________________
તીર્થંકરની મૂર્તિઓ ગર્ભમાં હતા ત્યારે તેની માતાને ધર્મ કરવાને દોહદ થયો હતો. તેથી ભાનુ, રાજાએ તેમનું નામ “ધર્મ” એવું પાડયું. તેમને જનમ રત્નપુરમાં થયેલો.
ધર્મનાથની જે પ્રતિમાઓ મળે છે તેમાં ઉપર પ્રમાણેના લક્ષણો જણાય છે. નાગપુર મ્યુઝિયમમાં આ પ્રમાણેના લક્ષણોવાળી બે મૂર્તિઓ સચવાયેલી છે. તેમાં લાંછન વજીનું છે. પરંતુ તેને ચારધારી રાજવીને પોષાક ધારણ કરે છે. ગુજરાતમાં પણ તીર્થકર ધર્મનાથની મૂર્તિઓ કેટલાંક મંદિરોમાં બેસાડેલી જોવામાં આવે છે.
બીજી કથા પ્રમાણે તેનું નામ ધર્મનાથ છે કારણ તેણે માનવજાતને દુઃખમાંથી ઉગારી છે. ઉપરાંત જ્યારે આ જિન તેની માતાના ગર્ભમાં હતા ત્યારે તેની માતાએ ઘણાં ધાર્મિક કાર્યો કર્યા હતા. તેથી બાળકનું નામ ધર્મનાથ રાખવામાં આવ્યું..
તીર્થકરનું પ્રતીક નામ પ્રમાણે યમના દંડ સાથે સંબંધ ધરાવે છે. યમરાજનું બીજુ નામ ધર્મનાથ કે ધર્મરાજ છે તેથી બંનેનાં પ્રતીકો એકસરખા જણાય છે.
૧૬. શાંતિનાથ : સોળમા તીર્થકર શાંતિનાથનું સ્થાન બીજા બધા તીર્થકરેમાં મહત્વનું છે. માતા અચિરાદેવીએ મૃગના અંકવાળા કનકવણ કુમારને જન્મ આપ્યો તેથી શાંતિનાથનું લાંછન મૃગ (હરિણ) છે. યક્ષ અને યક્ષિણી અનુક્રમે દિગબર પ્રમાણે કિં પુરૂષ અને મહામાનસી નામે છે. શ્વેતાંબર પ્રમાણે ગરૂડ અને નિર્વાણી યક્ષ અને યક્ષિણી છે. તેને ચામરધારી તરીકે રાજ પુરૂષદત્ત સેવા આપે છે. જે વૃક્ષની નીચે તેને કેવલજ્ઞાન થયું તે નંદીવૃક્ષ છે. શાંતિનાથ તીર્થકરની મૂર્તિઓ ઠીક પ્રમાણમાં મળી આવી છે. આ ઉપરાંત શાંતિનાથ ભગવાનના સ્વતંત્ર મંદિર અને પ્રતિમાઓ ગુજરાતમાંથી મળી આવે છે. આ તમામ મૂર્તિઓ ઉપર આપેલા વર્ણનને મળતી આવે છે. કેટલીક વખત શિલ્પમાં તેમને લાંછન બે મૃગની વચમાં ચક્ર હોય છે તેમના યક્ષ અને યક્ષિણી મૂર્તિના નીચેના ભાગમાં ગોખમાં મૂકેલા હોય છે. જિનના માતાપિતા અંગેની માહિતી જૈન ગ્રંથમાથી મળી આવે છે તે પ્રમાણે તેના પિતા રાજા વિશ્વસેન અને માતા અચરા છે. તે હસ્તિનાપુરમાં જનમ્યા હતા રાજાએ મેટી સમૃદ્ધિથી પુત્રનો જન્મ મહોત્સવ કર્યો. જ્યારે આ ગર્ભ તેની માતાના ઉદરમાં આવ્યું ત્યારે દેશમાંથી સર્વ શિવ ઉત્પાત શાંત થયા હતા તેથી રાજાએ પુત્રનું શાંતિનાથ એવું નામ આપ્યું.
જૈન ઇતિહાસ પ્રમાણે તીર્થકરમાં શાંતિનાથ મહત્વનું સ્થાન ધરાવે છે. ભૂલાતે જ જૈનધર્મ વિસ્મૃતિમાં જતું રહેતું હતું તેને શાંતિનાથે કદી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org