્વરીની પ્રતિમાઓ ઋષભ જિનની મૂર્તિ સાથે અથવા સ્વતંત્ર પ્રતિમાઓ જૈન સ્થાનકમાંથી મળી આવે છે. યક્ષિણી ચકેશ્વરી પહેલા તીર્થંકરની શાસનદેવી હોઈને તેની અગત્યના કારણે તેની અનેક મૂર્તિઓ મળી આવે છે. તેનું નામ અને ચક્રના પ્રતીક અને ગરૂડવાહનને કારણે તે વિષ્ણુની પત્ની વૈષ્ણવી પ્રકારની છે. આ રીતે હિન્દુધર્મમાં વૈષ્ણવી અને જૈનની ચક્રેશ્વરીનું કલાવિધાન કેટલેક અંશે નહિ પણ મોટેભાગે સંપૂર્ણ મળતું આવે છે. વિષ્ણુનું બીજુ નામ ચકેશ્વર છે, કેટલાક ગ્રંથ તેના પ્રતીક તરીકે બિરૂં આપે છે. જે સામાન્ય રીતે ઘણું યક્ષો સાથે સંકળાયેલું છે. યક્ષિણીઓ ઉપર બ્રાહ્મણધર્મની દેવીઓની તેમજ ગૌણદેવતા યક્ષની પણ અસર જણાય છે. રૂપાવતારના ર્તા યક્ષિણ ચકેશ્વરીને ગરૂડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org