________________
જૈન મૂર્તિવિધાન આ યક્ષને વર્ણ શ્યામ છે. તે મયૂર ઉપર સ્વારી કરે છે. પરંતુ હાથમાંના શસ્ત્રો માટે બંને સંપ્રદાયના ગ્રંશે એકમત થતા નથી. વેતામ્બર પ્રમાણે તેની જમણું બાજુની ભુજાઓમાં નકુલ, ગદા અને અભયમુદ્રા અને ડાબી ત્રણ ભુજાઓમાં બિરૂં, અક્ષસૂત્ર અને માળા (હાર) હોય છે. દિગમ્બર પ્રમાણે તેના હાથમાં નીચે પ્રમાણે છ ચીજે હેાય છેઃ જમણા હાથમાં ચક્ર, તલવાર અને અંકુશ, ડાબા હાથમાં દંડ, ત્રિશળ અને કટારી (કરવત) હોય છે. ત્રિમુખની સ્વતંત્ર પ્રતિમાઓ મળતી નથી. પરંતુ ત્રીજા જિન સંભવનાથના પરિકરોમાં યક્ષની નાની મોટી આકૃતિઓ કંડારેલી નજરે પડે છે. આ આકૃતિઓ શાસ્ત્રીય વર્ણનને બંધબેસતી આવે છે. તેનું વાહન મોર છે અને યક્ષિણીનું વાહન કેટલાંકના મતે હંસ છે. યક્ષિણી પ્રાપ્તિ વિદ્યાદેવી ગણાય છે. બીજી વિદ્યાદેવીઓનું વાહન મયુર છે. આયક્ષને ત્રણ મુખ હેવાને કારણે તે ત્રિમુખના નામે ઓળખાય છે.
છે. યક્ષેશ્વર યક્ષનાયક ચેથા તીર્થકર અભિનન્દનના યક્ષ યક્ષેશ્વર છે. તેનું વાહન હાથી છે. તેને વર્ણ શ્યામ છે. તેને ચાર હાથ છે. તેના વર્ણનમાં જુદા જુદા સંપ્રદાય જુદા જુદા મત ધરાવે છે. વેતામ્બર પ્રમાણે યક્ષના જમણા હાથમાં બિજેરૂં, અક્ષમાળા અને ડાબા હાથમાં નકુલ અને અંકુશ હોય છે. જ્યારે બીજા મત પ્રમાણે તેના હાથમાં ધનુષ, ઢાલ, તલવાર વગેરે આયુધે ધારણ કરે છે. બીજા યક્ષની જેમ આ યક્ષની પણ સ્વતંત્ર પ્રતિમાઓ મળતી નથી. અભિનન્દન જિનની પ્રતિમાના પરિકરમાં આ યક્ષની આકૃતિ કંડારેલી હોય છે. શાસ્ત્રીય ગ્રંથની સાથે તેનું લાંછન મળતું આવે છે. ત્યાના રાજા તરીકે આ યક્ષ યક્ષેશ્વરને વર્ણવવામાં આવે છે. આ યક્ષને શિલ્પ રત્નાકરમાં ઈશ્વર નામ આપવામાં આવ્યું છે. યક્ષોને રાજા હાઈને ખૂબ શક્તિશાળી હોય છે. તેનું પ્રતીક હાથી છે. તેના હાથમાં અંકુશ છે. અંકુશ હાથી માટે ઉપયોગી બને છે. તે હાથીને વાહન ઉપર બેસનાર છે. યક્ષેશ્વર એ સર્વે યોને અધિપતિ મનાતે હોઈ તેનું વર્ણન રાજા જેવું દબદબાભર્યું શાસ્ત્રકારોએ કયું છે. યક્ષને પ્રમુખ કુબેર મનાય છે, અને આ યક્ષનું વર્ણન પણ કુબેરને મળતું આવે છે. બૌદ્ધ સંપ્રદાયમાં કુબેરનું સ્થાન જંભલે લીધું છે, તેને અનુરૂપ વર્ણન જૈન સંપ્રદાયમાં યક્ષનાયકનું છે. યક્ષનાયક યક્ષની એક પ્રતિમા શત્રુંજય ઉપર ચેમુખજીની ટૂંકમાં, ઉપરના એક મંદિરની અંદર ગોખલામાં બેસાડેલી છે, તેમાં તેને ચાર હાથ છે, પરંતુ બે હાથ ઢીંચણ ઉપર ટેકવેલા છે અને બીજા બે હાથમાં આયુધો આપેલાં છે તેના વાહન તરીકે તેની પાસે હાથી મૂકેલે છે.
૫. તુમ્બરૂ ? પાંચમાં તીર્થકર સુમતિનાથ પ્રભુના તીર્થમાં વેત વર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org