________________
જૈનમૂર્તિ વિધાન
બીજને ચંદ્ર છે. જે વૃક્ષ નીચે તેમને કેવલજ્ઞાન થયું તે વૃક્ષ નાગકેશર છે. તેના યક્ષ અને યક્ષિણીએ અનુક્રમે વિજય અને ભ્રકુટિ છે. કેટલાંકના મતે ભકટને બદલે જ્વાલામાલિની યક્ષિણી હેાય છે. તેને માન આપતા ચામરધારી દાનવી છે. જિન ચંદ્રપ્રભના ઘણા સુંદર શિલ્પના નમૂનાઓ મળી આવ્યાં છે આ બધા નમૂનામાં શિલ્પવિષયક પ્રથામાં અથવા જૈન શાસ્ત્રીય ગ્રંથામાં જિનનું જે વન મળે છે તે પ્રમાણે ચદ્રપ્રભની મૂર્તિઓમાં જણાય છે. ભારતના શિલ્પીઓએ મદામાં ભક્તોની જરૂરિયાત અને પૂજારીની માંગ પ્રમાણે મૂર્તિ કંડારેલી છે. શિલ્પમાં જિનની બે પ્રકારની આકૃતિએ મળે છે એક ખેડેલી અને બીજી ઊભેલી, જેમાં મુખ્ય આકૃતિ-તીર્થંકર, તેના યક્ષ-યક્ષિણીએ અને ચામરધારીએથી વીટળાયેલી હેાય છે. તેના નામ અને લાંછન સ્વયં સ્પષ્ટ છે. તેનું નામ ચંદ્રપ્રભ છે. કારણ તેનું તેજ (પ્રભા) ચંદ્ર જેવુ` છે. ખીજી પણ કથા તેના નામ સંબધી પ્રચલિત છે. તેના જન્મ પહેલાં તેની માતા ચંદ્રપુરીજના રાજપૂત રાજાની પત્નીને સામ (ચંદ્ર)નું પાન કરવાનું દેશદ થયું”,
સ
તેની તૃષ્ણાને શાંત પાડવા એક રાત્રે તેના હાથમાં પાણી ભરેલી તાસક મૂકવામાં આવી. આ તાસક એવી રીતે ગે!ઠવવામાં આવી હતી કે તે પાણીમાં ચંદ્રનુ પ્રતિબિંબ પડે. જ્યારે બાળકના જન્મ થયા ત્યારે તે ચંદ્રના જેવે તેજસ્વી અને શ્વેત જણાયા તેને કારણે તેનું લાંછન ચંદ્ર થયું અને તે ચંદ્રપ્રભ તરીકે ઓળખાય છે. આથી ચંદ્ર તેમનું લાંછન છે એ જાણીતી હકીકત છે કે જિનની માતાને થતાં સ્વપ્નામાં ચંદ્રના સ્વપ્નના સમાવેશ થાય છે.
૯. સુવિધિનાથ : નવમા તીર્થંકરના બે નામ છે એક સુવિધિનાથ અને બીજુ નામ પુષ્પદન્ત છે. તેના પ્રતીક સંબધી પણ થાડેાક વિવાદ છે. કેટલાકના મતે પ્રતીક મકર છે. તે મગરના ચિહ્નયુક્ત શ્વેતવર્ણવાળા છે. ત્યારે ખીના મતે પ્રતીક કરચલા છે. તેના યક્ષ અને યક્ષિણી અજિત અને સુતારાદેવી અનુક્રમે છે. દિગમ્બર સુતારીદેવીને બદલે મહાકાલી યક્ષિણી કહે છે. ચામરધારી મધવતરાજ નામે છે. જે ધાર્મિક વૃક્ષ નીચે તેને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું તે એક મત પ્રમાણે નાગવૃક્ષ છે અને ખીન્ન મત પ્રમાણે મલ્લિવૃક્ષ છે.
ત્રિષ્ટિશલાકાપુરુષ ચરિત પ્રમાણે આ તીર્થંકરનું જન્મસ્થળ કાકન્દનગર હતું તેમ જાણી શકાય છે. તેના પિતા સુગ્રીવ નામે રાજવી હતા અને તેની માતા રામાદેવી નામે જાણીતી હતી. તેનું નિર્વાણુ સ્થળ સમેત શિખર અથવા પારસનાથ પત કહેવાય છે.
૪. બનારસ જિલ્લામાં ચંદ્રાવતી પણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org