________________
ચક્ષે
શ્વેતામ્બરે આપેલા યક્ષિણે કંદર્પોના પ્રતીક સાથે મેળ ખાય છે. આ યક્ષ ધર્મનાથ ભગવાનને છે.
૧૬. ગરૂડયક્ષઃ શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત (સર્ગ ૧, પર્વ ૫) પ્રમાણે વરાહ વાહનવાળા શ્યામવર્ણ ધારણ કરનાર, વરાહના જેવા મુખવાળા ગરૂડ નામે યક્ષ શાંતિનાથ પ્રભુને શાસનદેવતા થયો. હેમચંદ્રાચાર્ય તેને હાથીનું વાહન આપે છે. આ યક્ષને ચાર હાથ હોય છે. તામ્બર પ્રમાણે તેના હાથમાં બિરૂ, પક્ષ, નકુલ અને અક્ષસૂત્ર હોય છે. જ્યારે દિગમ્બર પ્રમાણે તેને હાથમાં પદ્મ, ફળ વજ અને ચક હોય છે. ગરૂધ્યક્ષ શાન્તિનાથ તીર્થંકરના સેવક છે. કેટલીક પ્રતિમામાં તે વાહન વરાહ ઉપર સ્વારી કરે છે અને તેના હાથમાં ગદા, અક્ષસૂત્ર બિરૂ અને સર્પ હોય છે. પૌરાણિક પક્ષી ગરૂડ તેને એક પંજામાં હાથી અને બીજમાં કૂર્મ પકડે છે તેથી ગરૂડયક્ષનું પ્રતીક હાથી સાભિપ્રાય આપેલું જણાય છે.
૧૭. ગંધયક્ષઃ આ કુંથુનાથ જિનને યક્ષ છે. દિગમ્બર પ્રમાણે આ યક્ષ પક્ષી (પક્ષીનું નામ નથી આપેલું) ઉપર સવારી કરે છે અને તેને ચાર હાથ હોય છે. તેના ઉપલા હાથમાં સર્પ, અને પાશ ને નીચેલા બે હાથમાં ધનુષ હેાય છે. શ્વેતામ્બર તેનું વાહન હંસ આપે છે અને તેના ચાર હાથમાં વરદ, પાશ, બિરૂ અને અંકુશ આપે છે. ગંધ ગૌણ દેવતાઓ તરીકે ગણાય છે અને તેઓ દેના ગવૈયાઓ તરીકે જાણીતા છે. યક્ષો દરેક જાતના ગૌણ દેવમાંથી ઉદ્ભવેલા છે. તેથી સ્વાભાવિક રીતે ગંધને પણ યક્ષોમાં સ્થાન મળેલું છે. તેનું વાહન પક્ષી કે હંસ છે. પક્ષીઓ એટલે આકાશમાંથી આવતે કલરવ. આકાશમાં ગંધવનગર હવાની કલ્પના છે તેથી તેના વાહનને અર્થ અહીં બંધબેસત કરવામાં આવેલો છે. ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર (પર્વ-૬ સર્ગ૬) પ્રમાણે ગંધર્વ યક્ષને રથનું વાહન હેાય છે. તેમજ તે શ્યામ વર્ણવાળા હોય છે.
૧૮. યક્ષેન્દ્ર : આ યક્ષ અરનાથ તીર્થકરના છે. તે શ્યામવર્ણન છે. જૈનધર્મના બંને સંપ્રદાયના મતે આ યક્ષને છ મુખ, બાર હાથ અને ત્રણ નેત્ર હોય છે. વેતામ્બર પ્રમાણે આ યક્ષને છ મુખ હેઈને તે ષમુખ નામે પણ ઓળખાય છે. તેનું વાહન શંખરથ છે અને તેમના હાથમાં બિરૂ, બાણ, તલવાર, મુદ્ગર, પાશ અને અભય તેમજ નકુલ, ધનુષ, ઢાલ, શૂળ, અંકુશ અને અક્ષસૂત્ર હોય છે. દિગમ્બર ગ્રંથ પ્રવચનસારોદ્ધાર તેનું વાહન મયૂર હોવાનું કહે છે દિગમ્બર તેને ખેન્દ્ર કહે છે, અને તેના બાર હાથમાં ધનુષ, વજ, પાશ, ગદા, અંકુશ, વરદ, બાણ, ફળ, માળા વગેરે હેવાનું સૂચવ્યું છે. જુદા જુદા ગ્રંથકારે, તેના વાહનો માટે વિવિધતાઓ નેધે છે. ત્રિષષ્ઠિશલાકા અને શિલ્પરત્નાકર તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org