________________
r
તેમનું પ્રતીક કૂર્મ છે જે સ્થિરતા અને ધીમી ગતિ પેાતાના જરૂરી બતાવે છે. તો કર મુનિસુવ્રત તમાલ જેવા શ્યામ મુનિસુવ્રતની બહુ જ થાડી પ્રતિમાએ મળી આવે છે.
૨૧. નમિનાથઃ આ તીથંકરની સાથે જે પ્રતીક જોડાયેલુ છે તે નીલાપલ અને દિગમ્બર પ્રમાણે અશાક વૃક્ષ છે આ તીર્થંકરના શાસનદેવતા ભૃકુટિ અને ગાંધારી અનુક્રમે યક્ષ અને યક્ષિણી છે. દિગમ્બર મતે યક્ષિણી ચામુડી છે.
જૈનભૂતિ વિધાન
વ્રત પાલન માટે કાંતિવાળા હતા.
જે રાજા ચામર ધારણ કરે છે તે વિજયરાજ છે. જે વૃક્ષની નીચે આ તી કરે ખેસીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું` તે બકુલ છે. માત્ર કમળના પ્રતીકવાળી મૂર્તિ મળી આવી નથી પરંતુ તીર્થંકરની એક મૂર્તિ મળી આવી છે જેમાં એ શંખની વચ્ચે કમળનું ચિહ્ન છે. આ તીર્થંકરની મૂર્તિએ ગુજરાતમાંથી જૂજ મળી આવી. છે. પદ્મનાભ તીથ કરનું પ્રતીક પણ કમળ છે તેથી નમિનાથનું પ્રતીક જુદું પાડવા માટે કમળની બે બાજુએ શંખ મૂકેલા જણાય છે. જૈન ઉત્તરપુરાણ પ્રમાણે તેના પિતા બંગાળની મિથિલાના ક્ષત્રિય રાજા હતા. એક મત પ્રમાણે તે પ્રદેશ મિથિલા નહીં પણ મથુરા હાવું જોઈએ. રાણીનું નામ વિપ્પલા અથવા વપ્રા હતું. જૈનગ્રંથા પ્રમાણે તીથંકરના નામ વિશેની સમજૂતી આ પ્રમાણે આપી છે.
એક મત પ્રમાણે જિન જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે શત્રુઓએ મિથિલા નગરી રૂંધેલી હતી, તે વખતે વપ્રાદેવી મહેલ ઉપર ચડયા હતા, તેમને જોઈને ગર્ભના પ્રભાવથી સશત્રુ આવી વિજયરાજને નમી પડચા હતા, તે ઉપરથી રાજાએ પ્રભુનું નામ નિમ એવું પાડયું બીજા મત પ્રમાણે જિન જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેના પિતાના દુશ્મનાએ તાબે થઈને પ્રણામ કર્યા તેથી તે નિમનાથ તરીકે ઓળખાયા. નીલકમલથી લાંતિ અને સુવર્ણ કાંતિવાળા કુમારને દેવીએ જન્મ આપ્યા. તેથી તેમનુ લાંછન નીલેાત્પલ યેાગ્ય જ છે.
૨૨. નેમિનાથ : જૈન આગમેને આધારે બાવીસમા તીર્થંકર નેમિનાથનુ પ્રતીક શંખ છે. તેમના શાસનદેવતા યક્ષ ગામેધ અને યક્ષિણી અંબિકા (દિગમ્બર પ્રમાણે કુષ્માશ્મિની) છે તેના ચામરધારી રાન્ત ઉગ્રસેન છે અને જે વૃક્ષ નીચે કેવલજ્ઞાન થયું તે વૃક્ષ મહાવેણુ અથવા વૈતસ છે. જિનનું કુટુંબ અને માતાપિતા જૈન સંપ્રદાય પ્રમાણે જાણીતા હતા. તેથી તેમના પ્રચાર વધુ થયા હેાવાનુ માલમ પડે છે. તેના પિતાનું નામ સમુદ્રવિજય હતું અને તે સૌરપુરી કે દ્વારકાનેા રાજા હતા. તેને વંશ હિરવશ નામે જાણીતા છે. તેની રાણીનું નામ શિવાદેવી હતું. તીર્થંકર નેમિનાથ શ્રીકૃષ્ણ અને બલરામના પિતરાઈ ભાઈ થાય તે હકીકત ધ્યાન ખેંચે તેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org