________________
પ્રકરણ-૩ યક્ષ
યક્ષ અને યક્ષિણીઓ કે શાસનદેવતાઓ જૈન દેવદેવીઓમાં કેવી રીતે સ્થાન પામ્યા તે સંબંધી કાંઈ કહી શકાય એમ નથી. ચોકકસાઈપૂર્વક જોઈએ તે એટલું સ્પષ્ટ કહી શકાય કે જન સિદ્ધાંતોની સાથે આ દેવોના અસ્તિત્વને કાંઈ મેળ ખાતે નથી. પરંતુ આ ગૌણુ દેવોના અસ્તિત્વમાં વિવિધ વિચારોનું મિશ્રણ જણાય છે. યો અને શાસનદેવતાઓના નામો જોઈએ તે તેઓનું હિંદુઓના દેવો સાથે સાય જણાય છે. ઉપરાંત તેઓની સાથે સંકળાયેલા ચિહ્નો કે પ્રતીકે પણ હિંદુઓનાં જણાય છે. હિંદુઓના સાહિત્યને આધારે કહી શકાય કે કેટલીક લોકપ્રિય માન્યતાઓમાંથી યક્ષે ઉત્પન્ન થયા. બૌદ્ધ અને જૈનધર્મ પહેલાં યોની ઉત્પત્તિ મનાય છે. યાને રાજા કુબેરક વૈશ્રવણ કે જે શિવને કશાધ્યક્ષ અને અલકાનગરીને પતિ અને તેને ઉલ્લેખ વારંવાર હિંદુથોમાં મળે છે. એના અનુચરે ઘણા છે અને તેમાંના કેટલાંકને જૈન શાસ્ત્રીય ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે. જેમકે પૂર્ણભદ્ર, મણિભદ્ર, શાલિભદ્ર, સુમનભદ્ર, લક્ષરક્ષ, પર્ણરક્ષ, શ્રવણ, સર્વયશસ, સર્વકામ, સમૃદ્ધ, અમેધ, અમત. તેમાંના મણિભદ્ર જેનું બીજુ નામ યક્ષેન્દ્ર કે યક્ષપતિ છે તેની મૂર્તિઓ ભારતની સરહદ ઉપરથી મળી હોવાને કારણે તેની પ્રાચીનતા માનવામાં આવે છે. આ ચર્ચામાંથી વિદ્વાને એકમત થયા કે મણિભદ્ર યક્ષ છે. મણિભદ્રની મૂર્તિને જૈન ઉદ્ભવ જણાય છે અને મણિભદ્રનું નામ યક્ષેન્દ્ર જૈન યોની યાદીમાં આપેલું છે. વળી મૂર્તિના ભદ્રપીઠમાં જે લેખ છે તે મથુરાના જૈન લેખ જેવો વંચાય છે. ભારતીય પ્રણાલી પ્રમાણે યક્ષો ધનનું રક્ષણ કરતા દેવતાઓ છે. આથી સ્વાભાવિક રીતે ધનિક વર્ગોના જૈને એ યક્ષોને તેમના ઉત્તમ દેવોમાં સ્વીકાર્યા છે.
આગલા પ્રકરણમાં દરેક તીર્થકરની સાથે તેને યક્ષનું નામ આપણે જોઈ ગયા છીએ, પરંતુ યક્ષોના સામાન્ય લક્ષણેનું વર્ણન તેમાં આપેલું નથી. યક્ષો તીર્થકરના ભક્ત છે. જૈન માન્યતા પ્રમાણે અનુચર તરીકે દરેક તીર્થંકરની સેવા કરવા માટે ઈન્દ્ર એક યક્ષ અને એક યક્ષિણીને નીમે છે. યક્ષ તીર્થકરની જમણી બાજુએ અને યક્ષિણ તેની ડાબી બાજુએ હોય છે. આથી તેઓ શાસનદેવતા કે અનુચર દેવતા તરીકે પણ ઓળખાય છે. હેમચંદ્ર પ્રમાણે યક્ષ જિનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org