________________
૫૮
નમૂર્તિવિધાન
શીતલનાથ થયા. તેના નામ અંગેની બીજી માન્યતા આ પ્રમાણેની છે. દસમા તીર્થકરને તાવથી તપ્ત થયેલા દરદીઓને શીતલતા આપવાની અદ્દભૂત શક્તિ હતી. તેના જન્મ પહેલાં તેની માતા નંદાદેવીએ પોતાના પતિના અંગ ઉપર. હાથ મૂકયે તે તે તાવથી તપ્ત હતા માત્ર તેના સ્પર્શથી તાવ દૂર થશે અને અંગ શીતળ થયું. તે પહેલાં કેટલાયે વૈદ્યોએ તેનો તાવ દૂર કરવા પ્રયત્ન કર્યો હતો પણ તે વ્યર્થ ગયો હતો આથી રાજાએ પ્રભુનું શીતળ એવું નામ પાડ્યું. સાધુ થયા પછી તેના સમગ્ર જીવન દરમ્યાન શીતલતાની શક્તિ એક સરખી તેના જીવનમાં ચાલુ રહી માટે તે શીતલનાથ કહેવાયા. તેના લાંછન વિશે વિશેષ કાંઈ સ્પષ્ટતા કરવાની રહેતી નથી. તેનું કેવળવૃક્ષ તેના શીતળ છાંયડા માટે જાણીતું છે. તેવી જ રીતે શ્રીવત્સ ચિલ મંગળ અને કલ્યાણકારી છે.
૧૧. શ્રેયાંસનાથ: જૈન ગ્રંથો પ્રમાણે અગિયારમાં જિનનું પ્રતીક ગંડે છે અને તેમને વર્ણ સુવર્ણવણું છે. દિગમ્બરના મતે યક્ષ અને યક્ષિણ ઈશ્વર અને ગૌરી અનુક્રમે છે. પરંતુ વેતામ્બર તેની શાસનદેવીનું નામ માનવી આપે છે. તેનું પવિત્ર વૃક્ષ તુમ્બર છે. રાજા ત્રિપષ્ટ વાસુદેવ તેના ચામરધારી હતા. તેયાંસનાથના જે શિ મલ્યા છે. તેમાં મૂર્તિ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણેના લક્ષણો છે. બનારસ પાસે સારનાથ જિનનું સ્થાનક છે ત્યાં આ જિનનું મંદિર છે. જૈન પુરાણમાં તેના વંશની હકીકતે આપેલી છે. તેને પિતા ઈક્ષવાકુ વંશને ક્ષત્રિય રાજકુમાર વિષ્ણરાજ નામે હતો અને તેની માતા વિષ્ણુદેવી નામે હતી. તેમનું જન્મસ્થાન સિંહપુરી એટલે કે આજનું સારનાથ ગણાય છે. જૈન કથા પ્રમાણે આ તીર્થકરનું મૂળ નામ વિષ્ણુ હતું જે પાછળથી શ્રેયાંસ નામથી વિખ્યાત થયું.
તેના નામની સાર્થકતા માટે અતિહાસિક કથા સમજાવેલી છે. રાજા વિષચ્છદેવને સુંદર રાજગાદી હતી પરંતુ કમનસીબે તેને કબજે એક દુષ્ટાત્માએ લઈ લીધું હતું. આથી તેના ઉપર બેસવાની કઈ હિંમત કરતું નહીં. તેની પત્નીએ તેના ઉપર ગમે તે જોખમે બેસવાની પ્રબળ ઈચ્છા કરી ત્યારે તે સગર્ભા હતી. બધાના આશ્ચર્ય વચ્ચે તેને કોઈપણ જાતની હાની થઈ નહીં. આથી જ્યારે તેને પુત્ર જન્મ્યો ત્યારે તેને કોયાંસ નામ આપવામાં આવ્યું.
શ્રેયાંસનાથ એટલે કલ્યાણકારી દેવ. તેણે તેની માતાને દુષ્ટાત્માથી મુક્ત કરી અને જગતનું શ્રેય કર્યું. માતા અને બાળકની આ કથનીને કારણે તેનું પ્રતીક ખૂબ જ એગ્ય અને સાથે છે. ગેંડામાં શ્રેયના સર્વ ગુણ છે.
૧૨. વાસુપૂજ્ય બારમા તીર્થ કર વાસુપૂજ્યનું ચિહ્ન જૈન ગ્રંથે પ્રમાણે મહિષ (Buffalo) છે. આ મૂર્તિના બીજા લક્ષણેમાં શાસનદેવતા અને શાસનદેવી કુમાર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org