________________
તીર્થકરેની મૂતિએ
૫૯. ચંડા અનુક્રમે (દિગમ્બરના મતે ગાંધારી) છે જે વૃક્ષની નીચે તેને કેવલાસન થયું તે અભિધાન ચિન્તામણ પ્રમાણે પાટલિકવૃક્ષ છે. અને ઉત્તરપુરાણ પ્રમાણે કદમ્બ વૃક્ષ છે. તેના ચારધારી રાજ દરપિષ્ટ વાસુદેવ છે. ઉત્તરભારતમાંથી વાસુપૂજ્યની એક પ્રતિમા મળી આવેલી છે તે ભાગલપુરના જૈન મંદિરમાં છે. આ મૂર્તિ ઉપર આપેલા વર્ણનને મળતી આવે છે. શ્રી ત્રિષષ્ઠિશલાકા પુરુષ પ્રમાણે તેના પિતાનું નામ વસુપૂજ્ય હતું. તે ઈક્ષવાકુ વંશના ક્ષત્રિય રાજા હતા તેની માતા જયાવતી હતી તેનું જન્મ સ્થાન ચંપાપુરી (હાલનું ભાગલપુર) છે. તેના નામને અર્થ જુદી જુદી રીતે સમજાવાય છે. તે વસુપૂજ્યનો પુત્ર હોઈને વાસુપૂજ્ય કહેવાતે. તે જયારે માતાના ગર્ભમાં હતું ત્યારે ઇન્દ્રદેવ તેના પિતાને ધન (વસુ) આપતા. તેથી તે વાસુપૂજય કહેવાયા. દેવ વસુએ તેની પૂજા કરતાં હતાં તેથી તે વાસુપૂજ્ય તરીકે ઓળખાયા. વાસુપૂજ્ય પદ્મ વર્ણન છે. તેના પ્રતીકને અર્થ એ રીતે સમજાવી શકાય કે પ્રાચીન ભારતમાં પશુઓ જ મુખ્ય ધન ગણાતું તેને કારણે તેનું લાઇન મહિષ છે આ લાંછન સુયોગ્ય છે.
૧૩. વિમલનાથ : જૈન ગ્રંથ પ્રમાણે વિમલનાથ, તપેલા સુવર્ણના જેવી કાંતિવાળા, તેરમા જિનનું લાંછન વરાહ છે. તેમના વક્ષ પમુખ અને યક્ષિણી વિરેટી દિગમ્બર પ્રમાણે છે. શ્વેતામ્બર પ્રમાણે યક્ષ શ્વેતામ અને યક્ષિણ વિદિતા છે અને તેના ચામરધારી તરીકે રાજ ફરજ બજાવે છે તેનું નામ સ્વયંભૂ -વાસુદેવ છે. તેનું કેવલવૃક્ષ જમ્મુ છે.
તીર્થકરના પિતાનું નામ કૃતવર્મા અને માતાનું નામ સુરમ્યા ( શ્યામા) જૈનગ્રંથમાં આપેલું છે. તેને જન્મ કાંપિલ્ય (ફરૂખાબાદમાં આવેલું – કાંપિલ)માં થયા હતા. આ નગરી પાંચાલની દક્ષિણની રાજધાની હતી. દરેક તીર્થકરના નામની યથાર્થતા માટે અનેક કથાઓ છે તેમ આ તીર્થકર માટે પણ રસપ્રદ કથા છે તેણે પિતાનું નામ વિમલનાથ (ચોકખાઈના દેવ) પ્રાપ્ત કર્યું કારણ તેની પાસે બુદ્ધિની સ્પષ્ટતા-વિમલતા હતી. આ બુદ્ધિની વિમલતા તેણે તેની માતાને પોતાના જન્મ પહેલાં આપી હતી અને તેનો ઉપયોગ તેની માતાએ નીચે પ્રમાણે કર્યો. એક માણસ અને તેની પત્ની સમજ વગર રાક્ષસીવાળા એક મંદિરમાં રહેતા હતા. આ મંદિરમાં એક રાક્ષસી રહેતી હતી. આ રાક્ષસી પેલી સ્ત્રીના પતિના પ્રેમમાં પડી અને તેણે તેની સાચી પત્નીનું રૂપ ધારણ કર્યું. તેથી આ પુરૂષ દુઃખી થઈ ગયો અને આ બંનેમાંથી તેની સાચી પત્ની કઈ તે શોધવા અસમર્થ છે. અને તેણે કપિલપુરના રાજાને આ બંનેમાંથી પિતાની સાચી પત્ની શેધી આપવા વિનંતી કરી. રાણીએ પોતે પોતાની હોશિયારીથી તેની સાચી પત્ની શોધી આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org