________________
જૈનમૂર્તિ વિધાન
અસ્થિગ્રામ નામના શહેરમાં ગાજ્યું હતું. ત્યારબાદ તેણે ત્રણ ચેમાસા ચંપા અને પૃચપામાં ગાળ્યાં, વૈશાલી પાસે વાણિજ્યગ્રામમાં બાર, રાજગૃહની પાસે નાલન્દા ગ્રામમાં ચૌદ, મિથિલામાં છ, ભદ્રિકામાં બે, શ્રાવસ્તિમાં એક, પણિતભૂમિમાં એક અને છેલ્લું ચેમાસું ‘પાપા’માં ગાળ્યું જ્યાં તેમણે નિર્માણ ક્ષેત્ર પ્રાપ્ત કર્યું હતું, તેમના પ્રથમ શિષ્ય ગૌતમ ઈન્દ્રભૂતિ હતા. તેણે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેના દીક્ષા પામેલા શિષ્યોમાં તે મુખ્ય છે. પાપામાં પદ્માસનમાં એસીને તેમણે પચાવન ઉપદેશો આપ્યા,તેમાં તમામ કર્મોના પરિણામેા સમજાવ્યા. આ તમામ સ ંભાષણનું પુનરાવર્તન કરતાં છેવટને મુખ્ય ઉપદેશ ૬૬મે આપતાં ૭૨ વર્ષની ઉમરે તે નિર્વાણુ પામ્યા. આ સમય ઈ.સ. પૂ. પરછને ગણાય છે.
co
તેમના નામ અને પ્રતીક આ પ્રમાણે સમજાવી શકાય. તેમના મુખ્ય ખે નામે! ‘વ માન’ અને ‘મહાવીર'થી એ જાણીતા છે. જ્યારે બાળક ક્ષત્રિયાણી ત્રિશલા માતાના ગર્ભમાં હતું ત્યારે કુટુંબને ખાનેા-સાનું, ચાંદી, ધન, ધાન્ય, રત્ને, માતી, કિંમતી પથ્થરો વગેરે-અઢળક વધ્યાં, તેથી રાજકુમારનું ‘વમાન' નામ પાડવામાં આવ્યું. તે વીર કે મહાવીર પણ કહેવાયા કારણ તેણે તેમના અનેક કર્માને પાછા હઠાવ્યા. પ્રશ્નને સત્કર્મ કરવા પ્રેરણા આપી. આમ જુદા જુદા કારણેસર તેમનાં નામેા પાડયાં હાવાનું શાસ્ત્રકારી કહે છે.
તે આધ્યાત્મિક વીર હેાઈને તેનું લાંછન ખૂબ જ યોગ્ય રીતે સિંહ આપવામાં આવ્યું છે. તેના તપ, તેના મુશ્કેલ કાર્યો, તેની સહિષ્ણુતા! વગેરે તેના સિંહ જેવા વ્યક્તિત્વની સચેટ સાબિતી આપે છે. જૈન તીર્થંકરામાં તે સિંહના આત્મા સમાન છે, તે જ કારણે તેની યક્ષિણી સિદ્ધાયિકાને તેનું વાહન સિંહ આપેલું છે. તેને! યક્ષ માત ંગ હાથી ઉપર સ્વારી કરે છે. આ લક્ષણ પણ રાજવીની શક્તિને વૈભવ બતાવે છે. આ બંને વાર્તાને વમાનના દુન્યવી અને આધ્યાત્મિક જીવન સાથે સંકળાયેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org