________________
જૈન મૂતિવિધાન રાણી જાણતી હતી કે ડાકણ એકલીજ લાંબે સુધી પહોંચી શકે. મનુષ્યમાં અમુક અંતરથી લાંબે સુધી પહોંચવાની શક્તિ હોતી નથી. તેથી તેણે તે સ્ત્રીના પતિને ઘણે દૂર ઉભે રાખ્યો અને તેની બંને પત્નીઓને (સાચી અને બનાવટી) પતિવ્રતા સાબીત કરવા તેમના પતિને તેટલે અંતરેથી સ્પર્શવા કહ્યું. બંનેએ પ્રયત્ન કર્યો. પરંતુ માનવસ્ત્રી તેના પતિને ઘણે પ્રયત્ન કરવા છતાં દૂરથી સ્પર્શી શકી નહીં.
જ્યારે ડાકણ પત્ની તેના મૂળ લક્ષણ પ્રમાણે તે પુરૂષને સ્પશી. રાણીએ આ રીતે સાચી અને બનાવટી પત્ની વચ્ચેનો ભેદ તે પુરૂષને ઉકેલી આપ્યો.
તીર્થકરની બુદ્ધિની તીવ્રતાના પ્રતીકરૂપે વરાહનું લાંછન આપવામાં આવ્યું છે. વરાહ તેની તીવ્રતા માટે જાણીતું છે. બૌદ્ધ મારિચીનું પ્રતીક પણ વરાહ છે. મારિચી ઉષઃ કાળના ફેંકાતા કિરાની દેવી છે. વિમલનાથની કેટલીક પ્રતિમાઓ ગુજરાતમાંથી મળી આવી છે.
૧૪. અનંતનાથ : બધા તીર્થકરોમાં અનન્તનાથનું ચિહ્ન જુદુ તરી આવે છે. વેતામ્બર પ્રમાણે તેનું પ્રતીક બાજ પક્ષી છે જ્યારે દિગમ્બર તેનું પ્રતીક રીંછ કહે છે. તેના અનુચરે યક્ષ અને યક્ષિણી અનુક્રમે પાતાલ અને અનન્તમતિ (વેતામ્બર પ્રમાણે અંકુશા) છે. તેને ચારધારી રાજ પુરૂષોત્તમ વાસુદેવ છે. તેના કેવલજ્ઞાનનું વૃક્ષ અશ્વત્થ છે.
જૈન પુરાણે તેના પિતાનું નામ સિંહસેન અને માતાનું નામ જયસ્થામા (? સુયશા) આપે છે. તે અધ્યાના રાજા હતા. અયોધ્યામાં તીર્થકરને જન્મ થયું હતું. તેનું નામ અનન્તનાથ રાખવામાં આવ્યું કારણ તેની માતાએ અનન્ત મોતી સ્વપ્નામાં જોયાં હતાં. જૈન પ્રણાલી પ્રમાણે અનન્ત દોરો (જે અયોધ્યામાં બનકાર્યક્ષમ) રહ્યો હતો તે તીર્થકરના જન્મ પછી અનેક રોગને મટાડવા ખૂબ શક્તિશાળી થઈ ગયો. શક્તિ અને જીવતરની સાથેના યુદ્ધને માટે તેમનું પ્રતીક બાજ અથવા રીંછ સુગ્ય છે. તેના યક્ષ અને યક્ષિણીઓના હાથમાં યુદ્ધના શસ્ત્રો આપવામાં આવ્યા છે તે પણ ઉપર પ્રમાણેના વિચારને સમર્થન આપે છે. બીજા મત પ્રમાણે જ્યારે પ્રભુ ગર્ભમાં હતા તે વખતે પિતા સિંહસેને શત્રુઓના અનંત બળને જીત્યું હતું તેથી તે પ્રભુનું અનંતજીત એવું નામ પાડયું.
૧૫. ધમનાથ : પંદરમાં તીર્થકર ધર્મનાથની મૂર્તિ વજ-દડ અથવા વજન પ્રતીકથી ઓળખી શકાય છે. જે યક્ષદંપતી તેમની પાસે હોય છે તેઓના નામ અનુક્રમે કિન્નર અને કંદર્પ (દિગમ્બરને મતે માનસી) છે તેમના ચારધારા પુંડરિક-વાસુદેવ છે. તેમનું કેવલજ્ઞાનનું વૃક્ષ દધિપણું અથવા સપ્તચછદ છે. આ તીર્થકરના પિતા ભાનુ નામે રાજા હતા અને માતા સુવ્રતા નામે હતી. પ્રભુ જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org