________________
જૈનમૂર્તિવિધાન
ફળ, ચક્ર, બાણુ, તલવાર પ!શ, અસૂત્ર, નકુલ, ચક્ર, ધનુષ, ઢાલ, અંકુશ અને અભય. ચતુર્મુ`ખના આઠ હાથ હૈાય તે તેમાં પરશુ, વાંકી કટાર, અક્ષણિ (?), ઢાલ, દડ વગેરે આયુધા હોય છે. હિંદુધર્મ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કુમાર કે કાર્તિકેય સાથે ષમુખ યક્ષનું સામ્ય જણાય છે. શ્વેતામ્બર યક્ષ ષમુખ કહેવાય છે જેને છ મુખ અને બાર હાથ હેાય છે જે કાર્તિકેયનુ બીજુ નામ છે વળી તેનું વાહન મયૂર છે, જેના ઉપર કાર્તિ કેય સ્વારી કરે છે. મયૂર તે કાર્તિ દૈયનુ પ્રતીક છે. આ યક્ષ જિન વિમલનાથના છે.
-
૧૪. પાતાલયક્ષ : અનંતનાથ ભગવાનના આ યક્ષ છે. શ્વેતાઞર અને દિગમ્બર પ્રમાણે આ યક્ષને ત્રણ મુખ અને છ હાથ હેાય છે. તેને વધુ રાતા હાય છે તેનું વાહન મગર છે. દિગમ્બરના મતે તેના હાથમાં અંકુશ, ભાલે, ધનુષ, પાશ, હળ અને ફળ હેાય છે. તેના મસ્તક ઉપર નાગની ત્રણ ફણાવાળું છત્ર હાય છે. શ્વેતામ્બર પ્રમાણે તેના જમણા હાથમાં પદ્મ, તલવાર, અને પાશ, હાય છે. ડાબા હાથમાં નકુલ, ફળ અને અક્ષમાળા હેાય છે. તેનું નામ પાતાલ નાગરાજા અનન્ત સાથે સંકળાયેલુ જણાય છે.
નાગરાજા પણ પાતાલલેાકના કહેવાય છે. તેથી જ તેને પ્રતીક રૂપે ત્રણ ફણાવાળા નાગનું છત્ર આપવામાં આવેલુ છે. નાગ લેાકેાને તે અધિષ્ઠાતા દેવ જણાય છે અને તેની સાથેનું હળ ખેતીનું પ્રતીક બને છે. આ યક્ષની પરિકર સિવાયની કાઈ પ્રતિમા મળી હાય એમ જણાતું નથી.
૧૫. કિન્નરયક્ષ અને સંપ્રદાયા પ્રમાણે આ યક્ષને છ હાથ અને ત્રણ મુખ હાય છે. જ્યારે શ્વેતામ્બર પ્રમાણે તેનું વાહન ક્રૂ' છે અને દિગમ્બર તેનુ વાહન મત્સ્ય (માછ્યુ) આપે છે. શ્વેતામ્બર પ્રમાણે તેના હાથમાં ખિજો, ગદા, અભય, નકુલ, પદ્મ, અને અક્ષસૂત્ર હાય છે, રક્તવણી અને તેજસ્વી કિન્નર નામનેા યક્ષ શાસનદેવતા થયા. દિગમ્બર ચક્ર, વજ્ર, અંકુશ, ગદા, અક્ષસૂત્ર અને વરદમુદ્રા યક્ષના હાથમાં હોવાનુ જણાવે છે. કેટલીકવાર યક્ષના પ્રતીકા સમસ્યારૂપ હેાય છે. તેથી સ્પષ્ટ થાય છે ? યજ્ઞના વિચાર (કલ્પના) પ્રાચીન પ્રણાલીમાંથી ઉદ્ભવ્યો હાય. સામાન્ય રીતે કિન્નર! અશ્વમુખી માનવ આકૃતિએ મનાય છે અને કુબેર તેમના નાયક ગણાય છે. ધીરે ધીરે આ યક્ષાને નાગ, કિન્નર, ગરૂડ, ગંધ વગેરે સાથે સંકળાયેલા જોઈએ છીએ. જો કે જિનેાની સાથે જે સ્વરૂપે આપણે આ ક્ષેાને જોઈએ છીએ તે જૈનાની નવી શેાધ છે. જેને પ્રમાણે યક્ષને ત્રણ મુખ તે મૌલિક વિચાર છે. યક્ષને દિગમ્બરે આપેલું મત્સ્યનુ પ્રતીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org