________________
તીર્થકરની મૂર્તિઓ
૫૫ માતાનું નામ સુસીમા છે. તેનું નામ માટે બે સ્પષ્ટીકરણ કરેલા છે. એક તેને વર્ણ રક્તકમળ જેવો હેઈને તેનું નામ પદ્મપ્રભુ પાડવામાં આવ્યું હતું. બીજું તેની માતાના ગર્ભમાં જ્યારે જિન હતા ત્યારે માતાને પદ્મની શય્યાને દેહદ થયે હતો. તેમની વ્યક્ત કરેલી ઈચ્છાને સંતોષવામાં આવી તેથી તેનું નામ પદ્મપ્રભુ પાડવામાં આવ્યું. તેને યક્ષનું નામ કુસુમ છે જેને અર્થ પણ પુષ્પ થાય છે. આ રીતે તેના નામ પ્રમાણે તેના પ્રતીકે જણાય છે. ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિતમાં પદ્મપ્રભની શાસનદેવતા અમૃતા બતાવેલી છે.
૭. સુપાર્શ્વનાથ : શાસ્ત્ર પ્રમાણે સાતમા તીર્થકર સુપાર્શ્વનાથનું લાંછન સ્વસ્તિક કહેવાય છે. આ ઉપરાંત કેટલાંક ગ્રંથમાં સર્પનું ચિહ્ન સુશોભન માટે વધારાનું બતાવવામાં આવેલું છે. ગ્રંથો પ્રમાણે સર્પની ફણાની સંખ્યા માટે સ્પષ્ટ નિયમ છે. ફણાની સંખ્યા એક અથવા પાંચ હેય છે. તેમનું કેવલવૃક્ષ શિરીષ છે. તેમના યક્ષ અને યક્ષિણુંઓ માતંગ અને શાંતિ અનુક્રમે છે. જ્યારે દિગમ્બર પ્રમાણે વરનદિ અને કાલી છે. તેમને ચામરધારી ધર્મવીર્ય નામે છે.
પુરાણના આધારે સુપાર્શ્વનાથના પિતા ક્ષત્રિય રાજા સુપ્રતિષ્ઠ હતા. તેની માતા રાણી પૃથિવી નામે હતી. તેમનું જન્મસ્થળ વારાણસી અને રાજયપ્રદેશ કાશી હતું. બીજા તીર્થકરોની જેમ તેણે પાંચહજાર સાધુઓ સાથે મોક્ષ મેળવે.
શિલ્પમાં સુપાર્શ્વનાથ કાં તો એકલા અથવા સમૂહમાં રજૂ કરાતાં હોય છે. સુપાર્શ્વનાથની મૂર્તિના મુખ્ય લક્ષણમાં પાંચ સર્ષની ફણા હોય છે. જ્યારે પાર્થ નાથમાં સાત ફણું હોય છે. કેટલીકવાર પાંચ ફણ કે સાત ફણા કઈ મૂર્તિ માં હોય છે તે જ્ઞાનના અભાવે પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથની મૂર્તિઓમાં ભૂલ થતી હોય છે. આ જિન મૂર્તિને ઓળખવા માટે બીજુ એક ચિહ્ન સ્વસ્તિકનું હોય છે. તેમનું નામ સુપાર્શ્વનાથ કેમ પડયું તે માટે કહેવાય છે કે પ્રભુ ગર્ભમાં હતા તે વખતે તેમની માતાની બંને બાજુએ ખૂબ સુંદર દેખાવની થઈ તેથી રાજાએ પ્રભુનું સુપાર્શ્વ એવું નામ પાડ્યું. રોમન વાર્થવસ્થ સુપાર્શ્વ (હેમચંદ્ર) અનુશ્રુતિ પ્રમાણે તીર્થકરની માતાને તેના શરીરની બંને બાજુએ રક્તપિત્ત કોઢ થયેલ હતો. આ ભયંકર રોગ બાળકના જન્મ પહેલાં મટી ગયો હતો તેથી તે સઃ (સારી) પાશ્વ (બાજુ) નામે ઓળખાયા. આ તીર્થકરનું સ્વસ્તિક ચિહ્ન પણ ધ્યાન ખેંચે તેવું છે કારણ સ્વસ્તિક મંગળચિહ્નોમાંનું એક ગણાય છે.
૮. ચંદ્રપ્રભઃ બીજી મૂર્તિઓ કરતાં ચંદ્રપ્રભની મૂર્તિ જુદી હોય છે. માતા લમણાદેવીએ ચંદ્રના ચિહ્નવાળા ચંદ્રવણું પુત્રરત્નને જન્મ આપે. તેના પિતાનું નામ રાજા મહાસન હતું એમ જૈનગ્રંથોમાંથી જણાય છે. તેનું લાંછન ચંદ્ર કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org