________________
ચ
ભારતમાંના ઘણયે જૈન સ્થાનમાંથી આદિનાથ તીર્થકરની મૂર્તિઓ મળી આવે છે. બંને પ્રકારની યક્ષની મૂર્તિઓમાં મૂર્તિશાસ્ત્રના લક્ષણ પ્રમાણે મૂર્તિઓ થયેલી જણાતી નથી. યક્ષની ગ્વાલિયરમાંથી મળેલી મૂર્તિઓના હાથમાં દંડ, પરશુ વગેરે જણાય છે. કેમકે મૂર્તિકારે યક્ષની મૂર્તિ બનાવવામાં કેટલીક છૂટ લીધેલી હોય. એમ જણાય છે. આ યક્ષનું નામ અને પ્રતીક નીચે પ્રમાણે સમજાવી શકાય. તેનું વૃષભના જેવું મુખ, વૃષવાહન અને ધર્મચક્ર પ્રતીક વગેરે ઋષભનાથ કે વૃષભનાથ સાથે તેમને ઘનિષ્ઠ સંબંધ બતાવે છે. ઋષભનાથમાં પણ વૃષ અને ધર્મચક્ર મહત્વનાં લક્ષણો છે. બીજા એક ગ્રંથના આધારે આ યક્ષ મહાદેવ અથવા ધર્મની સાથે સામ્ય ધરાવે છે. વૃષભદેવ સૌ પ્રથમ જૈન ઉપદેશક હતા તેથી તેમનું પ્રતીક વૃષભ છે, જે ધર્મનું પ્રતીક છે. રૂપમંડન અને રૂપાવતારના કર્તા આ યક્ષનું વાહન હાથી હેવાનું જણાવે છે. આવી ગોમુખ યક્ષની એક પ્રતિમા શત્રુજ્ય ઉપર મોતીશાની ટુંકમાં મુખ્ય દેરાસરમાં છે. તેને ચાર હાથ છે તેમાં વરદ, અંકુશ, પાશ અને માલા વગેરે ધારણ કર્યા છે. આ યક્ષ અર્ધ પદ્માસનમાં હાથી ઉપર આરૂઢ થયેલાં બતાવેલાં છે.
૨. મહાયક્ષ: બીજા તીર્થકર અજિતનાથ ભગવાનના આ યક્ષ છે. દિગમ્બર તેમજ તાબર ગ્રંથના પ્રમાણે આ યક્ષ હાથી ઉપર સવારી કરે છે તેને ચારમુખ અને આઠ હાથ હેાય છે. આઠે હાથમાં શસ્ત્રો ધારણ કરેલાં છે. જુદા જુદા ગ્રંથ શસ્ત્રો તેમજ હાથની સંખ્યા પણ જુદી જુદી જણાવે છે. શાસ્ત્રોની બાબતમાં બધા ગ્રંથ એકમત થતા નથી. વેતામ્બર ગ્રંથો પ્રમાણે તેમને જમણા હાથમાં વરદ, મુગર, અક્ષમાલા અને પાશ અને ડાબા હાથમાં બિરૂં, અભય, અંકુશ અને શક્તિ ધારણ કરેલાં હોય છે. જ્યારે દિગમ્બર ગ્રંથો પ્રમાણે ચક્ર, ત્રિશળ, પદ્મ અને અંકુશ ડાબા હાથમાં અને ખગ, દંડ, પરશું અને વરદમુદ્રા જમણે હાથમાં આપેલાં હોય છે. આ બંને સંપ્રદાયના ગ્રંથો પ્રમાણે મૂર્તિને વર્ણમાં પણ ભેદ છે. વેતામ્બર પ્રમાણે યક્ષને શ્યામવર્ણ અને દિગમ્બર પ્રમાણે યક્ષને સોનેરી વર્ણ મહાયક્ષની સ્વતંત્ર ભૂતિ ઓ મળતી નથી પણ અજિતનાથ તીર્થકરની સાથે જોવામાં આવે છે તેથી અજિતનાથ તીર્થકરનું લાંછન પણ સાથે જણાય છે. અજિતનાથ તીર્થ કરનું લાંછન ગજ છે અને તે પ્રતીક મહાયક્ષનું પણ છે. મહયક્ષને ચાર મુખ હોવાને કારણે આઠ હાથ બતાવેલા છે. આ યક્ષની કઈ સ્વતંત્ર પ્રતિમા જાણવામાં આવી નથી, પરંતુ અજિતનાથ ભગવાનના પરિકરમાંથી તેની કેટલીયે નાની મોટી મૂતિઓ જોવામાં આવે છે.
૩. ત્રિમુખ : ત્રીજા તીર્થકર સંભવનાથ–સ્વામિના યક્ષ ત્રિમુખ છે. દિગમ્બર અને વેતામ્બર પ્રમાણે યક્ષને ત્રણ નેત્ર, ત્રણ મુખ, છ હાથ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org