________________
કર
જૈનમૃતિવિધાન
અદશ્ય ના થાય તે રીતે પુનર્જીવિત કર્યાં. ખીજી પણ આશ્ચર્યકારક હકીકત એ છે કે શાંતિનાથ તીર્થંકર પેતે સમગ્ર ભારતના ચક્રવતી થનાર સૌ પ્રથમ તીર્થંકર હતા. તેના નામ સંબધી કથા એ છે કે શાંતિનાથના જન્મ પહેલાં તેની માતાએ રાજ્યમાં જે મરકીને રાગચાળા ફેલાયેા હતેા તેના ભાગ બનેલા રાગીએ ઉપર “શાંતિ”નું પાણી છાંટોને રાગને હળવા કર્યો હતા તેથી તેનું નામ શાંતિનાથ પાડવામાં આવ્યું.
તેનું પ્રતીક છે મૃગની વચમાં ચક્ર છે તે બૌદ્ધ પ્રતીક સારનાથમાં ધર્મચક્રપ્રવર્તન'નું છે તેની સાથે સંપૂર્ણપણે સામ્ય ધરાવે છે. એમ કહેવાય છે કે શાંતિનાથે પાયમાલ થતા જૈનધર્મીને પુનર્જીવિત કર્યાં હતા. ખીજી રીતે એમ પણ કહેવાય છે કે તેણે નવા જૈનધર્મ ઉપદેશ્યા તેથી જ તેણે ચક્ર અને બે મૃગનુ પ્રચલત પ્રતીક સ્વીકાર્યું.
૧૭. કુંથુનાથઃ કુંથુનાથ સત્તરમા તીર્થંકર છે. જૈન પ્રણાલી પ્રમાણે આ તો કરનું પ્રતીક જૈન સાહિત્યમાં અજ (બકરા) છે. તેના યક્ષ ગ ંધવ અને ક્ષણી ખલા (દિગમ્બર પ્રમાણે વિજ્યા) છે તેને! સમકાલીન રાજા જે ચામરધારી છે તે કુણાલ છે જે વૃક્ષ નીચે આ જિનને કેવલજ્ઞાન થયું તે તિલકતરૂ છે. કુંથુનાથની મૂર્તિ' ખાસ મળતી નથી. જૈનપુરાણ પ્રમાણે તેના પિતાના જુદા જુદા નામ મળે છે. જેમ કે સૂરસેન, સૂર્ય, શિવરાજ (શ્વેતામ્બર પ્રમાણે) અને માતાનું નામ શ્રીકાંતા અથવા શ્રીદેવી છે. તેના પિતા કુરૂ વંશના હતા અને તેમની રાજધાની હસ્તિનાપુર, ત્યાં જિનના જન્મ થયા હતા. તે પશુ તેના પુરોગામી પ્રમાણે ચક્રવતી રાન્ત થયા હતા. અભિધાન ચિંતામણીમાં તેમના નામની ઉત્પત્તિ વિશે એ કથા આપેલી છે : એક, જિન જમીન ઉપર દૃઢતાથી ઊભા રહ્યા માટે તે કુંથુનાથ કહેવાય. ખીજું તેના જન્મ પહેલાં તેની માતાએ સ્વપ્નમાં રત્નાના ઢગ (કુથ) જોયા તેથી તેમને કુંથુનાથ નામ આપવામાં આવ્યું.
૧૮. અનાથઃ અઢારમા તીર્થંકર અરનાથનું પ્રતીક નન્ત્રાવ (એક પ્રકારને સ્વસ્તિક) અથવા મીન છે, તેના યક્ષ નામે યક્ષેન્દ્ર છે અને ક્ષિણી ધારણી દેવી છે. દિગમ્બર મતે યક્ષિણી અજિતા છે જે વૃક્ષ નીચે તેમને જ્ઞાન થયું તે વૃક્ષ ચૂત (આંબાનુ વ્રુક્ષ) છે. તેના ચામરધારી ગાવિંદરાજ છે. તીર્થંકર અરનાથની મૂર્તિ કવચિત્ જોવામાં આવે છે.પ મથુરામાંથી મળેલી આ તીર્થંકરની મૂર્તિ આ કુશાન સમયની જણાય છે.
૫. The Jain Stupa and other antiquities of Mathura by V. A. Smith.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org