________________
જનમૂર્તિવિધાન જૈન સાહિત્યમાંથી જાણી શકાય છે કે કઠ નામના ઢોંગી સાધુ (પાછળથી મેઘમાલિન) તેને (સર્પને) પવિત્ર અગ્નિમાં બાળી નાંખતાં હતાં અને તેમાંથી જિન પાર્શ્વનાથે તેને કેવી રીતે બચાવ્યો તેની વિગતે જાણવા મળે છે. જ્યારે પાર્શ્વનાથ જિન કાર્યોત્સર્ગ આસનમાં હતા ત્યારે મેઘમાલિને તેમના ઉપર હુમલે કર્યો ત્યારે તે જ સર્ષે આભારવશ થઈને પાર્શ્વનાથનું રક્ષણ કર્યું. આ સપ પાતાળલોકમાં ધરણેન્દ્ર અથવા નાગેન્દ્ર યક્ષ તરીકે જન્મ્યો. તેનું નામ ધરણેન્દ્ર અથવા ધરણીધર શેષનાગ (સર્પોના રાજ) સાથે સામ્ય ધરાવે છે. મૂર્તિ શાસ્ત્ર પ્રમાણે યક્ષનું પ્રતીક સર્પ જણાય છે અને સાથોસાથ સપની ફણ પણ હોય છે. તેના હાથમાં સર્પોના રાજા વાસુકિ કે જે કાશ્યપના પુત્ર હતા તેને ધારણ કરે છે. તેનું વાહન કુર્મી તે કમઠ. કૂર્મ ઉપર તે પિતાનું પ્રભુત્વ બતાવે છે તે ઘણું યુગો સુધી તેના અને તેના દેવના દુશ્મન રહેલા છે. શ્રી ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર (પર્વ-૯, સર્ગ–૩)માં પાશ્વ યક્ષ વિશે લખે છે કે પાર્શ્વનાથના તીર્થમાં કાચબાના વાહનવાળે, કૃષ્ણ વર્ણ ધરનાર હાથના જેવા મુખવાળો, નાગની ફણના છત્રથી શોભત, ચાર ભુજાવાળો, બે વામ ભુજમાં નકુલ તથા સર્ષ તથા બે દક્ષિણ ભુજામાં બિરૂ અને સપ ધારણ કરનાર પાશ્વ નામે યક્ષ શાસનદેવતા થયે.
૨૪. માતંગ ચક્ષઃ તે મહાવીર ભગવાનના યક્ષ છે. બધા યક્ષોમાં ખૂબ અગત્યના અને છેલ્લા છે. તેના મૂતિવિષયક લક્ષણેમાં બંને સંપ્રદાયમાં ઝાઝે ફરક જણાતો નથી. બંને સંપ્રદાય તેમને બે હાથવાળા અને હાથી ઉપર વારી કરતાં વર્ણવે છે. તે કૃષ્ણવર્યું છે પરંતુ વેતામ્બર તેના જમણા હાથમાં નકુલ અને ડાબા હાથમાં બિરું આપે છે, જ્યારે દિગમ્બર વરદમુદ્રા અને બિરૂં આપે છે. વધારામાં દિગમ્બર તેના મસ્તક પાછળ ધર્મચક્રનું પ્રતીક મૂકવાનું સૂચવે છે. માતંગ યક્ષની સ્વતંત્ર પ્રતિમાઓ મળતી નથી. પરંતુ જિન મહાવીરની પ્રતિમાની સાથે માતંગ યક્ષની પ્રતિમા જણાય છે અને યક્ષની પ્રતિમા મૂર્તિ શાસ્ત્રના લક્ષણને અનુરૂપ દેખાય છે. આ યક્ષનું પ્રતીક હાથી છે અને તે તેના માતંગ હાથી નામ સાથે બિલકુલ અનુરૂપ છે. તેનાં બીજાં પ્રતીકે વેતામ્બર અથવા દિગબર પ્રમાણે નકુલ અને બિરૂ (માનુલુંગ કે બીજપૂરક) યક્ષેના અધિપતિ કુબેરની સાથે તેનું સામ્ય જણાય છે. દિગમ્બર ગ્રંથને આધારે તેને મસ્તક પાછળ ધર્મચક્રનું પ્રતીક છે. ગોમુખ, આદિનાથના યક્ષ અને મહાવીર સ્વામી જે જૈનધર્મને પુનરુદ્ધાર કરનાર છે તેના યક્ષનું પ્રતીક પણ ધર્મચક્ર છે. માતંગ સુપાર્શ્વના પણ યક્ષ છે અને શ્વેતામ્બર પ્રમાણે તે હાથી ઉપર સવારી કરે છે. પરંતુ સુપાર્શ્વના માતંગને ચાર હાથ હોવાનું જણાવેલું છે જ્યારે મહાવીરના માતંગ યક્ષને ફકત બે હાથ હોવાનું કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org