________________
થશે
બાબતમાં થોડો ફરક છે. ધનુષ, દંડ, ઢાલ, તલવાર વરદ મુદ્રા વગેરે જણાવી બાકીના વેતામ્બર પ્રમાણે કહે છે. બ્રાહ્મણધર્મના દેવ બ્રહ્માની સાથે આ યક્ષમાં ઘણું સામ્ય જણાય છે. જેમકે બ્રહ્માને ચારમુખ (ચતુર્મુખ) છે, પદ્માસન પણ બ્રહ્માની જેમ આ યક્ષને પણ આપવામાં આવેલું છે. વેતામ્બર પ્રમાણે તેની યક્ષિણી અશોકીને પદ્મ સન હોય છે. પરંતુ દિગમ્બર પ્રમાણે યંક્ષણને તેના રથ માટે કાળા વરાહ હોય છે. તેનું ચિહ્ન ઉષા હોવાથી તે જૈનોની ઉષાદેવી કહેવાય છે.
૧૧. ઈશ્વરયક્ષઃ અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથના યક્ષને બધા સંપ્રદાય વૃષભનું વાહન આપે છે. તેને ત્રણ આંખો અને ચાર હાથ હોય છે. દિગમ્બર પ્રમાણે આ યક્ષના હાથમાં ત્રિશલ, દંડ, અક્ષમાળા અને ફળ હોય છે. આ યક્ષની મૂર્તિના હાથમાં શ્વેતામ્બર પ્રમાણે બે દક્ષિણ હાથમાં બિરૂ અને ગદા છે અને બે વામ ભુજામાં નકુલ અને અક્ષમાળા છે. આ યક્ષ વૃષભ વાહનવાળો છે. તે કાંતિને ધારણ કરે છે. બ્રાહ્મણ ધમના શિવ કે ઈશ્વરના જેવું તેનું સામાન્ય વર્ણન લાગે છે. તેની યક્ષિણીનું નામ દિગમ્બર પ્રમાણે ગૌરી છે. શ્વેતામ્બર પ્રમાણે યક્ષિણી માનવી નામે છે અને તે હાથી ઉપર સ્વારી કરે છે. આમાં જઈ શકાય છે કે બ્રાહ્મણધર્મના જૂના દેવે પણ તીર્થકરની પાસે ગૌણ બને છે અને સપત્ની સેવામાં હાજર થાય છે.
૧૨. કુમાર : વાસુપૂજ્ય તીર્થકરનો યક્ષ કુમાર નામે છે. દિગમ્બર અને શ્વેતામ્બર યક્ષ કુમારને વેતવર્ણન કહે છે. ઉપરાંત તેને હંસનું વાહન આપે છે. દિગમ્બર તેને ત્રણમુખવાળા અને છ ભુજવાળા કહે છે. શ્વેતામ્બર તેને ચતુર્ભ જ કહે છે. દિગમ્બર પ્રમાણે ધનુષ, નકુલ, ફલ, ગદા, વરદ વગેરે આયુધે તેના હાથમાં હોય છે. જ્યારે વેતામ્બર પ્રમાણે બીજેરૂં, તીર, નકુલ અને ધનુષ તેના હાથમાં હોય છે. આ યક્ષનું નામ કુમાર છે તેનું સામ્ય બ્રાહ્મણધમીના કુમાર શિવપુત્ર -કાર્તિકેય સાથે છે. પરંતુ કાર્તિકેયનું વાહન મયૂર છે જ્યારે આ યક્ષ કુમારનું વાહન હંસ છે. પરંતુ બીજા યક્ષ ચતુર્મુખ જે બ્રહ્માનું બીજું નામ છે. તેનું વાહન મેર છે જ્યારે બ્રહ્માનું વાહન હંસ છે. આ બંને યક્ષોના વાહને કે પ્રતીકામાં ન સમજાય તેવું વષમ્ય છે. કુમાર યક્ષની સ્વતંત્ર પ્રતિમાઓ કેઈ સ્થળ મળી હોય તેવું જાણવામાં નથી.
૧૩, પમુખ અથવા ચતુર્મુખ યક્ષ : આ યક્ષને વર્ણ વેત હોય છે. દિગમ્બર પ્રમાણે તે ચતુર્મુખ યક્ષ કહેવાય છે અને શ્વેતામ્બર પ્રમાણે તે ષમુખ યક્ષ છે. બંને સપ્રદાય તેને વાહન મયૂર આપે છે. એક મત પ્રમાણે ચતુર્મુ અને બાર હાથ હેય છે અને બીજા મત પ્રમાણે તેને આઠ હાથ હોય છે. પરમુખને બાર હાથ હોય છે. તેમાં તે નીચેના આયુધો ધારણ કરે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org