________________
યક્ષે
૭૫.
વાળા, ગરૂડના વાહનવાળા, બે દક્ષિણ ભુજામાં વરદ અને શક્તિને ધારણ કરવાવાળા તથા બે વામ ભુજામાં ગદા અને પાશને રાખનાર તેમજ સદા સાનિધ્યમાં રહેનારે. તંબુરૂ નામે યક્ષ શામનદેવતા . તેનું વાહન ગરૂડ જૈનધર્મના બંને સંપ્રદાયમાં સ્વીકારાયેલું છે. દિગમ્બર પ્રમાણે તેના બે હાથમાં બે સપ, ફળ અને વરદ હોય છે. આ ઉપરાંત દિગમ્બર શાસ્ત્રો તુબુરૂના યજ્ઞોપવિત રૂપે પણ સર્ષ બતાવે છે. ધર્મમાં તુબુરૂને ગંધર્વ તરીકે જણાવે છે તેમજ દેવોના વાદ્ય વગાડનાર તરીકે ઓળખાવે છે. જૈન દેવતાગણમાં તે સુમતિનાથના અનુચર તરીકે જણાવે છે તેથી વાજિંત્રોને બદલે તેના હાથમાં નિપ્રાણ આયુધો બતાવેલા છે. તે અને તેની યક્ષિણી પુરૂષદત્તા પક્ષી ઉપર સ્વારી કરે છે. યક્ષનું વાહન ગરૂડ અને યક્ષિણીનું ચકેવા પક્ષી છે. જિન સુમતિનાથનું વાહન પણ ચકવા (હંસ) છે. તુંબરૂ યક્ષની નાની મોટી કેટલીક પ્રતિમાઓ સુમતિનાથ ભગવાનના પરિકોમાંથી મળે છે. પરંતુ તું બુરૂ યક્ષની સ્વતંત્ર પ્રતિમાઓ હજુ સુધી મળી નથી.
૬. કુસુમ અથવા પુ૫યક્ષ : છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભ ભગવાનના કુસુમ યક્ષને વર્ગ નીલ છે. શ્વેતામ્બર અને દિગમ્બર પ્રમાણે તેનું પ્રતીક કાળિયાર, (મૃગ) છે. છતાં પણ આ બંને સંપ્રદાયમાં તેના હાથમાંના આયુધો માટે ભિન્ન મત છે. શ્વેતામ્બર પ્રમાણે યક્ષને ચાર હાથ હોય છે તેમાંના જમણા હાથમાં ફળ અને અભય અને ડાબા હાથમાં અક્ષમાળા અને નકુલ હોય છે. દિગમ્બર પ્રમાણે યક્ષના હાથમાં કુન્ત (ભાલો), વરદમુદ્રા, ખેટક (ઢાલ) અને અભયમુદ્રા હોય છે. યક્ષનું નામ કુસુમ અથવા પુ૫ છે. તેના તીર્થકરનું પ્રતીક પણ પુષ્પ (રાતું કમળ) છે. તેનું (યક્ષનું) પ્રતીક હરણ છે, તે તેની ચપળતા, ઝડપ વગેરેને ભાવ રજૂ કરે છે. માટે જ તેની યક્ષિણીનું નામ મનોવેગા એટલે મનના જેવા વેગવાળી ઉચિત આપેલું છે. આ યક્ષની પણ સ્વતંત્ર મૂર્તિઓ મળતી હોવાનું માલુમ પડયું નથી.
૭. માતંગ અથવા વરનજિ : સુપાર્શ્વનાથ પ્રભુના તીર્થમાં થયેલે શ્યામ શરીરવાળા, “હસ્તીના વાહન ઉપર બેસનાર', બે જમણી ભુજામાં બિવ અને પાશને ધારણ કરવાવાળા અને બે વામભુજામાં નકુલ અને અકુશને ધારણ કરવાવાળા માતંગ નામે યક્ષ સુપાર્શ્વ પ્રભુની પાસે રહેનાર શાસન દેવતા છે. તેનું પ્રતીક બંને સંપ્રદાયમાં જુદું છે. શ્વેતામ્બર તેને હાથીનું વાહન આપે છે.
જ્યારે દિગમ્બર ગ્રંથકારે તેને સિંહ ઉપર સ્વારી કરાવે છે. તેવી જ રીતે યક્ષના હાથમાં ધારણ કરવાની વસ્તુઓમાં પણ ફરક છે. વેતામ્બર પ્રમાણે તેના હાથમાં બિવફળ, પાશ, નકુલ અને અંકુશ હોય છે. જ્યારે દિગમ્બર ગ્રંથકારો પૈકી પ્રવચનસારોદ્વાર પ્રમાણે દંડ, ભાલે, સ્વસ્તિક અને ધવજ તેના હાથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org