________________
તીર્થંકરોની સ્મૃતિ એ
સુવિધિનાથની મૂર્તિ એક બીન તીર્થંકરાના મુકાબલે જૂજ મળે છે. આ જિન બીન્ન ત્રેવીસ તીર્થંકરની સાથે સમૂહમાં હેાય છે. કેટલાક શિલ્પમાં તેના બધા લક્ષણામાં લાંછનમાં ફરક જણાય છે. તેમાં કરચલાનું પ્રતીક દેખાય છે. તીર્થંકરના બંને નામેાના મૂળ જૂદા જણાય છે. સુવિધિનાથનું નામ પાડવાનું કારણુ કે જ્યારે રાજવંશના સંબધીઓ આંતરિક યુદ્ધ કરી રહ્યા તે પછી યુદ્ધને અ ંતે ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. વ્યસ્ત કુટુંબોએ માટે તેના જન્મ વિધિ સ્થાપનારા પુરવાર થયા. તીથંકરનું બીજુ નામ પુષ્પદંત એમ વ્યક્ત કરે છે કે જિનન! દાંત પુષ્પની કળી જેવા દેખાતા હતા. તેના નામને હેતુ પ્રથમ દૃષ્ટિએ સમસ્યારૂપ છે, સ્પષ્ટ નથી તેવું જ તેના લાંછન માટે જેમકે મગર કે કરચલે કોઇપણ જિનની માતાએ સ્વપ્નમાં જોયેલાં નથી, તેના પિતા કાકન્દીના રાજવી હતા. કાકન્દી કાકન્દનગરથી પણ ઓળખાય છે. જો કે સંસ્કૃતમાં કિષ્કિન્ધાનગર તરીકે જાણીતુ છે. તેના પિતાનું નામ સુગ્રીવ અને માતાનું નામ રામા છે. આ બધાં નામેા રામાયણ સાથે એક યા બીજી રીતે સંકળાયેલા છે. રામાયણની કિષ્કિન્ધા નગરી દરિયા કિનારે છે તેથી જળચર પ્રાણી કાચો કે મગર આ તીર્થંકરનું પ્રતીક બને છે. તેના યક્ષનુ વાહન પણ જળચર ધૂમ છે, અને તેની યક્ષિણી સુતારાદેવીની પાસે કુંભ છે જે પાણીની સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
શ્રી ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર સર્ગ ૭ (૫Ć-૩) માં તીર્થંકરના નામ વિશે નાંધેલું છે કે પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેની માતા સર્વ વિધિમાં કુશળ થયા હતા તેથી ‘સુવિધિ' અને પુષ્પના હદથી પ્રભુને દાંત આવ્યા હતા તેથી ‘પુષ્પદ ત’ એ પ્રમાણે પ્રભુનાં બે નામ માતાપિતાએ મેટા ઉત્સવથી શુભ દિવસે સ્થાપન કર્યો.
૫૭
૧૦ શીતલનાથ : મલય રાજ્યના ક્ષત્રિય કુટુંબમાં શ્રીવત્સના લાંછનવાળા અને સુવર્ણ જેવી કાંતિવાળા આ જિનને જન્મ થયેા હતા, તેનું જન્મસ્થાન ભદ્રિકપુર અથવા ભલ્લિપુર (કેટલાકના મતે ભદ્રપુર) છે. તેના પિતાનું નામ રાજા દઢરથ અને માતાનું નામ રાણી નન્દા અથવા સુનન્દા હતું. તેના ચામરધારી રાજા સીમધર હતા. જે વૃક્ષની નીચે તેને કેવલજ્ઞાન થયું તે બિલ્વવૃક્ષ છે. જૈન ગ્રંથા પ્રમાણે તેના યક્ષનું નામ બહ્મા અને યક્ષિણીનું નામ અશાકા, દિગમ્બર પ્રમાણે માનવી આપેલું છે. તેના લાંછન તરીકે દિગમ્બરી અશ્વત્થ વૃક્ષ બતાવે છે ત્યારે શ્વેતામ્બરા શ્રીવત્સ (કલ્પવૃક્ષ) કહે છે. શીતલનાથની સ્વતંત્ર પ્રતિમા જૂજ મળી આવે છે. જો કાઈ પ્રતિમા મળી આવે તે તેમાં ઉપર જણાવેલા મૂર્તિએ અંગેના લક્ષણા તેમાં હેાય તે નિઃશંક અપેક્ષિત છે.
આ જિન લેકેાના સંતાપની ગરમી લઈ લેતા હતા તેથી તે લેાકેા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org