________________
નમૂતિવિધાન દેખાય છે. મહાવીરની ઊભેલી અને બેઠેલી મૂર્તિઓ મોટી સંખ્યામાં અનેક કદની નાનીથી માંડીને પૂર્ણ કાય સુધીની મળેલી છે. મુખ્યત્વે મહાવીર તીર્થકરની બેઠેલી મૂર્તિઓ મળી આવી છે અને લગભગ બધા તીર્થકરોની પણ બેઠેલી મૂર્તિઓ મળે છે, તેમના ચરિત્રને લગતા ઘણા ગ્રંથો લખાયા છે. જન ગ્રંથો જેવાંકે કલ્પસૂત્ર, ઉત્તરપુરાણ, ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત, વર્ધમાનચરિતમાંથી તેમના જીવન વિશે વિપુલ સામગ્રી મળે છે. તેને જીવનની કેટલીક અગત્યની વિગતે પૂજા અને મૂર્તિઓ સાથે સંકળાયેલી હોય છે. પાંચ કલ્યાણક જિનના જીવનમાં મહત્વને સમય ગણાય છે. આ કલ્યાણકે પણ વર્ધમાનના જીવનની રસપ્રદ પ્રસંગે સાથે સંકળાયેલા છે. ઈક્ષવાકુ વંશમાં ઉત્પન્ન થયેલા સિદ્ધાર્થ નામે પ્રખ્યાત રાજા અને તેને ત્રિશલા નામે મુખ્ય પટરાણી હતી. ત્રિશલાદેવીએ સિંહના લાંછનવાળા, સુવર્ણસમાન કાંતિવાળા સુંદર પુત્રને જન્મ આપે. આ પુત્ર ગર્ભમાં હતો ત્યારે રાજાએ કહ્યું અમારા ઘરમાં, નગરમાં અને માંગલ્યમાં ધનાદિકની વૃદ્ધિ થયેલી છે તેથી તેનું વર્ધમાન એવું નામ પાડયું. ઉત્તર બિહારના વિદિશાના રાજવી કુટુંબમાં વર્ધમાનને જન્મ થયો હતો. તેના પિતા સિદ્ધાર્થ કુડપુરમાં રાજ્ય કરતા હતા. કુડપુર નાત અથવા નાય ટાળીનું નિવાસસ્થાન હતું. તેના માતા રાણી ત્રિશલા નામે જાણીતા હતા. તેના જન્મ સાથે કથા સંકળાયેલી છે કે તીર્થકરને જન્મ જાલંધરના એક કુટુંબની બ્રાહ્મણ ઋષભદત્તની પત્ની દેવનન્દાને ત્યાં થવાને હતે પણ ઈન્દ્રએ જાણ્યું કે પ્રણાલી પ્રમાણે જિને બ્રાહ્મણને ત્યાં જન્મ ન લેવો જોઈએ તેથી તેને ગર્ભ ક્ષત્રિય કુળની રાણી ત્રિશલાના શરીરમાં દાખલ કરાય. બાળક વર્ધમાને પોતે ભવિષ્યમાં મોટા ઉપદેશક થશે તેવા ચિહ્નો તેણે નાનપણમાં જ બતાવ્યા. પતે ત્રીસ વર્ષનું ગૃહસ્થીજીવન ગાળ્યું પરંતુ પોતાના માતાપિતાના મૃત્યુ પછી તેણે સંન્યાસી જીવન ગાળવાને નિર્ણય કર્યો તે માટે પોતાના ભાઈની મંજૂરી માંગી. પરંતુ વડીલબંધુના આગ્રહથી એક વર્ષ ગૃહસ્થાશ્રમમાં વધુ રહ્યા છતાં પિતાનું જીવન સાધુ જેવું પ્રભુ પરાયણ રાખતા. આવી પ્રતિમા જિવંત સ્વામી તરીકે ઓળખાય છે. તે સોનું, ઝવેરાત સર્વસ્વ ત્યાગ કર્યો અને તમામ મિત દાનમાં અને સગાસંબંધીઓમાં વહેંચી નાંખી, પોતે પિતાની પાલખીમાં સુંદરવન (ત) અથવા સારથીખંડ (દિગમ્બર પ્રમાણે કુંડનગર-વૈશાલી)માં પ્રવેશ્યા અને અશોકવૃક્ષ નીચે પિતાના કિંમતી વસ્ત્રો અને અલંકારો વગેરે તજીને સન્યાસી જીવનમાં પ્રવેશીને આકારામાં આકરા તપ અને વ્રત શરૂ કર્યા.
પૂજનીય સાધુએ એક વર્ષ અને એક મહીને વસ્ત્રો પહેર્યા ત્યારબાદ તે વસ્ત્રો વગર ફરવા લાગ્યા. પોતાની પાસે વાસણ પણ નહીં, વાસણને બદલે પિતાના હાથને ઉપયોગ કરવા લાગ્યા મહાવીરે પૂરાં બાર વર્ષ અને છ મહિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org