________________
E=
જનમૂર્તિવિધાન
બતાવે છે. પ્રતિષ્ઠાસાર સંગ્રહકાર તેને બે હાથ હેાવાનું અને તેનું મોઢું વાંકુ હેવાનું કહે છે. સુપાર્શ્વનાથની પ્રતિમાના પરિકર ઉપર આ યક્ષની આકૃતિ હાય છે તે મૂર્તિ લક્ષણ પ્રમાણે યથા જણાય છે. તેનું નામ માત ંગ (હાથી) છે તેથી તેને હાથીનું વાહન આપેલુ છે. તેથી જ તેના હાથમાં અંકુશ પણ આપેલુ છે. દિગમ્બર પ્રમાણે તેના હાથમાં સ્વસ્તિક છે તે તેના જિન સુપાર્શ્વનાથનું લાંછન છે. ‘ગુજરાતનું મૂર્તિવિધાન' (પૃ. ૪૭૯)માં લેખક લખે છે કે “મૃતિવિધાયક શિલ્પિ આયુધા કે ઉપકરણા મૂકવામાં કેટલીક વખત સ્વતંત્રતા લેતા હાય છે તેથી જ માતંગ યક્ષની પ્રતિમામાં નકુલના બદલે સપ મૂકયે! હાય તે બનવા જોગ છે.”
વિજય । તીર્થંકર ચંદ્રપ્રભુના શાસનદેવતા વિજય નામે યક્ષ હંસના વાહનવાળા, દક્ષિણુ ભુજમાં ચક્ર, અને વામ ભુજામાં મુલ્ગરને ધારણ કરનારા છે. દિગમ્બર ગ્રંથ પ્રમાણે તેને ત્રણ આંખો હોય છે. તેના ચાર હાથની અંદર ફળ, અક્ષમાળા, પરશુ અને વરદમુદ્રા ધારણ કરે છે. શ્વેતામ્બરા પણ ચેાડાંક ફેરફાર સાથે તેને ત્રણ ચક્ષુએ હોય છે તેમ જણાવે છે. વળી તેનું વાહન હંસ હેાય છે તેના બે હાથમાં ચક્ર અને ગદા ધારણ કરે છે. તે વિજય નામે જાણીતા છે. તેતે વર્ણ શ્યામ કરવામાં આવે છે. આ યક્ષની સ્વતંત્ર પ્રતિમા મળતી નથી પણ ચંદ્રપ્રભ તીથંકરના શિલ્પમાં યક્ષની આકૃતિ હેાય છે.
.
૯. અજિત : બંને સપ્રદાયોએ જિન સુવિધિનાથના આ યક્ષનુ વાહન ક્રૂ સ્વીકારેલું છે. બીજા લક્ષણોમાં બંને સંપ્રદાયામાં ફેર છે. શ્વેતામ્બર મૂર્તિના હાથમાં ખિજો, અક્ષમાળા, નકુલ અને કુન્ત (ભાલે!) હેાય છે. દિગ ખર ગ્રંથ પ્રમાણે મૂર્તિના હાથમાં શક્તિ, વરદમુદ્રા, ફળ, અને અક્ષમાળા હેાય છે. તેનું પ્રતીક તેની યક્ષિણીના પ્રતીકની જેમ (દિગમ્બર પ્રમાણે) ગૂમ હેાય છે. શ્વેતાંબર પ્રમાણે તેના હાથમાં ઘટ હેાય છે. ઘટને જળ સાથે સંબંધ હેાય છે જો કે બધા સંપ્રદાયા જિન સુવિધિનાથના લાંછનની જેમ તેને સંબંધ જળચર--મગર કરચલા સાથે સ્વીકારે છે. શ્રી ત્રિષશિલાકાપુરુષ (પર્વ ૩ સ` હ) પ્રમાણે પ્રભુશ્રી સુવિધિનાથના તીથમાં શ્વેત અગવાળા, કાચબાના વાહનવાળા, બે દક્ષિણ ભુજાએમાં બિજોરૂ અને અક્ષસૂત્ર તથા ખે વામ ભુજાએમાં નકુલ અને ભાલાને ધારણ કરનારા અજિત નામે યક્ષ પ્રભુની નજીક રહેનારા શાસનદેવતા થયે,
૧૦. બ્રહ્મયક્ષ ઃ પ્રભુ શીતલનાથના આ યક્ષને ચાર મુખ, ત્રણ આંખા, આઠ હાથ અને પદ્માસન હેાય છે. શ્વેતામ્બર પ્રમાણે શ્વેતવર્ણવાળા યક્ષની જમણી ભુજમાં બિજોરૂ, સુગર, પાશ અને અભય છે અને ડાબી ભુજામાં નકુલ, મુગર, અંકુશ અને અક્ષમાલા છે. દિગમ્બર ગ્રંથકારા બ્રહ્મયક્ષનું આવું જ વર્ણન આપે છે પણ તેમાં આયુધની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org