________________
યક્ષો
૨. ભૃકુટિ : શ્વેતામ્બર અને દિગમ્બરના વન પ્રમાણે ત્રણ નેત્રવાળા, ચાર મુખવાળા, સુવર્ણ જેવા વર્ણવાળા, વૃષભના વાહન ઉપર બેસનારા યક્ષ ભ્રકુટિ છે. તેની ચાર દક્ષિણ ભુજમાં બીજો, શક્તિ, સુગર અને અભય તથા ચાર વામ ભુજમાં નકુલ, ફરસી, વજ્ર અને અક્ષમાલાને ધારણ કરનારો આ યક્ષ નિમનાથ ભગવાનને છે. દિગમ્બર ગ્રંથકારે પ્રમાણે તેના હાથમાં ઢાલ, તલવાર, ધનુષ, બાણુ, અંકુશ, પદ્મ, ચક્ર અને વરદ હેાય છે. જયારે શ્વેતામ્બર તેના હાથમાં કેટલીક જૂદી ચીજો મૂકે છે. જેમકે ખિજો, ભાલે, મુદ્ગર, અભય, નકુલ, પરશુ, વ અને અક્ષસૂત્ર. આ યક્ષનું ખોજું નામ નન્ટિંગ (શિવના નદિ ઉપર સ્વારી કરનાર) છે. શિવના મુખ્ય અનુચર નન્તિ સાથે આ યક્ષે સબંધ જોડયો હેાય એમ લાગે છે. તેણે એક વખત ભ્રકુટિયુક્ત સ્વરૂપ ધારણ કરેલુ. તેને કારણે તે જૈન યક્ષમાં ભકિટ તરીકે ઓળખાય છે.
૨૨, ગામેધ અથવા ગેામેદ : નેમિનાથ તીથ''કરના આ યક્ષ છે. નેમિનાથનું બીજું નામ અરિષ્ટનૈમિ પણ છે. જૈન ધર્મ'ના બંને સંપ્રદાયા શ્વેતામ્બર અને દિગમ્બર આ યક્ષને ત્રણ મુખ, છ હાથ હેાવામાં સંમત છે. આ યક્ષ શ્યામવણી છે. તેનું વાહન માનવ છે. જેમ નૈઋત્ય દિક્પાલનું વાહન પણ નરવાહન છે. બીજા યક્ષાએ પશુ કે એવું વાહન સ્વીકારેલું છે. યક્ષનુ વાહન તદ્દન જુદું છે. શ્વેતાંબર તેના હાથમાં બિજો', પરશુ, ચક્ર, નકુલ ત્રિશૂળ, અને શક્તિ (ભાલા) આપે છે. દિગમ્બર સંપ્રદાય તેના હાથમાં નીચેની વસ્તુઓ આપે છે: હથાડે, પરશુ, દંડ, ફળ, વા અને વરદમુદ્રા ગામેધની કેટલીક આકૃતિએ મળી આવી છે આ આકૃતિઓ શાસ્ત્રીય ગ્રથામાં આપેલા ક્ષણા પ્રમાણે જણાય છે તે યક્ષ છે, અને તેનું સ્વરૂપ કુબેર જેવું છે. અને સંપ્રદાયા તેને જુદાં પ્રતીકા આપે છે, આ બે પ્રતીકા આનું સમર્થન કરે છે, એક તા ‘નરવાહન” નામ જે કુબેરનું છે દિગમ્બરા પ્રમાણે પુષ્પયાન પણ કહેવાય છે (અર્થાત્ પુષ્પ નામના રથમાં ફરતા). આ પ્રતીક પણ કુબેરને સ્પષ્ટ ખ્યાલ આપે છે. કારણ કુબેરના રથને પુષ્પ અથવા પુષ્પકમ્ નામે ઓળખવામાં આવે છે. આ પુષ્પરથ પહેલા રાવણુ અને પછી રામ પાસેથી છીનવી લીધેલે હેય તેમ જણાય છે.
૨૩. પાર્શ્વયક્ષ અથવા ધરણેન્દ્ર : યક્ષામાં તીર્થંકર પાર્શ્વનાથના યક્ષ ઘણું અગત્યનું સ્થાન ભોગવે છે. શ્વેતામ્બર કે દિગમ્બર બંને સંપ્રદાય પ્રમાણે તેનું પ્રતીક સર્પ અને સર્પની ાનું છત્ર છે. ધૂમ તેનું વાહન છે. શ્વેતામ્બર પ્રમાણે તેના ચાર હાથમાં નકુલ, સ, બન્નેરૂ અને સર્પી (ફરીથી) હેાય છે. દિગમ્બર પ્રમાણે સર્પ, પાશ અને વરદ હેાય છે. પાર્શ્વનાથની મૂર્તિ આમાં પાર્શ્વ યક્ષ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
જૈ. દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org