________________
તીર્થકરોની મૂર્તિએ
૬૫ કેટલાંયે જૈન મંદિરમાંથી તેમના જીવનના ભવ્ય પ્રસંગે આલેખાયેલા મળે છે. રાધાકૃષ્ણની કથાની જેમ નેમિનાથ અને તેમની પત્ની રાજુલની કથાઓ શિલ્પમાં કંડારાયેલી છે. કેટલાંયે કવિઓએ તેમની બારમાસી રચી છે. આ રીતે જોતાં બીજાં બધાં તીર્થકર કરતાં નેમિનાથનું ચરિત્ર જૈન સમાજમાં વધુ ઓતપ્રોત થયેલું જણાય છે.
તેમનું બીજું નામ અરિષ્ટનેમિ પણ જાણીતું છે. તેમના નામની સાર્થકતા માટે જૈન ગ્રંથે જુદી જુદી કથાઓ આપે છે. તેઓ જ્યારે માતાના ગર્ભમાં હતા, ત્યારે તેમની માતાએ રત્નનું ચક્ર સ્વપ્નમાં જોયું તેથી તેમનું નામ ચરિતાર્થ થયું છે. બીજ મતે ધર્મચકના પરિધ સમાન (પ્રાણિમાત્ર ઉપર એક સરખી કલ્યાણ ભાવના) આદર્શો ધરાવતા હોવાથી તેમનું નામ નેમિનાથ પડયું હોવાનું કહેવાય છે. તેમણે દ્વારકામાં વરદત્તને ત્યાં પ્રથમ ભિક્ષા લીધી હતી.
નેમિનાથ ભગવાનની સેંકડો મૂર્તિઓ ગુજરાતમાંથી મળે છે કારણ ગિરનાર એ તેમનું મુખ્ય તપસ્થાન-જ્ઞાનભૂમિ, દીક્ષાસ્થાન અને નિર્વાણસ્થાન ગણાય છે. નેમિનાથ ભગવાનનાં સ્વતંત્ર મંદિર પણ છે. તે બધામાં તેમની ભવ્ય પ્રતિમાઓ સ્થાપન કરવામાં આવી છે.
તેમનું પ્રતીક શંખ નોંધપાત્ર છે કારણ તેમનું નિવાસસ્થાન દરિયા પાસે હાઈને ત્યાંથી ઘણુ શંખે મળી આવે છે તેથી અથવા શંખથી શ્રીકૃષ્ણના વૈષ્ણવ કુટુંબ સાથે પોતાને સંબંધ બતાવે છે આ રીતે તીર્થંકર નેમિનાથને પૌરાણિકની સાથેસાથ અતિહાસિક વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
૨૩. પાર્શ્વનાથ પાર્શ્વનાથ ત્રેવીસમા તીર્થંકર જૈન ધર્મને સૌથી મોટા તીર્થકરોમાંના એક છે. તે સર્પના લાંછનવાળા નીલવણું છે. અતિહાસિક દૃષ્ટિએ તે જૈન ધર્મના સાચા સ્થાપક કહી શકાય તેમને અતિહાસિક વ્યક્તિ તરીકે પણ માનવામાં આવે છે. મહાવીર સ્વામીના ચરિત્રમાં તેમનાં પૂર્વજે પાર્શ્વના પ્રચલિત ધર્મને માનતા હોવાનું જણાવ્યાથી મહાવીર પહેલાં પાર્શ્વનાથ પ્રસ્થાપિત જૈનધર્મ જિવંત હતો એમ સમજાય છે. તેમનું લાંછન નાગ-ન્સપે છે તે સર્વવિદિત છે. શિલ્પમાં પાર્શ્વનાથના મસ્તક ઉપર નાગની ફણું હોય છે. આ ફણ કવચિત ત્રણ અથવા સાત અથવા અગિયાર હોય છે. તેના ભદ્રપીઠના આગળના ભાગમાં પણ સપનું લાંછન કરેલું હોય છે. તેમના વક્ષ નામે પાશ્વ અથવા વામન અથવા ધરણેન્દ્ર છે જ્યારે યક્ષિણી પદ્માવતી છે. જે રાજા આ તીર્થકરના ચામરધારી બને છે તે રાજા અજતરાજ છે. દેવદાર વૃક્ષ નીચે તેમને કેવલજ્ઞાન થયું હતું. પાર્શ્વનાથની પ્રતિમાઓમાં બે પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org