________________
જનમૂતિવિધાન
વાહન શંખ સૂચવે છે. નામ અને વન પ્રમાણે બ્રાહ્મણધર્મના ષડાનન—કાર્તિ તૈય સાથે જૈનધર્મીના આ યક્ષનુ વિધાન મેાટે ભાગે સામ્ય ધરાવે છે. ષડાનનનું વાહન મયૂર છે તે હિંદુ અને જૈન બંને એ સ્વીકારેલુ છે. વિમલનાથના ષમુખ યક્ષની સાથે આ યક્ષનું સામ્ય જણાય છે. ખેન્દ્ર નામ (ખ= આકાશ અને ઈન્દ્ર) આકાશી ઈન્દ્રના ભાવ ધરાવે છે. ઈન્દ્ર દિક્પાલામાંના એક છે. યક્ષ હાથમાં વજ્ર ધારણ કરે છે.
૯૦
૧૯. કુબેર દિગમ્બર તેમજ શ્વેતામ્બર બને સોંપ્રદાયે! મલ્લિનાથ ભગવાનના આ યક્ષ કુબેરની મૂર્તિ આ અંગેના લક્ષણા સરખાં આપે છે. શિલ્પરત્નાકર અને ત્રિષષ્ઠિશલાકા કુબેરના વર્લ્ડ મેઘધનુષ જેવે જણાવે છે. ખીજા ગ્રંથકાર શ્વેતવર્ણ કહે છે. તેનું વાહન હાથી છે. તેને આઠ હાથ અને ચાર મુખ કરવામાં આવે છે. શ્વેતામ્બર કુબેરયક્ષના જમણા હાથમાં વરદ, પરશુ, ત્રિશૂલ અને અભય બતાવે છે જ્યારે ડાબા ચાર હાથમાં બોર, શક્તિ, મુદ્ગર અને અક્ષસૂત્ર આપે છે. દિગમ્બર મૂર્તિના હાથમાં ઢાલ, ધનુષ, દંડ, પદ્મ, તલવાર, પરશુ, પાશ અને વરદમુદ્રા આપે છે. ખેર મલ્લિનાથના યક્ષ છે. યક્ષેાની યાદીમાં કુબેર યક્ષેાના અધિપતિ મનાય છે. કુબેરની કલ્પના વૈદિક, જૈન અને બૌદ્ધ ત્રણે સંપ્રદાયામાં એક સરખી સ્વીકારી હાવા છતાં ત્રણેના વિધાનામાં ફેર જણાય છે. તેને સ્વતંત્ર દેવ તરીકે સ્વીકારતાં નથી. કુબેર ઉત્તર દિશાને દિક્પાલ મનાય છે. યક્ષ કુબેરની દિકૃપાલ તરીકેની અનેક પ્રતિમાઓ મળી આવે છે પણ આ યક્ષની કાઈ સ્વત ંત્ર મૂર્તિ જૈન યક્ષ તરીકે મળતી નથી.
૨૦. વરૂણ : ત્રણ નેત્રવાળા, ચાર મુખવાળા, શ્વેતવણી, જટાધારી, વૃષભપર બેસનારે, ચાર દક્ષિણ ભુજામાં બિજોર, ગદા, બાણ તથા શક્તિ અને ચાર વામ ભુજામાં નકુલ, અક્ષરસૂત્ર, ધનુષ્ય અને પરશુ ધારણ કરનાર વણ નામે યક્ષ મુનિસુવ્રતસ્વામીના શાસનદેવતા થયા. દિગમ્બર પ્રથા પ્રમાણે તેને આઠ મસ્તક અને ચાર હાથ હેાય છે, પરંતુ શ્વેતામ્બર તેને આઠ મસ્તક અને આઠ હાથવાળા ગણાવે છે. દિગમ્બર પ્રમાણે તેના હાથમાં ઢાલ, તલવાર, ફળ અને વરદ હેાય છે. શ્વેતામ્બર પ્રમાણે બિજોર, ગદા, ભાલેા તાર, નકુલ, પદ્મ, ધનુષ અને પરશુ તેના હાથમાં હાય છે. હિંદુ ધર્મ શાસ્ત્રના સમુદ્રના દેવ વષ્ણુ અને પશ્ચિમ દિશાના દિક્પાલને જિન મુનિસુવ્રતના યક્ષનું વરૂણ સાથેનું સામ્ય બતાવવાના પ્રયત્ન જણાય છે. તેનું વિધાન લગભગ ચતુર્મુ`ખ શિવના જેવુ નિરૂપ્યુ છે તે તેના હાથમાં માતુલુ ગ, ગદા, અને નકુલ ધારણ કરે છે. આ વસ્તુએ બૌદ્ધધર્મના જ ભલ અને હિંદુધર્મ ના કુખેરના પણ પ્રતીક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org